એક ઉદ્યોગપતિ પૈસાની પરેશાનીના કારણે ઘરેથી ગૂમ થયો, પછી 100 પોલીસે કરી આકરી મહેનત, અંતે આવી રીતે ઝડપ્યો
આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે નાણા વરગનો નાથિયો અને નાણે નાથાલાલ. એટકે પૈસા હોય તો લોકો માન આપશે. પરંતુ ઘણી વાર પૈસા હોય અને અચાનક નુકસાન થાય તો મોંઘુ પડી શકે છે. ત્યારે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે એક બિઝનેસ મેન પૈસાની તંગીના કારણે ન ભરવાનું પગલું ભરી ગયો હતો.
ગાઝિયાબાદનો એક ઉદ્યોગપતિ આર્થિક પરેશાનીને કારણે તેના ઘરેથી ગાયબ થઈ ગયો. વ્યથિત ઘરવાળાઓએ વેપારીના ગાયબ થયાની જાણ કરી. પોલીસે વેપારીની શોધખોળ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ ઉદ્યોગપતિની કશી ખબર નહોતી કે ક્યાં ગયો અને ક્યાં હોઈ શકે છે. આ પછી 100 પોલીસકર્મીઓની 5 ટીમો બનાવવામાં આવી હતી. 500થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કરાયા હતા.
4 થી 5 રાજ્યોમાં 500 થી વધુ કોલ વિગતોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે એક જગ્યાએથી વેપારીની ચાવી મળી હતી. પરંતુ જે રીતે ઉદ્યોગપતિ ગુમ થયો, પોલીસ પણ આશ્ચર્યચકિત છે. હાલમાં પોલીસે વેપારીને કોલકાતામાંથી ઝડપી લીધો છે.
ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર 27 ઓક્ટોબરના રોજ દિલ્હી જતા ઉદ્યોગપતિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. 28 મીએ દિલ્હીમાં જ રહ્યો હતો. તે પછી 29 મીએ હિમાચલ પંજાબ અને હરિયાણા થઈને હિમાચલ પ્રદેશ પહોંચ્યો હતો. 3 જી નવેમ્બરની બપોરે હિમાચલથી દિલ્હી પરત ફર્યો અને તે કોલકાતા જવા રવાના થયો હતો. આ પછી ગાઝિયાબાદ પોલીસની ટીમો રાત્રે કોલકાતા જવા રવાના થઈ હતી. 6 તારીખે સવારે વેપારીને સલામત રીતે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં ઉદ્યોગપતિએ પોતાનું ઘર છોડી દીધું હતુ એની પાછળ તેની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.
2018ની વાત કરીએ તો મુળ કચ્છના પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા અને મોટા વ્યવસાયની સ્થાપના કરનારા ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર મુંબઈમાંથી લાપતા થયા હતા. લગભગ 18 દિવસ જેટલો સમય થઇ ગયો હતો અને છતાં ન આવતા તેમના પરિજનો ચિંતાતુર બન્યા હતા. કચ્છી ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર ઘરેથી નિકળ્યા બાદ છેલ્લા 18 દિવસથી પરત ન આવતાં પરિજનો ચિંતિત બન્યા હતા. તે 2 ઓક્ટોબરના રોજ મુંબઈના દાદરમાં આવેલી ઓફિસેથી લાપતા થયા હતા. તેઓ આશાપુરા ઈન્ટિમેટ સેશન લિમિટેડના માલિક હતા અને દેશમાં વેલેન્ટાઈન ગ્રુપ નામની રેડિમેડ ચેઈન ચલાવતા હતા. વેલેન્ટાઈન ગ્રુપના સુરત અને વડોદરા શહેરમાં 4 સ્ટોર સહિત દેશના અન્ય જાણીતા શહેરોમાં પણ સ્ટોર ચાલતા હતા.
વેલેન્ટાઈન ગ્રુપના CMD એવા હર્ષદ ઠક્કરને શેરબજારમાં કડાકો બોલાયા બાદ ભારે નુકસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતમાં તેમના વેલેન્ટાઈન ગ્રુપના શેરનો ભાવ 470 પરથી 370 પર આવી ગયો હતો. જેના કારણે તેમનું મોટું નુકસાન થયું હોવાથી હર્ષદ ઠક્કર લાપતા થયા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.
0 Response to "એક ઉદ્યોગપતિ પૈસાની પરેશાનીના કારણે ઘરેથી ગૂમ થયો, પછી 100 પોલીસે કરી આકરી મહેનત, અંતે આવી રીતે ઝડપ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો