કાગડાનો આ વિડીયો જોઇને તમે પણ રહી જશો દંગ, અને બોલી ઉઠશો માણસ કરતા….
આપણે પોતાના નાનપણમાં સાંભળેલ તરસ્યા કાગડા (Crow)ની વાર્તા જરૂરથી સાંભળી હશે. જેમાં એક કાગડો તરસ્યો કાગડો (Thirsty
Crow) પોતાની તરસ છીપાવવા માટે એક ઘડા (Pot)ની પાસે જાય છે જેમાં પાણી ખુબ જ ઓછું છે અને કાગડાની ચાંચ ત્યાં સુધી પહોચી
શકતી નથી. પાણી પીવા માટે કાગડો એક યુક્તિ શોધે છે. જેના માટે કાગડો પોતાની ચાંચમાં જમીન પર પડેલ આસપાસના નાના નાના
પથ્થર ઉઠાવીને ઘડામાં નાખવા લાગે છે. આવી રીતે પથ્થર નાખવાથી ઘડામાં નીચે રહેલ પાણી ઉપર આવવા લાગે છે અને કાગડો પાણી
(Water) પીવા લાગે છે અને પાણી પીને ચાલ્યો જાય છે. આ વાર્તા કેટલી સાચી છે અને કેટલી ખોટી છે આ વાતની કોઈને ખબર નથી પરંતુ નાના બાળકોને શીખ આપવા માટે એના કરતા સારું ઉદાહરણ કોઈને મળ્યું નથી. પરંતુ હવે આ વાર્તા હકીકતમાં એક ઘટનામાં ફેરવાઈ
ગઈ છે.
ખરેખરમાં હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો ઝડપથી વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક કાગડો આપણા નાનપણની વાર્તાને પૂરી કરતો જોવા મળી રહ્યો છે. એટલે કે, કાગડો પોતાની તરસ છીપાવવા માટે પોતાની ચાંચમાં પથ્થરને ઉઠાવીને ઘડામાં નાખે છે.
This crow has a degree in physics. pic.twitter.com/G1rvh4CqET
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 15, 2020
પરંતુ વાયરલ થઈ રહેલ વિડીયોમાં ઘડાને બદલે કાગડો એક બોટલમાં પથ્થર નાખતા જોવા મળે છે. આ વિડીયો જેણે પણ જોયો તેઓ અચરજ પામી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વિડીયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ભારતીય વન સેવા (IFS) ના અધિકારી પરવીન કાસવાનએ આ વિડીયો શેર કર્યો છે. આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, એક કાગડો એક બોટલની પાસે બેઠો છે.
આ કાગડાને કદાચ તરસ લાગી છે. બોટલમાં પાણી તો છે પરંતુ તેની ચાંચ ત્યાં સુધી પહોચી શકે એમ છે નહી તો કાગડાએ પોતાની ચાંચમાં
એક પથ્થર લઈને આવે છે અને બોટલમાં નાખે છે. જેનાથી પાણી ઉપર આવે છે અને કાગડો પાણી પીવા લાગે છે. ત્યાર બાદ ફરીથી કાગડો
એક પથ્થર લાવીને બોટલમાં નાખે છે અને પોતાની તરસ છીપાવે છે. આ વિડીયોને શેર કરતા પરવીન કાસવાનએ કેપ્શન આપ્યું છે કે, ‘આ
કાગડાની પાસે ભૌતિક વિજ્ઞાનની ડીગ્રી છે.’
તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ શેર કરવામાં આવેલ આ વિડીયોને અત્યાર સુધી, ચાર લાખ કરતા વધારે વાર જોઈ લીધો છે. પરવીન કાસવાનએ પણ જણાવ્યું છે કે, આ કાગડો જ નહી ઉપરાંત તેમના જ પરિવારના Black Billed Magpie છે. આ વિડીયો જોયા પછી બધા જ યુઝર્સ આ વિડીયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે.
Why to use pebbles now when a straw is available! Change with the time. pic.twitter.com/xMAGnPTEEy
— Abhishek Kumar (@ABHI15021996) November 16, 2020
આ વિડીયોની સાથે જ તેમણે પોતાની સાથે થયેલ એક બનાવ પણ જણાવ્યો છે. એક યુઝરએ લખ્યું છે કે, સર મારા દાદી જયારે અમારી
ગામમાં વલોણું કરતા હતા, તો એક કાગડો જાણી જોઇને આંગણાના બીજા ખૂણામાં હાડકા વિખેરતા હતા, જયારે દાદી તેને સાફ કરવા
લાગ્યા તો બીજા કાગડા વલોણા માંથી ખાવા લાગ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કાગડાનો આ વિડીયો જોઇને તમે પણ રહી જશો દંગ, અને બોલી ઉઠશો માણસ કરતા…."
ટિપ્પણી પોસ્ટ કરો