આ તે કેવી માનસિકતા, 92 વર્ષના એક વૃદ્ધે પોતાની જ 90 વર્ષની પત્નીને મારી નાખી, કારણ હતું 2250 રૂપિયા
92 વર્ષીય એક વડીલને 2250 રૂપિયાના પેન્શનનો લોભ જબરદસ્ત મોંઘો પડ્યો છે, જે અંતર્ગત તેણે પત્નીની હત્યા કરી હતી. આ ઘટના આંધ્રપ્રદેશના ગુંટુરની છે જ્યાં 92 વર્ષીય વ્યક્તિએ તેની 90 વર્ષની પત્નીને માત્ર 2250 રૂપિયાના પેન્શન માટે મારી નાંખી હતી. બંનેના લગ્ન 25 વર્ષ પહેલા થયા હતા.
હત્યાનો આરોપ લગાવનાર વ્યક્તિ સેમ્યુઅલ હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે જેની હત્યા થઈ એ વૃદ્ધ મહિલાનું નામ અપ્રાયમ્મા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકારના દરેક પરિવારને દર મહિને પેન્શન યોજના હેઠળ પૈસા મળતા હતા.
પોલીસના જણાવ્યા અનુસા આ દંપતી વચ્ચે પેન્શનના સમાન નાણાં અંગે તકરાર થઈ હતી. 2 નવેમ્બરની રાત્રે પૈસાના વિવાદ બાદ સેમ્યુઅલે તેની પત્નીને લાકડી વડે ફટકા મારી મારીને તેની હત્યા કરી હતી. બાદમાં આરોપીએ તેના પુત્રો અને પૌત્રોને હત્યાની જાણકારી આપી હતી.
બાદમાં જ્યારે પડોશીઓને જાણ થઈ કે દાદીમાં તો મરી ગઈ છે, ત્યારે આખા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. તેના પુત્રોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સેમ્યુઅલની ધરપકડ કરી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર બી રમેશ બાબુએ જણાવ્યું હતું કે સેમ્યુઅલ છેલ્લા 10 વર્ષથી તેની પત્ની સાથે એક જ ગામમાં રહેતો હતો. આ દંપતીને ત્રણ પુત્રી અને ત્રણ પુત્ર અને પૌત્ર છે. 3 નવેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યે પત્નીના ઘરમાં ઘુસ્યો હતો અને તેને ચાલવામાં મદદ કરવાની જ લાકડી વડે માર મારીને પતાવી દીધી હતી.
અમદાવાદનો પણ આ એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. ત્યાં એક પત્નીએ પતિને ઢોર માર માર્યાની ફરિયાદ થઇ છે. શહેરનાં વાસણા વિસ્તારમાં પત્નીએ પતિને રાતે ઘરે મોડા કેમ આવો છો કહીને લાકડીથી ઢોર માર માર્યો હતો. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પતિએ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે વાસણામાં કેશવાણીનગરમાં ગૌતમ પરમાર રહે છે. જે માનવમંદીર પાસેનાં પેટ્રોલ પંપ પર કામ કરે છે. તે પત્ની ઇલાબહેન અને સાત વર્ષનાં દીકરા સાથે રહે છે. ઈલા અને ગૌતમ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ઉગ્ર બોલાચાલી ચાલે છે.
નાની નાની વાતમાં બંન્ને વચ્ચે ઝઘડો થાય છે. તેમના ઘરની નજીક નણંદ રહે છે તે પણ જ્યારે ઘરે આવે ત્યારે તેની પણ સાથે પત્ની લડતી હતી કે તારે મારા ઘરે નહીં આવવાનું. પત્ની ઇલાનું પિયર પણ નજીક જ છે. તે અવારનવાર પોતાના પિયરમાં ઝગડો કરીને જતી રહેતી અને પતિ તેને મનાવવા જતો. થોડા દિવસ પહેલા ગૌતમ નોકરી પરથી રાતે ઘરે આવ્યો અને જમવા બેઠો ત્યારે જ ઇલાએ બોલાચાલી શરૂ કરી હતી. તેણે કહ્યું હતું કે, તમે ઘરે કેમ મોડા આવો છો. નોકરીનો સમય આટલો મોડો ન હોય. આવું બોલીને લાકડીનાં ફટકા મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો.
0 Response to "આ તે કેવી માનસિકતા, 92 વર્ષના એક વૃદ્ધે પોતાની જ 90 વર્ષની પત્નીને મારી નાખી, કારણ હતું 2250 રૂપિયા"
ટિપ્પણી પોસ્ટ કરો