શાહરુખથી લઇને આ સ્ટાર્સ બીજાને મદદ કરવા માટે હંમેશ માટે હોય છે તત્પર, જેમાં અક્કી વિશે વાંચીને તમે પણ…
બોલીવુડમાં અમુક કલાકાર એવા છે જે સ્ટાર બન્યા પછી સામાન્ય લોકોની મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. આજે અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવીશું.
1. સલમાન ખાન.
બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન પોતાની દરિયાદીલી માટે ખાસ જાણીતા છે, એ લાચાર લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. એવા જ લોકોની મદદ માટે સલમાને બીઇંગ હ્યુમન નામનો એક એનજીઓ શરૂ ર્ક્યો છે જેમાં એ એ કેદીઓની મદદ કરે છે જેમને પોતાની સજા તો પુરી કરી લીધી છે પણ આર્થિક તંગીના કારણે બહાર નથી નીકળી શકતા. એવા કેદીઓ માટે સલમાન રોજગાર અને જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પુરી પાડે છે. એ સિવાય સલમાન ગરીબ બાળકો માટે પણ પૈસા ડોનેટ કરે છે.
2. અક્ષય કુમાર.
બૉલીવુડ આ ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પણ પોતાની દરિયાદીલી માટે જાણીતા છે. મુદ્દો ભલે છોકરીઓના અધિકારનો હોય કે પછી ખેડૂતો તેમજ સૈનિકોને મદદ કરવાનો હોય એ હંમેશા એમની મદદ માટે તૈયાર રહે છે. એ માટે એ શરૂઆત પણ કરી ચુક્યા છે. સામાજિક મુદ્દા સાથે એ દિલ ખોલીને જોડાય છે અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. સાથે સાથે રમતગમતને પણ પ્રોત્સાહન આપે છે.
3. શાહરુખ ખાન.
બોલિવુડના બાદશાહના નામે જાણીતા શાહરુખ ખાન અસલ જિંદગીમાં પણ કોઈ બાદશાહથી જરાય ઓછા ઉતરે એમ નથી. પોતાની દરિયાદીલીના કારણે આજે પણ એ પોતાના ફેન્સના દિલમાં રાજ કરે છે. શાહરુખ ખાન ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરવા માટે પોતાની સ્વર્ગીય માતાના નામે એક ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટ નિઃસહાય લોકોની સહાયતા કરવાની સાથે સાથે લોકોને રોજગારની તક પણ આપે છે શાહરુખ ખાન ફિલ્મ જગતના એવા સ્ટાર છે જે દિવ્યાંગો માટે પણ ચેરિટી કરે છે સોશિયલ વર્ક કરવું એમને ખૂબ જ ગમે છે.
4. પ્રિયંકા ચોપડા.
પ્રિયંકા ચોપડા દેશભરના ઘણા ગામડાના ઇકો ફ્રેન્ડલી પ્રોજેકટ સાથે જોડાયેલી છે. એ યુનિસેફની વૈશ્વિક સદભાવના દૂત છે અને દુનિયાભરના ઉતપીડિત બાળકો માટે કામ કરે છે.
5. દિયા મિર્જા.
ભલે દિયા મિર્જા એક્ટિંગ ક્ષેત્રમાં સફળ ન રહી શકી હોય પણ સોશિયલ વર્કના કારણે ઘણી લોકપ્રિય રહી છે. એ ઘણા એનજીઓ સાથે જોડાયેલી છે જે કેન્સર અને એઇડ્સ જેવા રોગોથી પીડાતા લોકોની મદદ કરે છે. એ સિવાય એ વન્ય જીવોને બચાવવામાટે પેટા સંસ્થા સાથે પણ જોડાયેલી છે.
6. ઐશ્વર્યા રાય બચ્ચન.
બોલીવુડની બ્યુટી કવીન ઐશ્વર્યા રાય બચ્ચનને સોશિયલ વર્ક કરવું ખૂબ જ ગમે છે. એ પોતાના નામથી એક એનજીઓ ચલાવે છે જે ગરીબ અને લાચાર લોકોને જરૂરિયાતની વસ્તુઓ આપે છે. એમને પોતાની આંખો પણ પહેલા જ આય બેન્ક ઓફ એસોસિએશનને ડોનેટ કરી દીધી છે અને લોકોને પણ આ સોશિયલ કોઝ માટે પ્રેરિત કરે છે
7. રાહુલ બોઝ.
વ્યવસાયે એન્જીનીયર રાહુલ બોઝનો સિકકોભળે બોલીવુડમાં ન ચાલ્યો હોય પણ સામાજિક કાર્યો કરવામાં એ અન્ય સેલિબ્રિટીની જેમ જ આગળ છે. વર્ષ 2004માં આવેલી સુનામી દરમિયાન એ પીડિતોની મદદ માટે આગળ આવ્યા હતા. એટલું જ નહીં આજે શિક્ષા ક્ષેત્રમાં કામ કરતી અને પ્રોત્સાહન આપતી કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જે ગરીબ બાળકોને મફતમાં શિક્ષા આપે છે.
8. વિદ્યા બાલન.
મિશન મંગળ, કહાની, ડર્ટી પિક્ચર જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી વિદ્યા બલને બધાને પ્રભાવિત કરી દીધા છે. એ સ્વચ્છતા અભિયાન માટે કેમ્પઈન કરે છે. એ એવી સંસ્થાઓ માટે કામ કરે છે જે બાળકોને શિક્ષા અને રોજગાર આપવામાં મદદ કરતી હોય. એ સિવાય એ ઇન્ટનેશનલ સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છે.
9. અમિતાભ બચ્ચન.
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ એ સેલિબ્રિટીઓમાંથી એક છે જે જરૂરિયાતવાળા લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. એ સમય સમય પર ખેડૂતોની મદદ કરતા રહે છે. એ પલ્સ પોલિયો,સ્વચ્છતા અભિયાન, સેવ ટાઇગર અને યુનિસેફ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
10. શબાના આઝમી.
એક્ટિંગ કરવાની સાથે સાથે શબાના આઝમીએ એક એનજીઓની શરૂઆત કરી છે. આ એનજીઓ દ્વારા એ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે. ગ્રામીણ સ્ત્રીઓ માટે સિલાઈ મશીન અને કપડાંની વ્યવસ્થા કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શાહરુખથી લઇને આ સ્ટાર્સ બીજાને મદદ કરવા માટે હંમેશ માટે હોય છે તત્પર, જેમાં અક્કી વિશે વાંચીને તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો