બૉલીવુડ અભિનેતા જે છે આ મોટા ખાનદાનના જમાઈ, એકનો તો છે બચ્ચન પરિવાર સાથે સંબંધ.
ગ્લેમરની દુનિયામાં ભલે પ્રેમ,લગ્ન અને ડિવોર્સ સામાન્ય વાત હોય પણ સંબંધોનું પણ એક અલગ જ મહત્વ છે. એમ ભલે એકટર કોઈનો ભાઈ હોય કે પછી કોઈના કાકા કે પછી કોઈના જમાઈ. વાત કરીએ જમાઈનો તો ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સુપરહિટ અભિનેતાઓ છે જે મોટા ખાનદાનના જમાઈ છે. તો ચાલો એક નજર નાખીએ એ અભિનેતાઓ પર જેમને બૉલીવુડ સાથે સંબંધ ધરાવતા પરિવારની દીકરી સાથે કર્યા છે લગ્ન.
ધનુષ.

દુનિયાભરમાં પોપ્યુલર સોન્ગ કોલાવરી ડીથી લોકપ્રિય બનેલા દક્ષિણ ફિલ્મોના સફળ અભિનેતા ધનુષને નવી ઓળખ બૉલીવુડ ફિલ્મ રાંઝનાથી મળી હતી.એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભગવાન માનવામાં આવતા મેગાસ્ટાર રજનીકાંતના જમાઈ છે. એમને એમની મોટી દીકરી ઐશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા છે.
કુણાલ ખેમુ.

કુણાલ ખેમુ પટોડી ખાનદાનના જમાઈ છે. એમને પોતાનાથી ઉંમરમાં પાંચ વર્ષ મોટી ગર્લફ્રેન્ડ સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે. વર્ષ 2009માં આવેલી ફિલ્મ ઢુંઢતે રહે જાઓગેના શૂટિંગ દરમિયાન એ બંને એકબીજા માટે ફીલિંગસ વ્યક્ત કરી હતી અને પ્રેમનો એકરાર પણ કર્યો હતો. બે વર્ષ સાથે રહ્યા પછી કુણાલે સોહાને પેરિસમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. લગ્ન પછી હવે એમની એક દીકરી છે જેનું નામ ઇનાયા છે.
અક્ષય કુમાર.

અક્ષય કુમાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડીયાના જમાઈ છે. એમને વર્ષ 2001માં એમની દીકરી ટ્વીનકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.
આયુષ શર્મા.

લવયાત્રી ફેમ એકટર આયુષ શર્મા ખાન પરિવારના જમાઈ છે. એમને વીતેલા જમાનાના ઉમદા સ્ક્રીપટ રાઇટર સલીમ ખાનની દીકરી અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે 30 નવેમ્બર 2014માં લગ્ન કર્યા હતા.
કુણાલ કપૂર.

રંગ દે બસંતી ફેમ કુણાલ કપૂર બચ્ચન પરિવારના જમાઈ છે. એમને અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજીતાભ બચ્ચનની દીકરી નૈના સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા.
શરમન જોશી.

એકટર શરમન જોશી બોલીવુડમાં પોતાના કોમેડી સ્ટાઇલના કારણે ખૂબ જ લોકપ્રિય છે. એમને ફિલ્મ ગોલમાલ અને બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સથી બોલીવુડમાં મોટી ઓળખ મળી હતી. કદાચ જ તમને ખબર હશે કે શરમન જોશી જૂની ફિલ્મોના જાણીતા વિલન પ્રેમ ચોપરાના જમાઈ છે.
અજય દેવગન

બોલીવુડમાં અજય દેવગનની એક્શન ફિલ્મોનો સિક્કો આજે પણ ચાલી રહ્યો છે. એમને વર્ષ 1999માં એક્ટ્રેસ તનુજા અનવ ડાયરેકટર સોમુ મુખર્જીની દીકરી કાજોલ સાથે લગ્ન કર્યા હતા. બોલીવુડમાં અજય અને કાજોલની જોડીને ખૂબ જ સુંદર જોડી માનવામાં આવે છે.
0 Response to "બૉલીવુડ અભિનેતા જે છે આ મોટા ખાનદાનના જમાઈ, એકનો તો છે બચ્ચન પરિવાર સાથે સંબંધ."
ટિપ્પણી પોસ્ટ કરો