આ ફળ ખાવાથી સફેદ ડાઘ થાય છે દૂર, બીજા આ ફાયદાઓ વિશે જાણીને તમને પણ લાગશે નવાઇ

જાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.ઘણા લોકોને ખબર નથી કે ડાયાબીટિઝની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે.આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે જાંબુના સેવનથી ડાયાબીટિઝની સમસ્યા દૂર થાય છે અને આ સિવાય પણ જાંબુ બીજી કઈ સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે.

image source

5-6 ગ્રામ જાંબુની સૂકી ગોઠલીનો પાવડર અને પાણી દિવસમાં બે કે ત્રણ વખત ખાવાથી ડાયાબીટિઝની સમસ્યામાં ફાયદો થાય છે.
30 ગ્રામ જાંબુના તાજા પાંદડા અને 5 કાળા મરીના દાણા સારી રીતે પીસી લો.દરરોજ સવારે અને સાંજે પાણી સાથે આ પેસ્ટનું સેવન કરવાથી ડાયાબીટિઝની સમસ્યામાં રાહત મળે છે.

દિવસમાં ત્રણ વખત 10-10 ગ્રામ જામુનનો રસ પીવાથી તમને ડાયાબીટિઝની સમસ્યામાંથી રાહત મળે છે.

image source

તમારા ખોરાકમાં જાંબુનો સમાવેશ કરો.જાંબુ શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અને જાંબુથી આપણે કેન્સર જેવી ભયાનક બીમારીથી પણ બચી શકીએ છીએ.જાંબુમાં બાયોએકટીવે ફાયટોકેમિકલ્સ હોય છે,એવી જ રીતે ફાયટોકેમિકલ્સમાં એન્થોસાયનિન નામનું રસાયણ હોય છે.જે કેન્સર માટે બનતી કોશિકાઓને બનતા અટકાવે છે.આવી રીતે જાંબુ અન્ય બીમારીઓમાં અને ખાસ કરીને કેન્સરથી બચવામાં એક પ્રાકૃતિક વરદાન છે.

image soucre

‘સફેદ ડાઘ’થી પીડિત લોકોએ જાંબુ ખાવા જ જોઇએ.જાંબુ એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર હોય છે. તેને ખાવાથી શરીરની પ્રતિરક્ષા પણ મજબૂત થાય છે.જાંબુ ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.જો તમારા ચેહરા પર કોઈ ખીલ અથવા ડાઘ છે.તો તમે જાંબુના બીને પીસીને પાવડર બનાવો,પછી આ પાવડરમાં પાણી અથવા ગુલાબજળ નાખીને એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને તમારી ડાઘ અથવા ખીલવાળી ત્વચા પર લગાવો.થોડા દિવસોમાં તમારી ત્વચા એકદમ સાફ થઈ જશે.

image source

દાંત અને પેઠાને લગતી ઘણી સમસ્યાઓ હલ કરવામાં જાંબુ ફાયદાકારક માનવામાં આવે છે.આ માટે તમે જાંબુના બી પીસી લો અને તેનો એક પાવડર બનાવો.આ પાવડરથી બ્રશ કરવાથી દાંત અને પેઠા સ્વસ્થ રહે છે.

image soucre

જો તમને લીવરની સમસ્યા હોય,તો જાંબુના રસથી તે દૂર થાય છે.તમારે દિવસમાં સવાર-સાંજ જાંબુનો રસ પીવો.
જાંબુથી ગઠિયા-વાના દુખાવામાં પણ રાહત મળે છે.આ માટે તમે જાંબુની છાલને પાણીમાં ખુબ જ ઉકાળો,આ પછી આ પાણી ગાળી લો અને એ પાણીથી તમારા પગ ધોવો.આ ઉપાયથી તમને થોડા દિવસમાં જ અસર દેખાશે.

સ્ત્રીઓના તેમના સમયગાળા દરમિયાન વધુ પડતા રક્તસ્રાવની તકલીફમાં આ પાવડર ખુબ ફાયદાકારક હોય છે. દિવસમાં 2 3 વાર ઠંડા પાણી સાથે એક ચમચી પાવડર પીવાથી ફાયદો થશે.

image soucre

ભલે બાળકો હોય કે મોટી ઉંમરના લોકો અત્યારે આંખોની સમસ્યા સામાન્ય છે.આંખને લગતી ઘણી સમસ્યા છે,જેમ કે આંખોમાં દુખાવો થવો,આંખોમાં બળતરા થવી,આંખોમાંથી વારંવાર પાણી નીકળવું વગેરે.આ સમસ્યા દૂર કરવા માટે તમે15-20 જાંબુના નરમ પાંદડા લો અને તેને 400 મિલી પાણીમાં ઉકાળો.જ્યારે આ ઉકાળો એક ક્વાર્ટર બાકી રહે ત્યારબાદ ગેસ બંધ કરો અને આ ઉકાળો ઠંડો થવા દો.જયારે આ ઉકાળો ઠંડો થાય ત્યારબાદ તેનાથી આંખો ધોઈ લો આ તમારી આંખોની દરેક સમસ્યા દૂર કરશે.

મોટે ભાગે જ્યારે ખોરાક અને પીણામાં પરિવર્તન આવે ત્યારે મોમાં ફોલ્લા થાય છે.આ ફોલ્લા દૂર કરવા માટે જાંબુના પાનનો રસ બનાવો અને તે રસથી નિયમિત કોગળા કરો.10-15 મિલીલીટર જાંબુના પાનના રસનું નિયમિત સેવન કરો.તેનાથી ગળાના રોગો પણ મટે છે.

image soucre

આ સાથે ગળાના દુખાવો દૂર કરવા માટે 1-2 ગ્રામ જાંબુના ઝાડની છાલનો ચૂર્ણ લો.આ પાવડરનું સેવન મધ સાથે કરવાથી પણ રાહત મળે છે.
જો વારંવાર ડાયરિયાની સમસ્યા થાય,તો 5-10 મિલી જાંબુના પાનનો રસ બનાવો.આ રસને 100 મિલી બકરીના દૂધમાં મિક્સ કરીને પીવો.તમારી ડાયરિયાની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "આ ફળ ખાવાથી સફેદ ડાઘ થાય છે દૂર, બીજા આ ફાયદાઓ વિશે જાણીને તમને પણ લાગશે નવાઇ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel