એશ્વર્યા રાય બચ્ચનના આ ફ્લેટનો અંદરનો નજારો છે મહેલને પણ ટક્કર મારે તેઓ, જાણો તેની કિંમત
એશ્વર્યા રાય બચ્ચનું કહેવુ છે કે તેનુ વ્યક્તિત્વ ડુંગળીના છાલ જેવુ છે. કોઈ પણ એના વિશે સંપૂર્ણ નથી જાણતા. અહી સુધી કે તેના માતા-પિતા પણ નહી. પરિવાર પ્રત્યે અપાર સ્નેહ અને શ્રદ્ધા હોવા છતા એશના જીવનની કેટલીક એવી વાતો છે જે તે કોઈની સામે કહેતી નથી. જો કે એશ્વર્યાની ફિલ્મન સિવાયની પણ લાઈફ સ્ટાઈલ વિશે મીડીયામાં વાતો સામે આવતી રહેતી હોય છે. એશ્વર્યાએ સ્કૂલના સમયથી જ મોડેલિંગની શરૂઆત કરી દીધી હતી.
અને નાની ઉમરથી જ સફળતાના શીખરો સરકરવા લવાગી હતી. એશ્વર્યાને કેમલિન કંપની તરફથી એક ઑફર મળી હતી ત્યારબાદ એશ્વર્યા 1991 માં સુપરમોડેલની હરીફાઈ જીતી હતી. અને ત્યારથી શરૂ કરેલી સફર વોગ મેગેઝિન સુધી પહોંચી તેમને વોગ મેગેઝિનની અમેરિકન આવૃત્તિમાં જગ્યા આપવામાં આવી. ત્યાર બાદ એશ્વર્યાએ ક્યારેય પાછુ વળીને જોયું નથી. ત્યાર પછી તેણે મિસ ઈન્ડિયા અને મિસ વર્લ્ડ સ્પર્ધાઓ જીતી હતી અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું.
અભિષેક બચ્ચન સાથે 2007 માં લગ્ન કર્યા હતા
આ ઉપરાંત એશ્વર્યાએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે અભિષેક બચ્ચન સાથે 2007 માં લગ્ન કર્યા હતા. આ લગ્નના થોડા વર્ષો પછી, એશ્વર્યાએ મુંબઇના બાંદ્રા-કુર્લા સંકુલમાં પોતાના માટે લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું. 5500 સ્ક્વેર ફીટમાં ફેલાયેલા આ ફ્લેટની કિંમત 21 કરોડ રૂપિયાથી વધુ છે. આ ફ્લેટનો અંદરનો નજારો કોઈ ભવ્ય મહેલથી કમ નથી. જીવન જરૂરિયાતની બધી જ સુવિધાઓ આ ફ્લેટમાં ઉપલબ્ધ છે.
જો કે નવાઈની વાત એ છે કે એશ્વર્યા અને અભિષેક આ વૈભવી ઘરમાં હજુ રહેવા ગયા નથી. તેઓ તેમના માતા પિતા એટલે કે અમિતાભ-જયા બચ્ચન સાથે જ રહે છે. આ અંગે એશ્વર્યાએ કહ્યું કે મને મારા માતા પિતા વડિલો સાથે રહેવાના સંસ્કાર આપ્યા છે. એશ્વર્યા ના કહેવા પ્રમાણે, મારા માતા-પિતાએ મને નાનપણથી જ પરિવાર સાથે રહેવાનું મૂલ્ય શીખવ્યું છે. પરિવારમાં સાથે રહેવાથી પ્રેમ વધે છે. અમે એકબીજાની નજીક જઈએ છીએ. આનાથી પારિવારિક સંબંધ પણ મજબૂત બને છે. તેથી આખા કુટુંબ સાથે રહેવું જોઈએ.
આ એપાર્ટમેન્ટમાં એશ્વર્યાને જોઈતી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે
હાલમાં તેઓ જલસા બંગ્લોઝમાં રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે એશ્વર્યાનું નવુ ઘર અતિ વૈભવી છે. આ ઘર મુંબઇના સનટેક રિયાલિટીમાં છે. ઘરને સનટેકની ઇન-હાઉસ ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વૈભવી એપાર્ટમેન્ટમાં એશ્વર્યાને જોઈતી બધી સુવિધાઓ છે. અંદરથી, તે એક વૈભવી મહેલની અનુભૂતિ આપે છે. આ ઘરના બેડરૂમમાં મોટી વિંડોઝ લગાવી છે જેથી તે બહારના સુંદર નજારોનો આનંદ લઈ શકે.તેના એપાર્ટમેન્ટમાં એક સુંદર સ્વીમિંગ પૂલ પણ છે.
તો બીજી તરફ ઘરનું રસોડું પણ આલિશાન છે. સમગ્ર ઘરનો નજારો એટલો વૈભવી છે કે તમે જોતા જ રહી જશો. તમને જણાવી દઈએ આ ઘર ઉપરાંત અભિષેક અને એશ્વર્યાનું દુબઈમાં પણ એક આલિશાન ઘર આવેલુ છે. તેની ભવ્યતા પણ કઈ ઓછી નથી. લગ્ન પછી એશ્વર્યા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો પણ એટલો જ ખ્યાલ રાખે છે જેટલો પોતાના માતા-પિતાનો રાખે છે. પોતાની પુત્રી આરાદ્યાની દેખરેખમાં હાલ એશ્વર્યા અભિનયથી દૂર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "એશ્વર્યા રાય બચ્ચનના આ ફ્લેટનો અંદરનો નજારો છે મહેલને પણ ટક્કર મારે તેઓ, જાણો તેની કિંમત"
ટિપ્પણી પોસ્ટ કરો