શું કોરોના કાળમાં તમે તમારા બાળકોને વારંવાર કિસ કરો છો? તો પહેલા જાણી લો આ નુકસાન વિશે, નહિં તો…
બાળકો એટલે પ્રેમાળ અને સુંદર હોય છે કે વારંવાર તેમને કિસ કરવાનું મન થાય છે. જ્યારે પણ આપણે તેને ખોળામાં બેસાડીએ છીએ, ત્યારે તરત જ આપણે તેમના ગાલ પર કિસ કરવાનું શરુ કરીએ છીએ. એ વાત દરેકને ખબર છે કે બાળકોને કિસ કરવાથી પ્રેમ વધે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે બાળકોને વધુ કિસ કરવાથી તેમને નુકસાન પણ થઈ શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં તમારા બાળકને કિસ કરવાથી નુકસાન પણ થઈ શકે છે અને અમે તમને તેના પ્રભાવ અને સાવચેતી વિશે જણાવીશું. તો ચાલો જાણીએ વારંવાર બાળકોને કિસ કરવાથી શું નુકસાન થાય છે તે વિશે.
અહીં જણાવેલી બાબતો જરૂરથી ધ્યાનમાં રાખો

માહિતી અનુસાર, તમારા બાળકને કિસ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી બાળકને નુકસાન ન થાય.
– બાળકો સાથે માતાપિતાએ પણ તેમની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. બાળકની પાસે જતા પહેલા તમારા હાથ અને ચહેરાને સારી રીતે ધોઈ લો. ઉધરસ અને છીંક આવે પછી ઝડપથી હાથ ધોઈ લો. ઓરલ હેલ્થનું ધ્યાન રાખો.

– કિસ કરવાથી ફેલાતા ચેપનો ઉપચાર કરી શકાય છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ થોડા દિવસોમાં આ ચેપ સાથે જાતે જ લડી શકે છે. કેટલીક રસી પણ આ ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
– ઉધરસ અને ચિકનપોક્સ જેવા ચેપ એકબીજાના સંપર્ક દ્વારા ફેલાય છે અને રસીની મદદથી તેને રોકી શકાય છે. તમારા ડોક્ટર સાથે વાત કરો અને બાળકને બધી જરૂરી રસીઓ સમયસર અપાવો.

– બાળપણમાં બાળકોની સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત હોતી નથી, તેથી જો તમે બીમાર છો તો તમારા બાળક પાસે જતા પેહલા તમે પોતે પણ રસી લો. તમે ફલૂ અને ઉધરસના ચેપ માટે રસી મેળવી શકો છો.

– બાળકની નજીક જતા મેકઅપની અથવા કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો. જો બાળક લોશન, ક્રીમ, લિપસ્ટિક અને આંખનો મેકઅપ ભૂલથી પણ તેના મોંમાં લે છે, તો તેના કારણે બાળકને ડાયરિયા થઈ શકે છે.
કિસ કરવાથી સ્લાઈવા સ્થાનાંતરિત થાય છે. સ્લાઈવા સાથે ઘણી બીમારીઓ એક વ્યક્તિથી બીજામાં પણ જાય છે. આવી સ્થિતિમાં તે તમારા બાળક માટે જોખમી બની શકે છે.

ઇબીવી એક એવો વાયરસ છે જે કિસ દ્વારા ફેલાય છે. આ વાયરસ સાથે સંકળાયેલ સૌથી ખતરનાક બાબત એ છે કે એકવાર તે શરીરમાં પ્રવેશ કર્યા પછી જીવનભર શરીરમાં રહે છે.
ઘણી વાર કિસ કર્યા પછી બાળકોને તાવ આવે છે. આનો સીધો અર્થ એ છે કે એ બાળકને ચેપ લાગ્યો છે. ઘણી વખત બાળકોની સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે તેમને આંચકા, ગળામાં દુખાવો અથવા ગળામાં સોજા થવાની સમસ્યા થાય છે.

દરેક બાળકોના સ્વભાવ સરખા નથી હોતા ઘણીવાર કિસ કરવું એ બાળકને પસંદ નથી હોતું અને આ કારણે બાળક ચિડિયું બની જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું કોરોના કાળમાં તમે તમારા બાળકોને વારંવાર કિસ કરો છો? તો પહેલા જાણી લો આ નુકસાન વિશે, નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો