અમદાવાદીઓ દિવાળીની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા, લાલ દરવાજા ખાતે જામી લોકોની ભારે ભીડ, ખાસ રાખો કોરોનાકાળમાં ધ્યાન નહિં તો..
દિવાળી જેમ જજેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકો ખરીદી માટે બજારમાં આવી રહ્યા છે. જેના કારણે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા અને માસ્ક પણ નથી પહેરતા જેના કારણે કોરોના ફરી વકરવાની ચિંતા નિષ્ણાતો કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી અમંદાવાદના લાલ-દરવાજા અને બાપુનગરના ભીડ ભંજન ખાતે લોકોની ભીડ જોવા મળી રહી છે. જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શહેરના ભદ્ર-લાલ દરવાજાના પાથરણાંબજારમાં લોકો દિવાળીની ખરીદી કરવા માટે બેફામ બની કોરોનાને ભૂલી ગયા છે. ખરીદી સમયે કોરોનાની ગાઈડલાઈન્સનું કોઈપણ પ્રકારનું પાલન કરવામાં આવતું નથી.
ભીડભંજન માર્કેટ ખાતે લોકો મોટી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન માર્કેટ ખાતે લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા.મહત્વની વાત છે કે લોકો covid-19 ગાઇડ લાઈનનો ભંગ કરતા જોવા મળ્યા. ખરીદી કરવા આવેલા તમામ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ જવા મળ્યો. કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. કોરોના મહામારીનો ડર લોકોમાંથી દૂર થઇ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.
આવી જ સ્થિતિ શહેરનાં અન્ય બજારોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં બજારમાં ભીડ સુપર સ્પ્રેડર બનીને કોરોનાને વધુ તીવ્ર બનાવી શકે છે અને કોરોનાની બીજી લહેર આવી શકે છે. ગુજરાત સરકાર કે અમદાવાદ મ્યુનિ. કોર્પો.નો આરોગ્ય વિભાગ આ ભીડ સામે પગલાં નહીં લે તો કોરોનાની વકરશે. નોંધનિય છે કે ભદ્ર- લાલ દરવાજા પર અમદાવાદ શહેર જ નહીં પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લોકો ખરીદી માટે આવે છે.
અમદાવાદ માટે ઘાતક સાબિત થઇ શકે છે
દીવાળીના તહેવાર માટે અમદાવાદીઓ જે રીતે કોરોનાના ડર વિના- સોશિયલ ડીસટન્સનો ભંગ કરી ખરીદી કરી રહ્યા છે તે બાબત અમદાવાદ માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ બાબતને અમદાવાદ મહાનગરપાલિકાએ અતિગંભીર ગણાવી છે. જો આ રીતે ખરીદી કરવામા આવશે તો આગામી દિવસોમા કોરોનાના કેસોમાં વધારો થવાની શક્યતા આરોગ્ય અધિકારી વ્યકત કરી રહ્યા છે. અહીં ખરીદી કરવા માટે ઊમટેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ હતો અને અનેક લોકો બજારમાં માસ્ક વગર ફરી રહ્યા છે. જાણે ક્યાંય કોરોના છે જ નહીં. બીજી તરફ પોલીસે ત્રણ દરવાજાની પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટેનાં બોર્ડ લગાવ્યાં છે. પરંતુ તેની લોકો પર કોઈ અસર થતી હોય તેવું લાગી રહ્યું નથી.
લોકો અને વેપારીઓ માસ્ક વગર ફરતા દેખાયા
મહાનગરપાલિકાના હેલ્થ ઓફીસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર બને ત્યાં સુધી ભીડવાળી જગ્યા પર ખરીદી કરવાનુ ટાળવું જોઇએ, કેટલાક લોકો હજી પણ માસ્ક વિના ફરી રહ્યા છે. આમ કરવું એ જોખમી સાબિત થઇ શકે છે. કોટ વિસ્તારમા રવિવારે મોટાપાયે ભીડ જોવા મળી હતી. શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે લોકો અને વેપારીઓ ફરી રહ્યા છે. ત્રણ દરવાજા પાસે આવેલા નગર દેવી ભદ્રકાળી મંદિર પાસે મોટી સંખ્યામાં પાથરણાંવાળા લોકો બેઠા હતા, જ્યાં અનેક લોકો માસ્ક વગર ફરી રહ્યા હતા. ત્યાંથી ત્રણ દરવાજા તરફ જતા ત્યાં રસ્તા પર ચાલવાની પણ જગ્યા ન હતી. આવી સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધશે તો જવાબદાર કોણ આ પ્રશ્ન છે.
પોલીસ કરે છે માસ્કનું વિતરણ
આ અંગે પોલીસે કહ્યું કે અમે બજારમાં આવતા લોકોને રોજ 500 જેટલાં ડિસ્પોઝલ માસ્ક વિતરણ કરીએ છીએ તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અમે અલગ અલગ જગ્યાએ મોટા બેનર લગાવ્યાં છે. એની સાથે માઈકમાં પણ એનાઉન્સમેન્ટ કરીને સૂચના આપીએ છીએ પણ આજે કોઈ કારણસર થોડા સમય માટે એ બંધ હશે. જો કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ શકે તેમ છે. જેનું ઉદાહરણ અમેરિકા અને યુરોપના અન્ય દેશો છે. અમેરિકામાં હાલમાં રોજ એક લાખ કેસ સામે આવી રહ્યા છે. જે પહેલા તબક્કા કરતા ઘણા વધારે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "અમદાવાદીઓ દિવાળીની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા, લાલ દરવાજા ખાતે જામી લોકોની ભારે ભીડ, ખાસ રાખો કોરોનાકાળમાં ધ્યાન નહિં તો.."
ટિપ્પણી પોસ્ટ કરો