દિવાળીએ 499 વર્ષ પછી બનશે સર્વાર્થ સિદ્ધિયોગ, આ રાશિને માટે લાવશે શુભફળ
દર વર્ષે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 14 નવેમ્બર અને શનિવારે ઉજવવામાં આવશે. આ વર્ષે દિવાળીના દિવસે શુભ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે. દિવાળીના દિવસે ધન અને જ્ઞાનનો કારક ગ્રહ ગુરુ તેની પોતાની રાશિમાંથી ગોચર કરશે. ગુરનો ગ્રહ તેની મૂળ રાશિ ધનમાંથી મકર રાશિમાં રહેશે તો અન્ય તરફ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં રહેશે. આ પહેલાં 1521ના વર્ષમાં ગ્રહોની આવી સ્થિતિ બની હતી તેમ જ્યોતિષિઓનું માનવું છે. આ વર્ષે ફરીથી 499 વર્ષ પછી આ સ્થિતિ બની રહી છે.
બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ
મળતી માહિતી અનુસાર 11 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. દિવાળી, ધનતેરસ અને સર્વાર્થ સિદ્ધિ યોગની વચ્ચે ખરીદી કરવી શુભ રહેશે. આ દિવસોમાં કોઈ વાહન ખરીદવાનું કે પછી વ્યાપારના શુભારંભ માટે શુભ હોવાનું ગણાય છે. તો તમે આ દિવસોએ શુભ કાર્યોની શરૂઆત કરી શકો છો.
ગ્રહોની સ્થિતિથી કોને થશે લાભ
દિવાળીના દિવસે ધન અને જ્ઞાનનો કારક ગ્રહ ગુરુ ગ્રહ શનિના સ્વરાશિમાં રહેવાના કારણે અનેક લોકોના નસીબમાં ફેરફાર આવી શકે છે. ખાસ કરીને આ ગ્રહનું રાશિ પરિવર્તન આ દિવસે અનેક શુભ સંકેત આપે છે. વૃષભ, કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ઘણો શુભ અને ફળદાયી સાબિત થશે. તો અન્ય તરફ મિથુન, સિંહ અને કન્યા રાશિના જાતકોને માટે આ સમય મુશ્કેલી ભર્યો સાબિત થઈ શકે છે. તો તેઓએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે.
અન્ય મોટો સંયોગ પણ રચાશે
આ વર્ષે દિવાળીના તહેવારે અન્ય એક સંયોગ પણ બની રહ્યો છે. તે એ કે દિવાળી અને નરક ચતુર્દશી એક જ દિવસે ઉજવાશે. આ તહેવારને કાળી ચૌદશ કે રૂપ ચૌદશના નામે પણ ઓળખાય છે. આ દિવસે સ્નાન કરીને યમ તર્પણ કરાય છે. આ સાથે જ સાંજના સમયે ચોકમાં કે આંગણામાં દીવો પ્રગટાવવામાં આવે છે.
લોકવાયકા અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
આ છે કાળી ચૌદશનું શુભ મુહૂર્ત
કાળી ચૌદશ પર સ્નાનનું શુભ મુહૂર્ત સવારે 5.23થી સવારે 6.43 વાગ્યા સુધી રહેશે. આ તિથિમાં જ કાળી ચૌદશની સાથે દિવાળીનો તહેવાર પણ ઉજવાશે. આ પછી જોકે ચૌદશ તિથિ બપોરે 1 વાગીને 16 મિનિટ સુધી રહેશે. આ બાદ અમાસ તિથિની શરૂઆત થશે. 15 નવેમ્બર સવારે 10 વાગ્યા સુધી અમાસ રહેશે. આ સમયમાં દિવાળી મનાવવામાં આવશે.
0 Response to "દિવાળીએ 499 વર્ષ પછી બનશે સર્વાર્થ સિદ્ધિયોગ, આ રાશિને માટે લાવશે શુભફળ"
ટિપ્પણી પોસ્ટ કરો