યુવરાજ અને હરભજને આ ભારતીય કોચને ગણાવ્યા શ્રેષ્ઠ, અને કહ્યું… તેમને મજબુત ટીમ બનાવતા આવડતી હતી

ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંઘ અને બોલર હરભજન સિંઘે ગેરી કર્સ્ટનને ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ કોચ ગણાવ્યા છે. યુવરાજે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન કિર્સ્ટનના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે કિર્સ્ટન સારી ટીમ કેવી રીતે બનાવવી તે જાણતા હતા. કિર્સ્ટનના કાર્યકાળ દરમિયાન જ ભારતે 28 વર્ષનો શુન્યાવકાસ ખતમ કર્યો હતો અને 2011 માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.

2011માં ભારતને વર્લ્ડ કપ અપાવવામાં કર્સ્ટનની હતી મહત્વની ભુમિકા

image source

પૂર્વ ભારતીય કોચ કર્સ્ટને 23 નવેમ્બર, સોમવારે તેનો 53 મો જન્મદિવસ ઉજવ્યો હતો. કર્સ્ટને 2008 માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળી અને ધીરે ધીરે એક મજબૂત ટીમ બનાવી. વર્ષ ૨૦૧૧ માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઇનલમાં હરાવી અને બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

યુવરાજે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી

ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યા બાદ કર્સ્ટને ટીમ ઈન્ડિયાની જવાબદારી છોડી દીધી હતી. કર્સ્ટનના જન્મદિવસ પર યુવરાજે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. યુવરાજે ભૂતપૂર્વ ભારતીય કોચની પ્રશંસા કરતાં કહ્યું કે,”ગેરી કર્સ્ટનને જન્મદિવસની શુભેચ્છા. સર્વ શ્રેષ્ઠ કોચ જેની સાથે અમે રમ્યા, એક એવો માણસ જેને ખબર હતી કે મજબૂત ટીમ કેવી રીતે બનાવવી શકાય છે અને દરેક ખેલાડી પાસે તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકાય. આશા છે કે તમે સ્વસ્થ અને સલામત હશો.

હરભજને પણ કર્સ્ટનની પ્રશંસા કરી

image source

તો બીજી તરફ ઓફ-સ્પિનર હરભજને પણ કર્સ્ટનની પ્રશંસા કરી હતી અને તેમના ટ્વિટમાં તેમને શુભેચ્છા પાઠવી હતી, જન્મદિવસની શુભેચ્છા, શ્રેષ્ઠ કોચ, માર્ગદર્શક, મોટા ભાઈ. તમારૂ વર્ષ શાનદાર રહે અને જિંદગી ખુશીયોથી ભરેલી રહે.

કર્સ્ટને દક્ષિણ આફ્રિકા માટે લગભગ 300 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે

કર્સ્ટને દક્ષિણ આફ્રિકા માટે લગભગ 300 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 14 હજારથી વધુ રન બનાવ્યા અને 34 સદી ફટકારી. તેમના સમય દરમિયાન, કર્સ્ટન વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણવામાં આવતો હતો અને ઘણી મેચોમાં દક્ષિણ આફ્રિકાને જીત અપાવી છે.

ધોનીના સંન્યાસ વખતે કર્સ્ટને કહી હતી આ વાત

image source

ધોનીના સંન્યાસની જાહેરાત બાદ દરેક કોઈ ધોનીને ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે જ ધોનીના કરિયરને લઈ વખાણ કર્યા હતા. ત્યારે 2011 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના કોચ ગેરી કર્સ્ટને પણ ધોનીને દુનિયાનો સૌથી શાનદાર કેપ્ટન ગણાવ્યો હતો. ગૈરી કર્સ્ટને ટ્વીટ કરી કહ્યું કે અત્યાર સુધી તેમણે જેની સાથે પણ કામ કર્યું તેમાંથી ધોની સૌથી સર્વશ્રેષ્ઠ કેપ્ટન રહ્યો છે. કર્સ્ટનની કોચિંગ અને ધોનીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાએ 2011 વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો હતો.

ધોનીનો આભાર માન્યો

image source

આપને જણાવી દઈએ કે કર્સ્ટન 2008થી 2011 સુધી ભારતીય ટીમના કોચ હતા. કર્સ્ટને ભારતીય ટીમના કાર્યકાળ સાથે શાનદાર યાદો માટે ધોનીનો આભાર માન્યો. ધોનીને લઈ ટ્વીટ કરી કર્સ્ટને કહ્યું કે,‘મને સૌથી સારા સુકાનીઓમાંથી એક સાથે કામ કરવાનો શાનદાર અનુભવ છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે કેટલાક શાનદાર પળ આપવા માટે ધન્યવાદ એમએસ ધોની.’ આ સાથે તેમણે ધોની સાથેની જૂની તસવીરો પણ શેર કરી હતી. જેમાં એકમાં લખ્યું કે, ધોની સાથે હોય તો હું યુદ્ધમાં પણ જઈ શકું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "યુવરાજ અને હરભજને આ ભારતીય કોચને ગણાવ્યા શ્રેષ્ઠ, અને કહ્યું… તેમને મજબુત ટીમ બનાવતા આવડતી હતી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel