અમેરિકાની ચૂંટણીમાં એકદમ અનોખા મતદાનનો કિસ્સો, આ મહિલાએ છેક પૃથ્વીની બહારથી આપ્યો પોતાનો વોટ
જ્યારથી કોરોના વાયરસ આવ્યો ત્યારથી જ દુનિયાની બધી રીત ભાત બદલાઈ ગઈ છે. જીવન જીવનની શૈલીમાં મોટા ફેરફારો આવ્યા છે અને સાથે જ તહેવારોની ઉજવણી પણ હવે પહેલાની જેમ નથી થતી. એવામાં હાલમાં જ અમેરિકાની ચૂંટણી યોજાઈ હતી, જો કે હજુ પરિણામ આવ્યું નથી.
પરંતુ કોરોના વાયરસે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને પણ ઘણી અસર પહોંચાડી છે. અમેરિકાની ચૂંટણીમાં આ વખતે કોરોનાના ડરના કારણે ઘરેબેઠા જ પોસ્ટ દ્વારા મતદાન કર્યું હતું. તો ઘણા લોકોએ મતદ્દાન કેન્દ્ર પર જઈને પણ મત આપ્યો હતો.
આ સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલાકે ઈ-મેઈલ દ્વારા પણ મતદાન કર્યું હતું. પરંતુ એક વ્યક્તિએ તો પૃથ્વીની બહારથી મતદાન કર્યું હતું જે હાલમાં આખી દુનિયામાં ચર્ચામાં છે અને લોકો જાણવા માંગે છે આખરે આ વ્યક્તિ કોણ છે. અમેરિકાની એક અવકાશયાત્રીએ ધરતીથી હજારો કિલોમીટર દુર અવકાશમાંથી જ આ ચૂંટણીમાં વોટ નાંખ્યો હતો. કેટ રૂબિન્સ નામની આ અંતરિક્ષ યાત્રી હાલ એક ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. ઉલ્લેખનીય છે કે કેટએ બીજી વખત અવકાશમાંથી મતદાન કર્યું હતું. આ અગાઉ તેણીએ વર્ષ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ચૂંટાયા હતા ત્યારે પણ અવકાશમાંથી પણ મત આપ્યો હતો.
નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા સાથે વાતચીતમાં કેંટએ મતદાનની વાત કરી હતી. આ વિશે માહિતી આપતાં 42 વર્ષની અંતરિક્ષ યાત્રીએ કહ્યું હતું કે, આ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ દેશની બહાર રહીને પણ વોટ નાંખી શકે છે.
આગળ વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા શરૂ થઈ હતી જ્યારે તેણે ફેડરલ પોસ્ટકાર્ડ એપ્લીકેશનને ભર્યું હતું. આ એપ્લીકેશન ઘણી હદ સુધી તે એપ્લીકેશન સાથે મળતી આવે છે. જેમાં આર્મીના લોકો દેશની બહાર હોવા છતા પણ વોટ નાખવા માટે એપ્લીકેશન ભરે છે. જો કે ટેક્નિકલી કેટ બહાર દેશમાં નહી પરંતુ તેનાથી ઘણા દુર હતાં. એસ્ટ્રોનોટ્સ પોતાના ટ્રેનિંગ માટે હ્યુસ્ટન આવે છે. તે માટે વધારે અંતરિક્ષ યાત્રી ટેક્સાસના નાગરિકના રૂપે જ મતદાન કરે છે. પરંતુ જો ઘણા એસ્ટ્રોનોટ અંતરિક્ષ પોતાના હોમટાઉનના નાગરિકના રૂપમાં મતદાન કરવા માટે માંગે છે તો તેના માટે વિશેષ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એફપીસીએ માન્યતા બાદ અવકાશયાત્રી મતદાન માટે તૈયાર થઈ જાય છે.
પ્રોસેસ આગળ જણાવતાં વાત કરે છે કે, અંતરિક્ષયાત્રીના વતનના કાઉન્ટી ક્લાર્ક્સ નાસાના હ્યુસ્ટનના જહોનસન સ્પેસ સેન્ટરમાં એક પરીક્ષણ મતપત્રક મોકલે છે. ત્યાર બાદ સ્પેસ સ્ટેશનના તાલીમ કમ્પ્યુટરની મદદથી, બેલેટ ભરી શકાય કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ત્યાર બાદ તે કાઉન્ટી કલાર્કને મોકલવામાં આવે છે.
પરીક્ષણ પૂર્ણ થયા બાદ કર્લક ઓફિસ દ્વારા સુરક્ષિત ઇલેક્ટ્રોનિક બેલેટ બનાવવામાં આવે છે. બાદમાં અવકાશયાત્રી મત આપે છે અને તે કાઉન્ટિ કર્લક દ્વારા ઇમેઇલ દ્વારા સત્તાવાર રીતે રેકોર્ડ કરવામાં આવે છે.
તેની પાસે ફક્ત એક જ પાસવર્ડ છે જેથી ફક્ત આ અધિકારી મતદાન કરી શકે. વાત કરીએ તો હાલમાં આ ચૂંટણીની કોકડુ ગુંચવાઈ ગયું છે અને ક્યારે મામલો થાળે પડે એનું કઈ નક્કી થતું નથી.
0 Response to "અમેરિકાની ચૂંટણીમાં એકદમ અનોખા મતદાનનો કિસ્સો, આ મહિલાએ છેક પૃથ્વીની બહારથી આપ્યો પોતાનો વોટ"
ટિપ્પણી પોસ્ટ કરો