સુંદર દેખાવવા માટે કરી લો રસોડાની આ 1 વસ્તુનો ઉપયોગ, છે અઢળક ફાયદા

જો તમે સુંદર દેખાવવા ઈચ્છો છો તો તમે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સના બદલે સિમ્પલ ચીજનો ઉપયોગ કરી શકો છો. તેની કોઈ ખાસ સાઈડ ઈફેક્ટ પણ નથી. તે તમારા રસોડામાં સરળ રીતે મળી રહે છે. હા વાત કરી રહ્યા છીએ હળદરની. ચપટી હળદરની મદદથી તમે તમારી અને બ્યૂટી સમસ્યાઓને સોલ્વ કરી શકો છો.

image source

ચહેરા પરના ડાઘની સમસ્યા હોય તો તમે તેને હળદરના માસ્કથી દૂર કરી શકો છો. હળદર દરેક ભારતીયના ઘરમાં હોય છે. તેમાં સારા ઔષધીય ગુણ આવેલાં હોય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જ નહીં પરંતુ બ્યૂટીથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે. તો આવો જાણીએ કેવી રીતે હળદરનો ઉપયોગથી ચહેરા પર સુંદરતા લાવી શકાય.

હળદરની બ્યૂટી બેનિ્ફિટ્સ

ચહેરા પર લાવો ચમક

image soucre

હળદરની પેસ્ટ લગાવવાથી ન ફક્ત ત્વચામાં ચમક આવે છે પરંતુ જેથી તમે એન્ટિ-એજિંગની સમસ્યાથી પણ બચી શકો છો. એન્ટિ-એજિંગની પેક બનાવવા માટે 2 ચમચી ચંદન પાઉડર,4 ચપટી હળદર અને 2 ચમચી દૂધન મિક્સ કરો. પછી 10-15 મિનીટ સુધી ચહેરા પર મસાજ કરો અને સુકાયા બાદ પાણીથી ધોઇ લો. જેથી ત્વચામાં નિખાર આવશે.

ખીલ દૂર કરો

image soucre

હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે ખીલને દૂર કરે છે. 5 ચમચી બેસન,1/4 ચમચી હળદર,1 ચમચી કાચુ દૂધ તેમજ મધ ઉમેરો. આ લેપને 15થી20 મીનિટ સુધી ચહેરો અને ગરદન પર લગાવી રાખો જે બાદ ચોખા પાણીથી ધોઇ લો. તે ખીલ દૂર કરવા,ત્વચા પર ગ્લો વધારવામાં મદદગાર છે.

સૂકી ત્વચાથી બચો

image soucre

ચપટી હળદરમાં 3 ચમચી મધમાં 2 ચમચી ગુલાબજળ ઉમેરી 10-15 મિનીટ સુધી ચહેરા પર લગાવો. પછી ગરમ પાણીથી સાફ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર આ ફેસ પેક લગાવવાથી ત્વચામાં ગ્લો આવશે અને સુકા પણ દૂર થઇ જશે.

વધારો દાંતની ચમક

image soucre

હળદરને ટૂથપેસ્ટના જેમ દાંતો પર 10-15 મીનિટ સુધી લગાવો અને પછી પાણીથી સાફ કરી લો. જેથી ન ફક્ત દાંતની પીળાશ દૂર થશે પરંતુ આ શ્વાસની દુર્ગધને પણ દૂર કરશે.

ફાટેલી એડિયો માટે રામબાણ

શિયાળામાં હંમેશા એડિઓ સુકી થતા ફાટવા લાગે છે. એવામાં હળદર,નારિયેળ તેલ તેમજ કેસ્ટર ઓયલ મિક્સ કરી 10-15 મિનીટ સુધી લગાવો. પછી ગરમ પાણીથી પગને સાફ કરી લો. જેથી ફાટેલી એડિઓ કોમળ તેમજ મુલાયમ બનશે.

ખરતા વાળની સમસ્યાને કરો દૂર

image soucre

ખરતા વાળની સમસ્યાઓને દૂર કરવા માટે પણ તમે હળદર માસ્કનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે હળદર પાઉડરમાં કાચું દૂધ મિક્સ કરો. જો તમારા વાળ ડ્રાય છે તો તેમાં થોડુંક મધ મિક્સ કરો. આ પેસ્ટથી સ્કેલ્પ પર મસાજ કરો અને પછી માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોવા. નિયમિત રૂપથી આ માસ્કનો ઉપયોગ કરવાથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "સુંદર દેખાવવા માટે કરી લો રસોડાની આ 1 વસ્તુનો ઉપયોગ, છે અઢળક ફાયદા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel