નિયા શર્મા અને રવિ દુબે બીચ પર જોવા મળ્યા આ રોમેન્ટિક અંદાજમાં, જોઇ લો તસવીરોમાં તમે પણ

ટીવીની જાણીતી અભિનેત્રિ નિયા શર્મા સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણી હંમેશા પોતાની તસ્વીરો તેમજ વિડિયો શેર કરી ફેન્સની સાથે જોડાયેલી રહે છે. નિયા શર્મા અને એક્ટર રવિ દુબે જલદી જ જમાઈ રાજા 2માં જોવા મળવાના છે જેના માટે ફેન્સમાં પણ ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલ માંજ નિયા શર્મા અને રવિ દુબેએ કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.

image source

જે ખૂબ વયારલ થઈ રહી છે, આ ત્સવીરોમાં તે બન્ને બીચ પર રોમાંટિક અંદાજમાં જોઈ શકાય છે. નિયા શર્માએ થોડા સમય પહેલાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી છે, જેને અત્યાર સુધીમાં 4.82 લાખ લાઇક્સ મળી ગઈ છે.

image source

નિયા શર્મા રવિ દુબે તસ્વીરમાં બીચ પર ઉભા રહેલા દેખાઈ રહ્યા છે. બન્નેની આ તસ્વીરને લઈને પવિત્ર રિશ્તા એક્ટ્રેસ આશા નેગીએ કમેન્ટ કરી છે. તેણીએ લખ્યું છે, ‘ઉફ્ફ…’ આ ઉપરાંત તસ્વીર પર રેહના પંડિતે પણ કમેન્ટ કરી છે, તેણે લખ્યું છે, ‘બસ પુરું… એક તરફ મિત્ર અને એક તરફ ક્રશ, બન્ને સુપરથી ઉપર…’ તસ્વીરમાં નિયા શર્મા અને રવિ દુબેની કેમેસ્ટ્રી ખરેખર જોવા લાયક છે. તમને જણાવી દઈએ કે નિયા શર્મા સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ પહેલાં પણ તેણીએ કેટલીક તસ્વીરો શેર કરી હતી જેમાં તેણી બીચ પર પોઝ આપી રહેલી જોવા મળી હતી.

જો કે આ પહેલીવાર નથી કે નિયાએ કોઈ બોલ્ડ તસ્વીર શેર કરી હોય. નિયા અવારનવાર બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. કોઈ અવોર્ડ ફંક્શન હોય કે પછી કોઈ સોશિયલ ગેધરિંગ હોય નિયા હંમેશા બોલ્ડ દેખાવામાં જ માને છે અને તેનો આ બોલ્ડ અવતાર અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે.

હજુ થોડા સમય પહેલાં જ નિયા શર્માનો બર્થડે ગયો હતો અને તે વખતે તેણી પોતાના સુંદર અને બોલ્ડ વસ્ત્રોના કારણે તો ચર્ચામાં રહી જ હતી પણ સાથે સાથે તેણીની એડલ્ટ બર્થડે કેકના કારણે પણ ચર્ચામાં રહી હતી અને ઘણા ફેન્સે તેણીને આ બાબતને લઈને ખૂબ ટ્રોલ પણ કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં નિયા શર્માની ગણતરી એશિયાની સુંદર સ્ત્રીઓની યાદીમાં કરવામાં આવી હતી. નિયા પ્રથમવાર ટેલિવિઝન સિરિઝમાં જોવા મળી હતી પણ તેણીને તેની ખરી ઓળખ નાગિન સિરિયલથી મળી હતી અને ત્યાર બાદ તેણી ખતરો કે ખિલાડી રિયાલીટી શોમાં પણ જોવા મળી હતી. અને તેની સાથે સાથે જ તેણી પોતાના આ પ્રકારના બોલ્ડ ફોટો શૂટના કારણે પણ ચર્ચામાં રહે છે.

0 Response to "નિયા શર્મા અને રવિ દુબે બીચ પર જોવા મળ્યા આ રોમેન્ટિક અંદાજમાં, જોઇ લો તસવીરોમાં તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel