સૌરાષ્ટ્રના આ યુવકે અમેરિકામાં વગાડ્યો ડંકો, સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમના વતનમાં ખુશીનો માહોલ

હાલમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની પસંદગી માટે ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે. જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને જીતના દાવા કરી રહ્યા છે. જો કે સામે આવેલા પરિણામોને જોતા બાઈડમનું પલળું ભારે લાગી રહ્યું છે. તો બીજી તરફ આ ચૂંટણીમાં ગુજરાતીઓએ પણ કાઠું કાઢ્યું છે.નોંધનિય છે કે અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાં ગુજરાતીઓની વસ્તી આસરે 20 ટકા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના વાડોદર ગામના વતની એમી બેરા કેલેફોર્નિયામાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ અંગેના સમાચાર વાડોદર ગામમાં આવતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી.

12 ભારતીય મૂળના લોકોનો વિજય

image source

એમી બેરા સિવાય અમેરિકાની ચૂંટણીમાં 12 ભારતીય મૂળના લોકોનો વિજય થયો છે. સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાથી ડેમોક્રેટ ઉમેદવાર 55 વર્ષીય એમી બેરાએ બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાતા વાડોદર સહિત ગુજરાત સહિત દેશના લોકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. વાડોદરના વતની હાલ અમેરિકા વસેલા એવા બાબુભાઇ બેરાના પુત્ર અમી બેરાએ કેલિફોર્નિયાથી બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 55 વર્ષીય અમી બેરા જો બાઈડનની પાર્ટી એટલે કે ડેમોક્રેટ ઉમેદવાર હતા. નોંધનિય છે કે અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે.

વાડોદરમાં દિવાળી પહેલા જ ઉત્સવનો માહોલ

image source

સૌરાષ્ટ્રના નાના એવા ગામના યુવાને અમેરિકામાં સાંસદ બનતા ગુજરાતીઓમાં ખુશીની લહેર છે. લોકો તેમને બધાઈ આપી રહી છે. અને તેમના ગામ વાડોદરમાં દિવાળી પહેલા જ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો એકબીજાને મિઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતીય મૂળના 12 ઉમેદવારોએ જીત નોંધાવી છે. જીતેલા આ ઉમેદવારોમાં 5 મહિલાઓ પણ સામેલ છે. આ બાજુ હાઉસ ઓફ રિપ્રેજન્ટેટિવમાં ચાર ભારતીય મૂળના ઉમેદવાર ફરી ચૂંટાઈ આવ્યા છે. આ સમોસા કોકર્સના નામથી પ્રખ્યાત છે. આ વર્ષે ભારતીય મૂળના લોકોએ અમેરિકાની ચૂંટણીમાં સારૂ પ્રભુત્વ બતાવ્યું છે. અમેરિકામાં થયેલીચૂંટણીમાં કોંગ્રેસ માટે ડોક્ટર એમી બેરા, પ્રેમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિએ જીત મેળવી છે.

વધુ ત્રણ ઉમેદવારોની જીતની સંભાવના

image source

તો બીજી તરફ, હજુ વધુ ત્રણ ઉમેદવારોની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ક્ષણે ડોક્ટર હેરલ ટીપારેનાઇ એરિઝોનામાં આગળ ચાલી રહ્યા છે. જોકે, સેનેટની બેઠકના સંદર્ભમાં તેમનો બઢત ખૂબ ઓછી છે. બીજી તરફ, રૂપેન્દ્ર મહેતા ન્યૂજર્સી સ્ટેટ યુનિટ અને નીના અહમ પેન્સિલ્વેનિયા ઓડિટર જનરલની દોડમાં આગળ ચાલી રહ્યા છે. તો આ અંગે મળતી માહિતી અનુસાર, નીરજ અંતાણીએ ઓહિયો સ્ટેટ સેનેટથી જીત મેળવી લીધી છે. ઓહિયોથી સેનેટ માટે ચૂંટાયેલા નીરજ અંતાણી પહેલા ભારતીય અમેરિકન છે. 29 વર્ષીય નીરજ રિપબ્લિકન છે અને તે ફક્ત 23 વર્ષની ઉંમરે હાઉસ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાઈ આવ્યા હોવાનો રેકોર્ડ ધરાવે છે. તે આ ચૂંટણી જીતવા માટે સૌથી યુવા ભારતીય અમેરિકન બની ગયા છે. જે ભારતીયો માટે ખુશીના સમાચાર છે. નીરજ ઉપરાંત ઉત્તર કેરોલિના સ્ટેટ સેનેટના જય ચૌધરી, એરિઝોના સ્ટેટ સેનેટના અમિષ શાહ, પેનિસલ્વેનીયાના નિખિલ સાવલ, મિશિગન સ્ટેટ યુનિટના રાજીવ પુરી, કેલિફોર્નિયા સેનેટના જેરેમી કોન, ટેક્સાસ જિલ્લાના રવિ સેન્ડિલ જીતી ગયા છે. આમા ઉમેદવારોની જીતથી ભારતમાં તેમના ગામોમાં દિવાળી પહેલા જ ફટાકડા ફૂટવા લાગ્યા છે. અને લોકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.

જાણો અમેરિકાની ચૂંટણીમાં ક્યા ભારતીયોની જીત થઈ

કેશા રામ (Vermont State Senate)

image source

કેશરામનો જન્મ 1986 માં થયો હતો. તે યુવા ભારતીય-અમેરિકન રાજકારણી તરીકે ઓળખાય છે, કેશા રામના પિતા યહૂદી છે અને માતા હિન્દુ છે. કેશા કાનૂની સલાહકાર તરીકે કામ કરે છે. તેમની જીતથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પદ્મ કુપ્પા (Michigan State House)

પદ્મ કુપા ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર છે અને તેમણે મિશિગન સ્ટેટ હાઉસ માટે જીત મેળવી છે. પદ્મા આ પદ માટે પસંદ કરાયેલા પ્રથમ હિન્દુ પ્રવાસી છે. તેમને મિશિગનમાં આસિસ્ટન્ટ વ્હિપ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા.

જેનિફર રાજકુમાર (New York State Assembly)

image source

ભારતીય અમેરિકન જેનિફર રાજકુમાર ન્યુ યોર્ક રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયેલી પ્રથમ દક્ષિણ એશિયન મહિલા છે. જેનિફર રાજકુમાર ઘણા સમયથી સમાજ સેવા કરી રહ્યા છે. રાજકુમાર વ્યવસાયે વકીલ છે. તેમના સેવાના કારણે તે લોકોમાં વધુ ખ્યાતી પામ્યા છે.

વંદના સ્લેટર (Washington State House)

image source

વંદના સ્લેટર કેનેડિયન-અમેરિકન છે. શીખ સમુદાયમાં વંદના અને તેનો પરિવાર ખૂબ જ લોકપ્રિય છે. વંદનાના પિતા ડોક્ટર છે અને તેમણે પોતે ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. આ સિવાય તેમનું ઉચ્ચ શિક્ષણ પબ્લિક પોલીસીના સ્પેશલાઈઝેશન સાથે થયું છે.

નીમા કુલકર્ણી (Kentucky State House)

નીમા કુલકર્ણીએ મિશિગન રાજ્યની વિધાનસભાની ચૂંટણી વિજેતા થયા છે. નીમા કુલકર્ણીના અભ્યાસની વાત કરીએ તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. ડેમોક્રેટ સભ્ય કુલકર્ણી ઇમિગ્રેશન એટર્નીનું કામ કરે છે અને તેઓ આ વિસ્તારમાં ઘણા લોકપ્રીય છે.

0 Response to "સૌરાષ્ટ્રના આ યુવકે અમેરિકામાં વગાડ્યો ડંકો, સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમના વતનમાં ખુશીનો માહોલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel