સાંધાના દુઃખાવવામાં રાહત આપે છે આ ખાસ ઉપાયો, આજથી જ કરો શરૂ

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે તેના કેટલાય કારણ છે. શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ વૃદ્ધિ થાય છે. બલ્ડ સર્ક્યુલેશન ઠીક ન હોવા ઉપરાંત રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે, જેનાથી શરીરના ભાગોમાં લોહી પહોંચી શકતું નથી. લોહી સંચારિત ન હાવાને કારણે બૉડી ટેમ્પરેચર ઓછુ થવા લાગે છે, જેનાથી સાંધા જકડાઇ જાય છે. એટલા માટે શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહે છે.

જાણો, દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઉપાય વિશે…

image source

સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે કયા લોકોને થાય છે વધારે સમસ્યા? ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટાઇડ સંધિવા, સાંધાનો દુખાવો, પહેલાની ઇજા અથવા ઉમર લાયક લોકોને આ સમસ્યા વધારે જોવા મળે છે. ઘૂંટણો ઉપરાંત આ સમસ્યા કોણી, ખભા અને હાથમાં પણ થઇ શકે છે.

ઘીનું સેવન કરો

image soucre

સંધિવા એક એવો રોગ છે જેમાં વા ની સમસ્યા વધી જાય છે જેનાથી આખા શરીરમાં નમી ઘટવા લાગે છે અને કારણે ચિકણાશ ઓછી થઇ જાય છે. ઘી, તલ અથવા ઓલિવ તેલના ઉપયોગથી સોજામાં રાહત મળે છે, સાંધામાં ચીકણાશ પેદા થાય છે અને સાંધા જકડાઇ જવાની સમસ્યામાં રાહત મળે છે.

યોગથી દૂર ભગાડો રોગ

image soucre

યોગ 100 રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકે છે. જો તમે અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો. આ ઉપરાં સવાર-સાંજ 25-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે.

ખાણી-પીણીનું ધ્યાન રાખો

image source

સાંધાના દુખાવામાં રાહત માટે યોગ્ય અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. કારેલા, રીંગણ, લીમડો અને ડ્રમસ્ટિકનું સેવન આ રોગમાં વધારેમાં વધારે કરો અને આ સાથે જ એવોકાડો પણ ખાઓ.

image soucre

શિયાળાનો કુમળો તડકો સવારે 10-15 મિનિટ હુંફાળા તડકામાં ફરો અથવા યોગ કરો. તેનાથી શરીરને વિટામિન ડી મળશે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "સાંધાના દુઃખાવવામાં રાહત આપે છે આ ખાસ ઉપાયો, આજથી જ કરો શરૂ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel