90ના દાયકાની અભિનેત્રીઓ આ ફેશનને ગણતી હતી એકદમ સ્ટાઇલિશ, જો કે આજે આ તસવીરો જોઇને તમે પણ નહિં રોકી શકો તમારું હસવાનું

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ વર્ષોથી યુવતીઓ માટે ફેશન આઇકોન બનેલી છે. એ અભિનેત્રીઓની જેમ હેરસ્ટાઇલ, કપડાં, ઘરેણાં
પહેરવું દરેક યુવતીને ગમતું હોય છે.સમયની સાથે આ ફેશન બદલાતી રહે છે અને એ જ કારણે જો આપણે આજે 90ના દશકની
અભિનેત્રીઓની ફેશન સેન્સ આજે જોઈએ તો કદાચ આપણને હસવુ આવી જાય.

હેરસ્ટાઈલ.

image source

એમની હેરસ્ટાઇલને જોઈને એવું લાગે છે કે જાણે કોઈએ માથા પર ચકલીનો માળો મૂકી દીધો હોય. પણ એ સમયે આ જ ફેશન માનવામાં આવતી હતી અને અભિનેત્રીઓ પણ ખૂબ જ અદાથી આ હેર સ્ટાઈલને ઘણી ફિલ્મોમાં રિપીટ કરતી હતી. એટલું જ નહીં એ સમયે બે ચોટલા કે પોની રાખવાની પણ ફેશન હતી જે હવે હાસ્યપાત્ર લાગે છે. એવું કહી શકાય કે એ સમયે ઓવરડન હેર લુક એકદમ નોર્મલ બાબત હતી.

જવેલરી.

image source

એ સમયે અભિનેત્રીઓ જવેલરીની દુકાન જેવી લાગતી હતી અને જાણે એવું લાગતું હતું કે જે ઘરમાં પડ્યું છે એ બધું જ એમને પહેરી લીધું હોય. માથાથી લઈને પગ સુધી અજબ પ્રકારની ચમકતી જવેલરીથી પોતાની જાતને શનગારીને રાખતી હતી. વચ્ચે એવો પણ ટ્રેન્ડ આવ્યો હતો કે જેમાં અભિનેત્રીઓ મોટી મોટી પ્લાસ્ટિકની ઈયર રિંગ્સ પહેરેલી નજરે પડતી હતી.

હેર એસેસરીઝ.

image source

એ સિવાય હેર એસેસરીઝ પણ ત્યારે ઘણી જ ઉપયોગમાં લેવામાં આવતી હતી. પણ આ એસેસરીઝ અભિનેત્રીઓને સુંદર ઓછી અને એલિયન જેવો લુક વધુ આપતી હતી.

ફની આઉટફિટ.

image source

આજે એ સમયના કપડાને જોઈને લાગશે કે આ શું અને કેમ પહેર્યું છે. આખરે કોણ પસંદ કરતું હતું એમના માટે આવા આઉટફિટ?
ભયાનક સુપર ગ્લોસી મેકઅપ.

image source

લાલ, ગુલાબી અને ચમકતો ગ્લોસી મેકઅપ ત્યારે કદાચ ખૂબ જ કુલ માનવામાં આવતો હશે પણ હવે એવા મેકઅપને જોઈએ તો બીક લાગી જાય.

image source

આવા જીન્સ, મીડી અને ડંગરી જેમના કલરથી લઈને ફિટિંગ સુધી બધી જ વસ્તુને અવગણવામાં આવતી હતી.

image source

મોટી મોટી અભિનેત્રીઓ જે સ્ટાઇલ આઇકોન માનવામાં આવતી હતી એ પણ આવા જ કપડામાં ફિલ્મોમાં દેખાતી હતી અને ગજબની વાત એ છે કે એમની આ સ્ટાઇલ ત્યારે ટ્રેન્ડ પણ સેટ કરતી હતી.

ડેનિમ જ નહીં મીડી પણ અજીબોગરીબ જ પહેરવામાં આવતી હતી જેનું કલર કોમ્બિનેશનથી લઈને સ્ટાઈલિંગ સુધી બધું જ આપણી સમાજની બહાર હતું.

image source

રેખા જેટલી ગ્લેમરસ છે ફિલ્મોમાં એમને એટલા જ અજીબ લુકસ અપનાવ્યા છે જે ઓવરડનથી વધુ કઈ જ નહીં લાગે પછી એ મેકઅપ હોય, કપડાં હોય, હેરસ્ટાઇલ હોય કે પછી એસેસરીઝ.

0 Response to "90ના દાયકાની અભિનેત્રીઓ આ ફેશનને ગણતી હતી એકદમ સ્ટાઇલિશ, જો કે આજે આ તસવીરો જોઇને તમે પણ નહિં રોકી શકો તમારું હસવાનું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel