દિવાળીના તહેવાર વિશે નહીં જાણતા હોવ આ વાત, આ ખાસ માન્યતા સાથે ઉજવાય છે તહેવાર, જાણો તમે પણ

પ્રકાશ અને આનંદનો તહેવાર દિવાળી ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયની વાતને છતી કરે છે. ભારતમાં દિવાળીનો તહેવાર સામાજિક અને ધાર્મિક બંને રીતે મહત્વનો છે. 5 દિવસ સુધી ચાલનારો આ તહેવાર દેશ અને વિદેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે.

ભગવાન રામથી લઈને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે આ તહેવાર

image source

દીવાની સાથે ઉજવાતો આ તહેવાર ખાસ કરીને અનેક અલગ માન્યતા અને પરંપરાઓ સાથે આવે છે. 14 વર્શના વનવાસ બાદ રામ અયોધ્યા આવ્યા તો લોકોએ તેમના મકાનોની સફાઈ કરી અને તેમનું સ્વાગત કર્યું. આ સાથે અન્ય એક કથા એવી પણ છે કે જ્યારે શ્રીકૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો તો તેના આંતકથી તેને મુક્તિ મળી. દ્વારકારની પ્રજાએ દીવા પ્રગટાવીને તેમનો આભાર માન્યો.

સમુદ્ર મંથન સાથે પણ છે ખાસ સંબંધ

image source

એક અન્ય પરંપરા અનુસાર સતયુગમાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ધન્વન્તરિ અને દેવી લક્ષ્મીના પ્રકટ થવા સમયે દીવા કરવામાંય આવ્યા અને આનંદ વ્યક્ત કરાયો હતો. વાત જે પણ હોય તે પણ દીવા આનંદ લાવે છે અને સાથે ખુશીઓને વહેંચવાનું કામ કરે છે.

બ્રહ્મ સ્વરૂપ છે દીવો

image source

ભારતીય સંસ્કૃતિમાં દીવાને સત્ય અને જ્ઞાનનું પ્રતીક ગણાયું છે. કેમકે તે જાતે સળગે છે અને અન્ય પર પ્રકાશ ફેલાવે છે. દીવાની આ વિશેષતાના કારણે ઘાર્મિક પુસ્તકોમાં તેને બ્રહ્મા સ્વરૂપ માનવામાં આવે છે.

સૂર્યનો ભાગ છે દીવો

image source

કહેવાય છે કે દીપદાનથી શારીરિક અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી ત્યાં દીપકનો પ્રકાશ પહોંચી જાય છે. દીપકને સૂર્યનો ભાગ સૂર્યાંશ સંભવો દીપઃ કહેવામાં આવે છે.

0 Response to "દિવાળીના તહેવાર વિશે નહીં જાણતા હોવ આ વાત, આ ખાસ માન્યતા સાથે ઉજવાય છે તહેવાર, જાણો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel