7 તારીખે હતો બાળકનો જન્મ દિવસ અને 4 તારીખે જ માતા-પિતા બન્યા દુર્ઘટનાનો ભોગ, બાળકોના રડતા ચહેરા કાળજુ કંપાવી નાખશે
અમદાવાદના પીરાણામાં ઘટેલી ગોજારી ઘટનામાં 12 વ્યક્તિઓનાં મોત થયા. તો કેટલાય લોકો ઘાયલ થયા, એક દિવસ પહેલા હસતા રમતા પરિવારમાં માતમ થવાઈ ગયો. આ દુર્ઘટનાનો ભોગ બનનાર એક પરિવાર હતો માથુર અને એન્જિલના (પતિ-પત્ની)નો. જેઓ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા અને તેઓનાં બે બાળકો હવે નોંધારા બન્યા છે. 4મી નવેમ્બરે નાના દીકરાની બર્થ ડે માટે તેઓ ગિફ્ટ લઈને પણ આવ્યા હતા. પણ હવે ગિફ્ટ લાવનાર માતા-પિતાનો છાયો જ આ બાળકો પરથી ઉઠી ગયો છે. મજૂરી કરી પેટિયું રળતાં આ બાળકોનું શું ભવિષ્ય હશે તેની ચિંતા હવે સ્વજનોને સતાવી રહી છે.
દીકરાએ માતા પિતાને કફન ઓઢાડવાની ફરજ પડી
વાત જાણે એમ છે કે 4 નવેમ્બરે અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર આવેલા રેવાકાકા એસ્ટેટમાં ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલી રહેલા સાહિલ એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં કેમિકલ પ્રોસેસ સમયે બ્લાસ્ટ થયા હતા. આ પ્રચંડ વિસ્ફોટને કારણે આસપાસના 4 ગોડાઉનોના અંદાજે 100 ટનથી વધુ આરસીસીનું બાંધકામ તૂટી પડ્યું હતું અને 12 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ વિસ્ફોટને કારણે અનેક પરિવારો નિરાધાર બન્યા છે તેમજ કોઈએ ભાઈ તો કોઈએ બહેન કે માતા-પિતા ગુમાવ્યા છે. નારોલની કોઝી હોટલ પાસે રહેતા મથુર ભાઈ અને તેમની પત્ની પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. જેને કારણે તેમના બાળકો અનાથ થઈ ગયા છે.બે દિવસ બાદ દીકરાનો જન્મ દિવસ હોવાથી માતા પિતા તેમના માટે ગિફ્ટ લાવ્યા પણ વિધિની વક્રતા તો જુઓ હવે દીકરાએ માતા પિતાને કફન ઓઢાડવાની ફરજ પડશે.
બાળકોને મજૂરી કરી ખુશ રાખતા
આ ઘટનાએ અનેક લોકોના હ્યદય હચમચાવી નાખ્યા છે. ક્યારેક બનતી આ પ્રકારની ઘટનાઓ લોકોના જીવનને ધરમૂળથી બદલી નાખે છે અને જીવન જ્યાં હસી ખુશીમાં ઓછી આવકમાં આગળ વધતુ હોય તેવામાં દુઃખનો સ્પીડ બ્રેકર આવી જાય છે. પિરણાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ગરીબ પરીવારના હતા. પરંતુ જીવનની નાની નાની ખુશી મેળવવા ઈમાનદારીથી કામ કરતા હતા. નારોલની કોજી હોટલ સામે આવેલા રાણીવાળામાં માથુરભાઈ તેમની પત્ની એન્જલિના દીકરી અને તેમના દીકરા એલેક્સ સાથે રહેતા હતા. બાળકોને મોટા કરવા માતા-પિતા જેમ તેમ મજૂરી કરીને તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા.માથુર ભાઈ અને એન્જલિના પોતાના ઘરના સૌથી નાના સભ્ય એટલે કે 7 વર્ષના દીકરા એલેક્સને ખુશ રાખવા તમામ પ્રયાસ કરતા હતા. એલેક્સનો 7મી નવેમ્બરે જન્મ દીવસ છે. અન્ય માતા પિતાની જેમ જ તેઓ પણ દીકરા માટે જન્મ દિવસ ઉજવવા માંગતા હતા જે માટે તેમણે ગિફ્ટ પણ ખરીદી હતી અને 7મી તારીખે એલેક્સને આપવાના હતા.
બન્ને સંતાનો અનાથ થઈ ગયા
પરંતુ બુધવારે તેઓ દરરોજની જેમ કામ પર ગયા પણ તેમને ખબર ન હતી કે આજે તેમના પરિવારનો માળો વિખરાઈ જશે. એક સાથે બાળકોના માથેથી માતા અને પિતાનો પડછાયો હટી જશે. આ કરુણાંતિકામાં માથુરભાઈ અને તેમના પત્નીના મોત થયા. આ સાથે જ તેમના બન્ને સંતાનો અનાથ થઈ ગયા છે. હાલ બન્નેના મૃતદેહો વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે. તેમના બાળકો હવે કોના સહારે જીવન વિતાવશે તે પણ પીડાદાયક પ્રશ્ન છે.
સરકારી બાબુઓ પણ તેટલાં જ જવાબદાર
આ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર શું કરતું હતું. ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે. નિર્દોષોનાં જીવ લઈ રહી છે. સરકારી બાબુઓ પોતાની એસી કેબિનમાં બેસી આરામ ફરમાવવા સિવાય શું કરતા હતા. કેમ કોઈએ ફેક્ટરી કે ગોડાઈનમાં ઈન્સ્પેક્શન ન કર્યું. પહેલેથી જ ગેરકાયદે કેમિકલ ફેક્ટરીને બંધ કરી દીધી હોત તો આજે આ દિવસ ન જોવા પડત. આ દુર્ઘટનામાં સરકારી બાબુઓ પણ તેટલાં જ જવાબદાર છે. અને તેઓની સામે પણ એકાદ કેસ તો થવો જ જોઈએ. જો ફેક્ટરી માલિક સહિત 3 લોકો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાય તો સરકારી બાબુઓની બેદરકારી સામે કયો ગુનો નોંધાવો જોઈએ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "7 તારીખે હતો બાળકનો જન્મ દિવસ અને 4 તારીખે જ માતા-પિતા બન્યા દુર્ઘટનાનો ભોગ, બાળકોના રડતા ચહેરા કાળજુ કંપાવી નાખશે"
ટિપ્પણી પોસ્ટ કરો