અમેરિકામાં વસતા 86 હજાર ભારતીય લોકોને આવશે રોવાનો વારો, જલદી જાણી લો ગ્રીન કાર્ડને લઇને શું આવ્યા મોટા સમાચાર

હાલમાં અમેરિકામાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. ચૂંટણીમાં મળેલી હાર ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિકારવા તૈયાર નથી.તેઓ રોજે રોજ કોઈના કોઈ નિવેદનો જાહેર કરી રહ્યા છે. તેમણે ઘણીવાર જાહેરમાં કહ્યું છે કે આ ચૂંટણીમાં મોટે પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. એવામાં ભારતીય લોકો માટે પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં 8 લાખથી વધુ ભારતીયો હાલ ગ્રીનકાર્ડ બેકલોગમાં ફસાયા છે અને તેમનું અમેરિકન બનવાનું સપનું પૂરું થવામાં 84 વર્ષ લાગી શકે છે.

વેઈટિંગ પિરિયડની સૌથી ખરાબ અસર બાળકો પર

image source

હકિકતમાં ગ્રીનકાર્ડની પ્રોસેસ જે રીતે અમેરિકા દ્વારા થઈ રહી છે એ મુજબ આ ભારતીયોનો વારો આવતા સુધીમાં 84 વર્ષ થઈ શકે છે. આ આઠ લાખથી વધુ ભારતીયોમાં 1.57 લાખ બાળકો છે.

ગ્રીનકાર્ડ માટે દાયકાઓનાં વેઈટિંગ પિરિયડની સૌથી ખરાબ અસર બાળકો માટે થઈ છે, કેમ કે ગ્રીનકાર્ડની રાહ જોઈ રહેલાં આ બાળકોમાંથી મોટા ભાગનાં એ માટેની વયમર્યાદાની બહાર જતાં રહેશે, જેને કારણે તેઓ ડિપેન્ડન્ટની કેટેગરીમાંથી બહાર નીકળી જશે. આ જ કારણથી તેઓ પરિવારથી વિખૂટા પડી જાય એનું જોખમ વધ્યું છે.દર વર્ષે અમેરિકા એમ્પ્લોયમેન્ટ આધારિત અરજદારો માટે માત્ર 1.40 લાખ ગ્રીન કાર્ડ ઈસ્યુ કરે છે અને તેમાં પ્રતિ કન્ટ્રી કેપ માત્ર 7% જ ગ્રીનકાર્ડ ઈસ્યુ થાય છે.

ગ્રીનકાર્ડ મેળવવા 84 વર્ષની રાહ જોવી પડી શકે છે

image source

તો મહત્વની વાત એ છે કે અમેરિકા જવામાં ભારતીયોનો ધસારો સૌથી વધુ છે તેમાં પણ સૌથી વધુ એચ-1બી વિઝાધારકો હોય છે, પરંતુ અમેરિકામાં આ વિઝાધારકો માટે પણ અમેરિકન સરકારના કેટલાક નીતિગત નિર્ણયોને કારણે મુશ્કેલી સર્જાઈ છે. એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીનકાર્ડ બેકલોગ ભારતમાંથી છે (ઈબી-2 અને આબી-3 સ્કીલ્ડ કેટેગરી) તે એપ્રિલ 2020માં 7.41 લાખનો આંકડો પાર કરી ગયો હતો. જેમના માટે ગ્રીનકાર્ડ મેળવવા 84 વર્ષની રાહ જોવી પડી શકે છે.

2.56 લાખ બાળકો ગ્રીનકાર્ડ માટે કતારમાં

image source

આ તારણો હાલમાં જ ઈમિગ્રેશન પોલિસી એનેલિસ્ટ ડેવિડ. જે. બાયર દ્વારા અમેરિકાસ્થિત થિંકટેન્ક કાટો ઈન્સ્ટૂટ્યૂટ સાથે કરાયેલા એક સ્ટડી દ્વારા પ્રાપ્ત થયાં છે. આ બેકલોગમાં ભારતીય પરિવારોનાં સવા લાખથી વધુ બાળકો સામેલ છે અને તેમાં ખાસ કરીને 84,675 બાળકો (અથવા 62%) ગ્રીનકાર્ડ મેળવ્યા વિના જ ડિપેન્ડન્ટની કેટેગરીમાંથી પોતાની વય વધી જવાથી બહાર નીકળી જશે. કુલ 2.56 લાખ બાળકો ગ્રીનકાર્ડ માટે કતારમાં છે, જેમાં સ્કિલ્ડ કેટેગરી બેકલોગમાં રહેલાં બાળકો પણ સામેલ છે, જેમાં ઈબી-2 અને ઈબી-3 કેટેગરી બેકલોગમાંનાં બાળકોમાં ભારતનાં જ 1.57 લાખ (62%) બાળકો છે,

મોટા ભાગનાં બાળકો અમેરિકામાં ઊછર્યાં છે

image source

જ્યારે અન્ય 49,835 (20%) ચીનથી અને 46,394 (18%) અન્ય દેશોમાંથી છે. આ સંજોગોમાં તેમના માટે ભારત પોતે જ ડિપોર્ટ થઈ જવું એ એકમાત્ર વિકલ્પ બચે છે. હવે સ્થિતિ એ છે કે આમાંનાં મોટા ભાગનાં બાળકો અમેરિકામાં ઊછર્યાં છે, કેમ કે તેઓ પોતાનાં માતા-પિતાના એચ-1બી વિઝાને કારણે અમેરિકા રહી શક્યાં હતાં, પરંતુ તેમને ગ્રીનકાર્ડ ન મળે અને 21 વર્ષની વય થઈ જાય પછી ભારત જવાનો વારો આવે છે. એવામાં હકીકત એ છે કે આ બાળકોને ભારત સાથે નહીંવત્ કનેક્શન હોય છે.

image source

એકવાર જ્યારે બાળકો 21 વર્ષનાં થઈ જાય પછી તેઓ એચ-4 વિઝા પ્રાપ્ત કરી શકતાં નથી. એચ-4 વિઝા ડિપેન્ડન્ટ કેટેગરી માટે છે અને તે તેમના વાલીઓના એચ-1બી વિઝા સાથે સંકળાયેલા છે, આથી 21 વર્ષની વય થતાં જ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અને તેમને એફ-1 વિઝા મેળવવા પડે છે અને આ વિઝા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે છે.

સમગ્ર ગ્રીનકાર્ડ ચાઈલ્ડ બેકલોગના 40% જેટલા

image source

આ વિઝા મેળવવાથી કામ પ્રાપ્ત કરવાની તેમની પાસે જૂજ સંભાવનાઓ રહે છે અને સાથે અનેક પડકારો સામે આવે છે. એટલું જ નહીં, સૌથી મોટી સમસ્યા એ છે કે એફ-1 વિઝા અરજદારોએ નોન-ઈમિગ્રેશન હેતુ સિદ્ધ કરવો પડે છે. લગભગ 1.04 લાખ બાળકો આગામી બે દાયકામાં જ વય આધારિત પોતાની યોગ્યતામાંથી બહાર નીકળી જશે. જે સમગ્ર ગ્રીનકાર્ડ ચાઈલ્ડ બેકલોગના 40% જેટલા છે, જેમાં પાંચમાંથી ચાર બાળકો ભારતનાં જ છે. એક ઓહાયોસ્થિત વિદ્યાર્થી કે જેણે હાલમાં જ માસ્ટર્સ ઈન ટેકનોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે કહ્યું હતું કે તે પોતાનાં માતા-પિતા સાથે અમેરિકા આવ્યો ત્યારે તેની વય માત્ર 7 વર્ષની હતી. ‘મેં જ્યારે ગ્રેજ્યુએટ સ્કૂલ માટે અરજી કરી તો મને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ગણવામાં આવ્યો. મારો અભ્યાસ પૂરો થતાં મને એક એલિયનની જેમ ટ્રીટ કરવામાં આવશે અને કામ કરવાની તક તો જ મળશે, જો હું એચ-1બી વિઝા મેળવી શકીશ. આવી પરિસ્થિતિમાં ભારતીય લોકોની મુશ્કેલીમાં વધારો થાશે તે ચોક્કસ વાત છે. કારણ કે હાલની જે પ્રોસેસ છે તે એકદમ ધીમી છે. એવામાં જો નવી સરકાર આવે અને કોઈ સારો નિર્ણય લે તો ભારતીય લોકોને થોડી રાહત મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "અમેરિકામાં વસતા 86 હજાર ભારતીય લોકોને આવશે રોવાનો વારો, જલદી જાણી લો ગ્રીન કાર્ડને લઇને શું આવ્યા મોટા સમાચાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel