ધરતીકંપ: સુરત સહિત આસપાસના વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો દોડી આવ્યા ઘરની બહાર
સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ આજે બપોરના સમયે સુરતમાં ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવાયું હતું ભૂકંપની તીવ્રતા 4.4 હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ધારોલી નજીક હોવાનું જણાવાય છે. ભરૂચ થી કેન્દ્ર બિંદુ 36 કિલોમીટર દૂર નોંધાયું હતું. બપોરના સમયે આવેલા ભૂકંપના કારણે લોકો ઊંઘમાંથી પણ જાગી રસ્તા પર દોડી આવ્યા હતા.
આ ભૂકંપની અસર સુરત, ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં થઇ હતી. જો કે ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપનો અનુભવ વધારે થયો હતો. ભૂકંપના આંચકા આવ્યા ની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપ થોડી ક્ષણોમાં શાંત થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ઉંચી બિલ્ડીંગમાં સાતમા કે આઠમા માળે રહેતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ભૂકંપના આંચકા આવ્યા ની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપ થોડી ક્ષણોમાં શાંત થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ઉંચી બિલ્ડીંગમાં સાતમા કે આઠમા માળે રહેતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ભૂકંપના અનેક આંચકા નોંધાઈ ચુક્યા છે. પરંતુ આ પહેલી વાર છે જ્યારે સુરત, ભરૂચ સહિતના શહેરોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હોય તેવામાં લોકો પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સુરત શહેરના ઓલપાડ, અડાજણ, યોગી ચોક સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ કલાક આસપાસ ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવાયો હતો. અહીંં લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
દક્ષિણ ગુજરાત ને ધ્રુજાવી દેનાર ભૂકંપ ની અનુભુતિ સુરત શહેર અને ભરૂચ ઉપરાંત ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી સહિતના કેટલાક શહેરોમાં પણ થઈ હતી. અહીં ના હાલોલમાં 3 સેકેન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો. પંચમહાલના કેટલાક વિસ્તારો ઉપરાંત વડોદરા શહેરના સાવલી તાલુકામાં પણ ભૂકંપના આંચકાની અસર અનુભવાઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ધરતીકંપ: સુરત સહિત આસપાસના વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો દોડી આવ્યા ઘરની બહાર"
ટિપ્પણી પોસ્ટ કરો