દિવાળી પહેલાં જ સસ્તામાં સોનું ખરીદવાનો અવસર આપી રહી છે સરકાર, જાણો સોનાના ભાવ અને સ્કીમના ફાયદા પણ
દિવાળીનો તહેવાર નજીકમાં છે અને આજે શનિ પુષ્ય નક્ષત્ર પણ છે. આ સમયે સોનું ખરીદવું શુભ ગણાય છે. દિવાળી અને ધનતેરસના ખાસ તહેવાર પહેલાં મોદી સરકાર તમારા માટે સસ્તામાં સોનું ખરીદવાની ખાસ સ્કીમ લાવી છે. જી હા અહીં વાત થઈ રહી છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની. બોન્ડની સીરીઝ 8નું સબ્સ્ક્રીપ્શન 9 નવેમ્બરથી શરૂ થશે અને 13 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમયે રોકાણકારો સરળતાથી ઓનલાઈન બુકિંગ કરી શકે છે. આરબીઆઈએ આ સીરીઝમાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામના 5177 રૂપિયા નક્કી કર્યો છે. તો જાણો આ સ્કીમમાં ક્યારે અને કેવી રીતે બુકિંગ કરાવી શકો છો અને તમને તેમાં કયા કયા ખાસ લાભ પણ મળી શકે છે.
RBI નક્કી કર્યો સોનાનો ભાવ
જે લોકો સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આરબીઆઈએ પ્રતિ ગ્રામનો ભાવ નક્કી કરી દીધો છે. આ ભાવના આધારે વ્યક્તિ સોનું ખરીદી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડની આ સ્કીમાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામના 5177 રૂપિયા નક્કી કરાયો છે. જો વ્યક્તિ ડિજિટલ પેમેન્ટ કરે છે તો તેને તેમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.
આ પહેલાં ગયા મહિને 12 ઓક્ટોબરે જાહેર કરાયેલા ગોલ્ડ બોન્ડનો ભાવ 5051 રૂપિયા પ્રતિ ગ્રામ રખાયો હતો. સોવરેને ગોલ્ડ બોન્ડને RBI દ્વારા સરકારની તરફથી જાહેર કરાય છે. આ ભાવ 999 શુદ્ધતા વાળા સોનાને માટે હોય છે.
એક વ્યક્તિ દીઠ કેટલું રોકાણ કરી શકાશે
રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ વધારેમાં વધારે 4 કિલોગ્રામ સુધી સોનું ખરીદી શકે છે. આ સ્કીમની મેચ્યોરિટીની વાત કરીએ તો તેની મેચ્યોરિટી 8 વર્ષની હોય છે. રોકાણકાર પાંચમા વર્ષ પછીથી આ સ્કીમમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરી શકે છે અને જરૂર પડે આ સમય પછી સ્કીમમાંથી બહાર નીકળી શકે છે.
આ રીતે કરી લો ગોલ્ડ બોન્ડમાં રોકાણ
આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની રીત ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જની મદદથી રોકાણ કરી શકો છો. આ સિવાયની સ્મોલ ફાઈનાન્સ બેંક અને પેમેન્ટ બેંકની મદદથી તેમાં રોકાણનો વિકલ્પ હોતો નથી.
જાણો વર્ષે કેટલો અને કેવી રીતે મળશે લાભ
સરકારની સ્કીમ સોવરેન ગોલ્ડ બોન્ડ પર વાર્ષિક 2.50 ટકાના દરે વ્યાજ મળે છે. આ સિવાય ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો મોટો લાભ એ છે કે તેના સ્ટોરેજની ચિંતા રહેતી નથી. ગોલ્ડ બોન્ડ પર મળનારો આ એક એક્સક્લુઝિવ લાભ છે. આ સાથે જ તેની પર કોઈ જીએસટી પણ આપવાનો રહેતો નથી. જો ગોલ્ડ બોન્ડના મેચ્યોરિટી પર કેપિટલ ગેન્સ બને છે તો તેની પર છૂટ મળશે.
સરકારે વર્ષ 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમને શરૂ કરવાનું વિચાર્યું અને તેને લોન્ચ પણ કરી હતી. ત્યારથી આજ સુધી અનેક લોકો આ સ્કીમનો લાભ લઈ ચૂક્યા છે. સરકારનો આ સ્કીમ શરૂ કરવા પાછળનો હેતુ ગોલ્ડની ફિઝિકલ ડિમાન્ડને વધારવાનો હતો. જે કે આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ 2019-20 મુજબ આ કદમ લીધા બાદ સરકાર સળ રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે એખ વર્ષમાં જ સોવરેન ગોલ્ડ બોન્ડના 37 ભાગ માટે કુલ 9652.78 કરોડ રૂપિયાની કિંમતના 30.98 ટન સોનું નોંધાઈ ચૂક્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળી પહેલાં જ સસ્તામાં સોનું ખરીદવાનો અવસર આપી રહી છે સરકાર, જાણો સોનાના ભાવ અને સ્કીમના ફાયદા પણ"
ટિપ્પણી પોસ્ટ કરો