દિવાળી બાદ ગુરુનું રાશિ પરિવર્તન આ 5 રાશિને આપશે ફાયદો

જ્યારે ગ્રહો અને નક્ષત્રની ચાલ બદલાય છે ત્યારે અનેક મોટા ફેરફાર આવે છે. તેમાં પણ નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો છે. આ સમયે રાશિ અને ગ્રહોની ખાસ અસર રહેતી હોય છે. આ મહિનો જ્યોતિષ શાસ્ત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

image source

આ મહિનામાં ઘણાં બધા ગ્રહો તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જેમાં ગ્રહોનાં દેવતા એવાં ગુરુ મહારાજ (Jupiter) શનિની રાશિ મકરમાં પ્રવેશ કરી રહ્યાં છે. બૃહસ્પતિ દેવ દેવતાઓના ગુરૂ અને સુખ સુવિધાઓ, સંપત્તિ આપનાર માનવામાં આવે છે.

image source

જ્યોતિષીઓનાં મુજબ આ રાશિ પરિવર્તન જાતકો પર સકારાત્મક અસર પાડે છે. તો જાણો કઈ 5 રાશિના જાતકો માટે આ પરિવર્તન લાભદાયી રહેશે અને શું લાભ આપશે. ગુરુ દિવાળી પછી 20 નવેમ્બરનાં રોજ શુક્રવારનાં દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે.

image source

મેષ- ગુરુ આ રાશિ પરિવર્તનથી સકારાત્મક અસર આપશે. રોજગારમાં પ્રગતિ થશે. અને વિવાહિત જીવનમાં ખુશી વધશે. વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળી શકે છે.

image source

મિથુન-એવું માનવામાં આવે છે કે આ રાશિ પરિવર્તન દરમિયાન, આ રાશિના જાતકોના અટવાયેલા કામ ઝડપી બનશે. ધંધામાં પણ શુભ પરિણામ પ્રાપ્ત થશે. બેરોજગાર યુવાનોને રોજગારની તક મળી શકે છે.

image source

કન્યા- કન્યા રાશિના જાતકો માટે ગુરુનું રાશિ પરિવર્તન સારા સમાચાર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ગોચર દરમિયાન સારા સમાચાર પ્રાપ્ત થશે. મેળવશે.

image source

તુલા- આ સંક્રમણ દરમિયાન તુલા રાશિના જાતકો શુભ પરિણામ મેળવી શકે છે. કૌટુંબિક સુખમાં વધારો થશે જે સમસ્યા હશે તે સમાપ્ત થઈ શકે છે. નવા મહેમાનના આગમનના સારા સમાચાર ઘરમાં મળી શકે છે.

image source

કુંભ- આ રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન કરવાથી સંપત્તિમાં વધારો થઈ શકે છે. જુના રોકાણમાં ફાયદાની સાથે સાથે ધંધામાં પણ પૈસા હોવા જોઈએ. જમીનમાં રોકાણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે.

image source

મકર – ગુરુનાં રાશિ પરિવર્તનથી ધાર્મિક યાત્રા પર જવાની સંભાવના રહેશે. શિક્ષણ ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરી શકાય છે.

0 Response to "દિવાળી બાદ ગુરુનું રાશિ પરિવર્તન આ 5 રાશિને આપશે ફાયદો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel