ખરીદી કરવા માટે આવ્યા સારા સમાચાર, આજે થયો પુષ્ય નક્ષત્રનો યોગ અને રચાયા ત્રણ શુભ સંયોગ
એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે. કહેવા છે કે‘પુષ્ય’ નક્ષત્ર જે તમામ કાર્યોમાં સંકલ્પસિદ્ધ કરનાર છે. ‘પુષ્ય’ નક્ષત્રની હાજરીમાં સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આ નક્ષત્રની શરૂઆતમાં, મોટાભાગની ઝવેરાતની દુકાનમાં ખરીદદારોની ભીડ રહે છે.
તો આજે એટલે કે 7 નવેમબ્રે પુષ્ય નક્ષત્ર શનિવારે સવારે 8:05 વાગ્યાથી શરુ થશે અને પછીના દિવસે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે 3 શુભ યોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. આ માટે શનિવારે રાતે 12 વાગ્યા સુધી 7 શુભ મુહૂર્ત છે. વિગતે વાત કરીએ તો આ નક્ષત્રનો સ્વામી ભગવાન શનિ છે અને આ નક્ષત્ર શનિવારે પડવાના કારણે 07 નવેમ્બરના રોજ અદ્ભૂત યોગ રચાઇ રહ્યો છે.
જો મુહૂર્ત ગ્રંથો અનુસાર તેને જોવામાં આવે તો દિવસ અને રાતના મધ્યમાં 30 મુહૂર્તો છે, જેમાં ઘણા મુહૂર્તો છે જેમાં કોઈ પણ જરૂરી કાર્ય કરી શકાય છે, પરંતુ વાર અને નક્ષત્રના જોડાણને લીધે આવા ઘણા શુભ યોગો રચાયા છે. પુષ્ય નક્ષત્રનું વણજોયું મુહૂર્ત એટલા માટે પણ ખાસ બની ગયું છે, કારણ કે આ દિવસે સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી શુભ અને રવિયોગ બને છે, સાથે જ શનિવાર અને પુષ્ય નક્ષત્રના સંયોગ રહેશે. ગ્રહોની આ સ્થિતિને લીધે ખરીદી કરવાથી તમામ મનોરથ સિદ્ધ થાય છે. તમામ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર સર્વોપરી છે.
એ જ રીતે જો સંહિતા જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ છે એ પ્રમાણે વાત કરીએ તો તમામ સત્તર નક્ષત્રોમાંથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે અભિજિત મુહૂર્ત નારાયણના ‘ચક્રસુદર્શન’ જેટલા શક્તિશાળી હોવાનું કહેવામાં આવે છે, તેમ છતાં ‘પુષ્ય’ નક્ષત્ર સાથે સંયોગ દ્વારા રચાયેલા શુભ યોગની અસર અન્ય યોગો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ નક્ષત્ર બધા અનિષ્ટનો નાશ કરનાર અને સર્વશક્તિમાન છે. ફલીત જ્યોતિષમાં, ગુરુ ગ્રહને હીરાના રત્નો, તેનાથી બનાવેલા સોના અને આભૂષણોનો કારક માનવામાં આવે છે, તેથી જ જેમની જન્મ કુંડળીમાં ગુરૂ નબળો હોય તેમને સોનાના આભુષણ પહેરવાની સલાહ આપવામાં આવે છે.
હિંદુ શાસ્ત્ર પ્રમાણે દિવાળીના મહાપર્વની શરૂઆત અગિયારસથી જ માનવામાં આવે છે અને લોકોમાં તહેવારોનો રંગ પણ ત્યાંથી જ લાગે છે. પરંતુ એક વાત એ પણ નકારી ન શકાય કે મોટા તહેવારોની શરૂઆત ધનતેરસથી થાય છે.
જો કે આ વર્ષે તો કોરોના કારણે બધું વેર વિખેર થઈ ગયું છે અને તહેવારો ઉજવવાનું માધ્યમ જ જાણે બદલાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ધન તેરસની જો આપણે વાત કરીએ તો આ દિવસે ભગવાન ધનવંતરી અને લક્ષ્મીજીની પૂજા થાય છે. આ દિવસે કશુંક ને કશુંક ખરીદવાની પરંપરા છે. જેમ કે સોના-ચાંદીના આભૂષણ, વાસણ, વાહન, ઝાડૂ વગેરે.
0 Response to "ખરીદી કરવા માટે આવ્યા સારા સમાચાર, આજે થયો પુષ્ય નક્ષત્રનો યોગ અને રચાયા ત્રણ શુભ સંયોગ"
ટિપ્પણી પોસ્ટ કરો