દિવાળી પર ભૂલ્યા વગર કરી લો આ કામ, ક્યારે ઘરમાં નહિં ખૂટે ધન અને હંમેશા તિજોરી રહેશે પૈસાથી ભરેલી
દિવાળીનો પર્વ તેની સાથે અઢળક ઉત્સાહ, રોનક અને ખુશીઓ લાવે છે. આ તહેવાર એવો હોય છે જેની તૈયારી મહિનાઓ પૂર્વેથી ચાલતી હોય છે. ઘરમાં મહિલાઓ સોનામાં શું ખરીદી કરવી, કપડા કેવા લેવા, ઘરમાં શું નવું કરવું વગેરેનું પ્લાનિંગ મહિનાઓ પહેલાથી કરી લે છે. આ સાથે જ દિવાળીમાં થતી પૂજાની પણ તૈયારીઓ કરવામાં આવે છે.
જીવનમાં સુખ, શાંતિ, ધન-વૈભવ અને શુભતા પ્રાપ્ત કરવા માટે દિપોત્સવી ઉત્તમ સમય હોય છે. આ પર્વ પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો ફળી જાય તો વર્ષભર ઘરમાં સમૃદ્ધિ છવાયેલી રહે છે. આ દિવસો દરમિયાન માતા લક્ષ્મીની આરાધના કરવાથી જીવનમાં સુખ પ્રાપ્ત કરી શકાય છે. આ દરમિયાન લોકોના જીવનની બાધાઓ માતા લક્ષ્મી દૂર કરી દે છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે. આવા પર્વ નિમિત્તે આજે તમને જણાવીએ દિવાળી સાથે જોડાયેલી કેટલીક એવી વાસ્તુ ટીપ્સ કે જેને ફોલો કરવાથી તમારા જીવનની સમસ્યાઓનો અંત કાયમ માટે આવી જશે.
આ દિવસો દરમિયાન લોકો ધન-સંપત્તિ સાથે જોડાયેલા કામ કરવાનું વધારે પસંદ કરે છે. તેવામાં વાત કોઈ નવી વસ્તુ ખરીદવાની હોય કે બિઝનેસ ડીલ કરવાની. આવા મહત્વના કામ દિવાળીના શુભ દિવસોમાં કરવામાં આવે છે. કારણ કે આ દિવસો વણજોયાં મુહૂર્ત જેવા હોય છે. તેવામાં આ દિવાળી પર તમે પણ ઘરમાં ફેરફાર કર્યા હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો.
– ઘરમાં ધન અને સંપત્તિ રાખવા માટે તિજોરી હંમેશા પૂર્વ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં ધન-સંપત્તિ રાખવાથી તેમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
– રોકડ રકમ, દાગીના જેવી કીમતી વસ્તુઓ જેમાં રાખતા હોય તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું. એટલે કે કબાટ કે તિજોરીને દક્ષિણ દિશા તરફ રાખવું જેથી તે ખુલે ઉત્તર દિશામાં.
– જે કબાટમાં ધન, સોનું, ચાંદી અને આભૂષણ રાખો તેને ભુલથી પણ એવી રીતે ન રાખવી કે તે દક્ષિણ દિશામાં ખુલે. આમ રાખશો તો સંપત્તિમાં વધારો થવાનું અટકી જશે.
– અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ અને પૂર્વ દિશા એક થતી હોય તે ખૂણામાં તિજોરી કે કબાટ રાખશો તો ઘરના ખર્ચ વધી જશે. ઘણીવાર લોકો કરજ નીચે દબાઈ જાય છે.
– સીડી નીચે પણ કબાટ કે તિજોરી રાખવી જોઈએ નહીં. આ સિવાય બાથરુમના દરવાજા સામે પણ તિજોરી ન રાખવી. તિજોરીને હંમેશા સાફ રાખવી. કબાટ પર ભાર પણ રાખવો નહીં અને ત્યાં ગંદકી પણ ન થાય તે વાતનું ધ્યાન રાખવું.
– તિજોરીના દરવાજા પર માતા લક્ષ્મીની એવી તસવીર લગાવો જેમાં તે બેઠેલી મુદ્રામાં હોય.
– તિજોરીનો રંગ કાળો કે ઘાટો ન રાખવો. હળવા રંગની તિજોરી શુભ ગણાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળી પર ભૂલ્યા વગર કરી લો આ કામ, ક્યારે ઘરમાં નહિં ખૂટે ધન અને હંમેશા તિજોરી રહેશે પૈસાથી ભરેલી"
ટિપ્પણી પોસ્ટ કરો