આ મહિલાની હિંમત જોઈને યમરાજા પણ નથી આવતા પાસે, અકસ્માતમાં છાતીનો ભાગ ઓગળી ગયો છતા જીવી રહી છે જિંદગી
એક વખત યમરાજને છેતરવું એ મોટી વાત બની જાય છે પરંતુ આજે આપણે જે સ્ત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક કે બે વાર ડોજ નથી કરી, પરંતુ પાંચ વખત મોતને ઘાટ ઉતારી છે. મૃત્યુને માત આપવી એ એક મુશ્કેલ કાર્ય છે. એક વખત યમરાજને છેતરવા એ જ મોટી વાત બની જાય છે પરંતુ આજે આપણે જે સ્ત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ તેણે એક કે બે વાર નહી પરંતુ પાંચ વખત મોતને માત આપી છે. 36 વર્ષીય એમિલી એસેરે પાંચ વખત મોતને માત આપી છે. ઘરના બગીચામાં કામ કરતી વખતે અકસ્માતનો ભોગ બનેલી એમિલી કહે છે કે આ અનુભવોએ તેને મજબૂત બનાવી છે.
એમિલી 35 ટકા બળી ગઈ
જે અકસ્માતે એમિલીને મજબૂત બનાવી, તેના તેના શરીરમાં ઉંડા ઘા કરી દીધા છે. જેને જોવા પણ મુશ્કેલ છે. પરંતુ એમિલી હવે આ નિશાનોને તેના જીવનની જીત કહે છે. આ દુર્ઘટનામાં એમિલીના ગળા નિચે અને તેના છાતીનો આખો ભાગ ઓગળી ગયો હતો. તેમાં એમિલી 35 ટકા બળી ગઈ હતી. પરંતુ, આજે મહિલાઓ સાથે પોતાનો અનુભવ વહેંચીને તે બીજાને જીવન જીવવાની હિંમત આપી રહી છે. ચાલો તમને આ મજબુત મહિલાની કહાની જણાવીએ, જેમાં તેણે લોકોને કહ્યું કે તેણે કેવી રીતે પાંચ વાર મોતને માતા આપી.
2017 માં એમિલી સાથે એક દુ:ખદ અકસ્માત થયો
માર્ચ 2017 માં 36 વર્ષીય એમિલી સાથે એક દુ:ખદ અકસ્માત થયો. આમાં તેનું 35 ટકા શરીર બળી ગયું હતું. થર્ડ ડિગ્રી બર્ન સાથે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઇન્ડિયાનાની રહેવાસી એમિલી અગાઉ હેર સ્ટાઈલિશ હતી. સાથે તે લોકોનો મેકઅપ પણ કરતી હતી. પરંતુ આ અકસ્માતના કારણે તે તુટી ગઈ. તેણે ફરીવાર બોલવાનું, ચાલવાનું અને ખાવું શીખવુ પડ્યું.
ગેસ કેનમાં થયેલા વિસ્ફોટથી તેની સ્થિતિ ખરાબ થઈ ગ
બગીચામાં કામ કરતી વખતે ગેસ કેનમાં થયેલા વિસ્ફોટથી તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ. અકસ્માત બાદ તે ચાર મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી. જ્યાં તેના શરીર ઉપર 35 સર્જરીઓ થઈ હતી. પરંતુ તેણે હાર માની ન હતી.એમલીને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તેના ગળાનો નિચ્ચેનો ભાગ ઓગળી ગયો હતો.તેની છાતી ઓગળી ગઈ હતી. ડોક્ટરોએ તેની આખી છાતી કાઢી નાખવી પડી.
એમિલી દર વખતે મૃત્યુને માત આપીને પાછી ફરી
એમિલીએ આ ઘટના વિશે જણાવ્યું કે તે બગીચામાં આગ સળગાવી રહી હતી જ્યારે તે બુઝાવા લાગી ત્યારે એમિલીએ તેને ફરીથી સળગાવવા માટે ગેસ કેન ખોલ્યું. ત્યારે આ અકસ્માત થયો. અકસ્માત પછી, એમિલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પાંચ વખતા ડોકટરોને આવું લાગ્યું કે હવે એમિલી નહિં બચે. પરંતુ એમિલી દર વખતે મૃત્યુને માત આપીને પાછી ફરી.
એમિલી હવે મુક્તપણે પોતાનું જીવન જીવી રહી છે
અકસ્માતના આટલા સમય પછી એમિલી હવે મુક્તપણે પોતાનું જીવન જીવી રહી છે. તેમની પાસે બે પાલતુ કૂતરા છે જેની સાથે રમતા એમિલીનો સમય પસાર થાય છે. તેણીને બહાર ફરવું અને મસ્તી કરવી પસંદ છે. પોતાના મૃત્યુના નજીકના અનુભવ વિશે એમિલી કહે છે કે, અકસ્માતે તેને મજબૂત બનાવી હતા. હવે તે પોતાની સામાન્ય રીતે નથી લેતી. દરેક ક્ષણને મુક્તપણે જીવવામાં માને છે કારણ કે મૃત્યુ ક્યા સમયે આવી જાય કઈ કહી ન શકાય.
0 Response to "આ મહિલાની હિંમત જોઈને યમરાજા પણ નથી આવતા પાસે, અકસ્માતમાં છાતીનો ભાગ ઓગળી ગયો છતા જીવી રહી છે જિંદગી"
ટિપ્પણી પોસ્ટ કરો