આ વ્યક્તિ જેલમાં બોલાવતા હતા બાર ડાન્સરને, એક મંત્રીની હત્યાના કેસમાં જઈ ચુક્યા છે જેલમાં

બિહારના મુઝફ્ફરપુરમાં ધોળા દિવસે DMને ઢોર માર મારીને મારી નાખે છે. આ ઘટનાના આરોપીઓમાં બે મોટા નેતા પણ હોય છે. આ બન્નેની ધરપકડ કરવામાં આવે છે. બંનેને સજા કરવામાં આવે છે. એ પછી હાઈકોર્ટ એક આરોપીને છોડી મૂકે છે. આ ઘટનાને 4 વર્ષ વીત્યા પછી ફરી એક મંત્રી પર ફાયરિંગ થાય છે અને આ કેસમાં જે લોકો પકડાયા એમાં પેલા છોડી મુકેલા બે મોટા નેતાઓનો પણ સમાવેશ થાય છે. તેમને ફરી સજા થાય છે પણ હાઇકોર્ટમાં આખરે એ લોકો છૂટી જાય છે.

image source

આ ઉપર જણાવેલ સમગ્ર કિસ્સો છે બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય વિજય કુમાર ઉર્ફે મુન્ના શુક્લાનો. તમને જણાવી દઈએ કે શુક્લાજી ભણેલા ગણેલા છે. પોતાના નામની આગળ ડોક્ટર લગાવે છે. તેમને આ ડિગ્રી જેલમાં રહીને જ મળી છે. જેલમાં હતા ત્યારે તેમણે ડો. બીઆર આંબેડકર પર Ph.D. કર્યું હતું.

image source

મુન્ના શુકલાના પિતા રામદાસ શુકલા મુઝફ્ફરપુરની એક કોર્ટમાં વકીલ હતા. તેમના ચાર દીકરા હતા. સૌથી મોટા હતા કૌશલેન્દ્ર ઉર્ફે છોટન શુક્લા, બીજા નંબર પર હતા અવધેશ ઉર્ફે ભુટકુન શુક્લા, ત્રીજા નંબરે વિજય કુમાર ઉર્ફે મુન્ના શુક્લા હતા અને સૌથી નાના હતા મારુ મર્દન ઉર્ફ્ લલન શુક્લા.

મુઝફ્ફપુરની એક કોલેજ લંગટ સિંહ કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે જાતિ અને વિસ્તાર અંગે ઝગડા ચાલતા હતા ત્યારે આ ઝગડામાંથી આગળ આવ્યા કૌશલેન્દ્ર એટલે કે છોટન શુક્લા. છોટન ગુંડાગીરી કરવા માટે ઠેકેદારીનાં કામમાં આવી ગયા. અને થોડા જ સમયમાં તે વિસ્તારના મોટા ઠેકેદાર બની ગયા. 1994માં તેમની હત્યા કરી દેવાઈ. કહેવામાં આવે છે કે આ હત્યામાં એ વખતના મંત્રી અને બાહુબલી ધારાસભ્ય બૃજબિહારી પ્રસાદનો હાથ હતો.

image source

મુન્ના શુક્લાએ તેમના મોટાભાઈ છોટન શુક્લાની અંતિમ યાત્રા કાઢી. ઘણી જગ્યાએ આ હત્યા અંગે દેખાવો પણ થયા. એ વખતે ગોપાલગંજના ત્યારના ડીએમ જી. કૃષ્ણૈયા પસાર થઈ રહ્યા હતા. ત્યાં એકઠી થયેલી ભીડે આ ગાડી જોતાંની સાથે જ એના પર હુમલો કરી દીધો અને ડીએમને ઢોર માર માર્યો અને પછી ગોળી મારી દીધી. ડીએમની હત્યાનો આરોપ મુન્ના શુક્લા અને બાહુબલી આનંદ મોહન પર લાગ્યો હતો. મુન્ના શુક્લાનું નામ કોઈ ગુનાહ સાથે જોડાયું હોય એવું આ પહેલીવાર બન્યું હતું. આ કેસમાં મુન્ના શુક્લાને ઉંમરકેદની સજા થઈ હતી પણ 2008માં હાઈકોર્ટે પુરાવના અભાવે તેમને છોડી મૂક્યા હતા.

image source

પોતાના મોટાભાઈના અવસાન પછી મુન્ના શુક્લાએ ભાઈનું કામ સંભાળ્યું અને ઠેકેદારી કરવા લાગ્યા. ચાર વર્ષ પછી 1998માં બૃજબિહારી પ્રસાદ રાબડી દેવીની સરકારમાં મંત્રી બની ગયા. આ વાતને મુન્ના શુક્લા સહિત ઘણા બાહુબલી સહન ન કરી શક્યા. 3 જૂન 1998ના રોજ પટનાના ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાના પાર્કમાં બૃજવિહારી લટાર મારી રહ્યા હતા ત્યારે ત્યાં કેટલાક લોકો અચાનક જ આવી ગયા અને તેમની પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. આ કેસમાં મુન્ના શુક્લા, રાજન તિવારી, સૂરજભાન સિંહ સહિત 8 લોકોનાં નામ જોડાયાં હતાં. તમામને ઉંમરકેદની સજા મળી હતી, પણ 2014માં હાઈકોર્ટે તેમને છોડી મૂક્યા હતા.

ડીએમની હત્યાનો આરોપ લાગ્યા બાદ ઉતરી આવ્યા રાજકારણમાં.

image source

મુન્ના શુકલાનેડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં જેલની સજા થઈ. આ દરમિયાન તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો. વર્ષ 2000 વિધાનસભા ચૂંટણીમાં તેમણે વૈશાલી જિલ્લાના લાલગંજ સીટથી અપક્ષ ફોર્મ ભર્યું. તમને જણાવી દઈએ કે એ વખતે પણ તેઓ જેલમાં જ હતા. પહેલી જ ચૂંટણીમાં જેલમાં રહેતી વખતે મુન્નાએ RJDના રાજકુમાર સાહને 52,705 વોટથી હરાવી દીધા હતા. ત્યાર પછી ફેબ્રુઆરી 2005માં તેઓ આ સીટ પરથી LJPની ટિકિટ પર જીત્યા અને ઓક્ટોબર 2005માં JDUની ટિકિટ પર. 2009માં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે જે વ્યક્તિને સજા મળી હોય તેવા લોકો ચૂંટણી નહિ લડી શકે, પણ આ વખતે મુન્નાએ તેમનાં પત્ની અન્નુ શુક્લાને JDUથી ટિકિટ અપાવી. તેઓ પણ જીતી ગયાં.

હત્યાના કેસમાંથી છૂટ્યા પછી 2015માં મુન્ના શુક્લા ફરી JDUની ટિકિટ પર અહીંથી લડ્યા, પણ હારી ગયા. આ વખતે લાલગંજ સીટ ભાજપ પાસે ગઈ. તેમની ટિકિટ કપાઈ, તો અપક્ષ જ ઊભા રહી ગયા.

image source

તમને જણાવી દઈએ કે ડીએમની હત્યાના કેસમાં જ્યારે મુન્ના શુક્લા જેલમાં સજા કાપી રહ્યા હતા ત્યારે તેમનો એક ફોટો ન્યૂઝ પેપરમાં છપાયો હતો. આ ફોટામાં તેમના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં સિગારેટ હતી. બાજુમાં ડાન્સર નાચી રહી હતી.આ ફોટો સામે આવ્યો એ પછી પણ કંઈ ન થયું અને બે-ચાર દિવસમાં જ સમગ્ર બાબતને સગેવગે કરી દેવામાં આવી.

image source

મુન્ના શુકલા જ્યારે જેલમાં હતા ત્યારે એમને વર્ષ 2012માં એક એન્જિનિયરિંગ કોલેજના ડાયરેક્ટર પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી. એ બાબતે એમના વિરુદ્ધ કેસ થયો. જેલમાં દરોડા પડાયા તો મુન્ના પાસેથી એક મોબાઈલ મળ આવ્યો જેને જપ્ત કરી લેવાયો. આ વર્ષે મુન્નાએ જેલમાં રહેતી વખતે જ ડો. બીએ આંબેડકર પર Ph.D. કર્યું હતું.

0 Response to "આ વ્યક્તિ જેલમાં બોલાવતા હતા બાર ડાન્સરને, એક મંત્રીની હત્યાના કેસમાં જઈ ચુક્યા છે જેલમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel