એક જ ઝાટકે થશે કોરોનાનો ખાત્મો, અમદાવાદના આ યુવાનોએ કરી કમાલ અને બનાવ્યું જોરદાર લિક્વિડ
જ્યારે આખું વિશ્વ કોરોનાથી તોબા પોકારી રહ્યું છે અને બધા જ રસી રસીની બૂમો પાડી રહ્યા છે ત્યારે રોજ કોઈને કોઈ દેશમાંથી એવા સમાચાર આવે છે કે અમે રસીના આખરી ઓપ પર છીએ. પરંતુ હજુ કંઈ જ નક્કી થયું નથી કે આખરે સામાન્ય જનતાની પાસે ક્યારે કોરોના વેક્સિન આવશે અને લોકોને ક્યારે રાહત અનુભવાશે, ત્યારે આ બધી મગજમારી વચ્ચે અમદાવાદના યુવાન ઇનોવેટર્સે કોવિડ-19 વાઇરસ અને કીટાણુઓની સામે લડવા માટે એક વિશિષ્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન વિકસાવ્યું છે.
અમદાવાદના બે યુવાન ઇનોવેટર્સ પરમ ગુટકા અને યશ શાહ દ્વારા રજૂ કરાયેલું નવીન અને ટેક્નોલોજીકલ સોલ્યુશન કોવિડ-19 સામેની લડાઇને વધુ મજબૂત કરશે. આ વિકસાવાયેલી ટેક્નોલોજીથી કોઇપણ સપાટી ઉપર 99.9 ટકા કીટાણુઓનો નાશ કરી શકે છે. તેના ઉપયોગથી ઘર, હોસ્પિટલ, ઓફિસ, કાર, બેન્ક, થિયેટર્સ, જાહેર પરિવહન, એલિવેટર્સ, દુકાનો, હેવી ટ્રાન્સપોર્ટ વગેરે જગ્યાએ વાઇરસના પુનઃફેલાવાને અટકાવવામાં મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં દૈનિક કોવિડ-19 કેસોમાં વધઘટ જોવા મળી રહી છે.
ઓક્ટોબર મહિનામાં આપણે 1,70,000 કોવિડ-19 કેસોની સંખ્યાને પાર કરી છે અને રાજ્યમાં 3,700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં કોવિડ-19 હોટસ્પોટ્સમાં પણ વધારો થયો છે, જેનું મુખ્ય કારણ નાગરિકો દ્વારા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સખ્તાઇથી પાલન ન કરવું અને મોઢાની જગ્યાએ ગળા ઉપર માસ્ક રાખવું છે. આ સ્થિતિમાં કામચલાઉ ધોરણે વાઇરસની સામે લડવા માટે દેશને એક અસરકારક સોલ્યુશનની આવશ્યકતા છે. આ સ્ટાર્ટઅપ ત્રણ મહિના સુધી વાઇરસ ટકે નહીં તેની ખાતરી સાથે એન્ટી-માઇક્રોબાયલ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે તેમજ વાઇરસને પુનઃઅસ્તિત્વમાં આવતા રોકે છે. તેનાથી વિવિધ જાહેર સ્થળો અને ઘરની અંદર સુરક્ષિત અને સલામત માહોલનું નિર્માણ કરી શકાય છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઉતાર-ચડાવવાળુ જોવા મળી રહ્યું છે. બુધવારે સાંજના પાંચ વાગ્યાં સુધીના વિતેલા 24 કલાકમાં ઉછાળા સાથે કોરોનાના નવા 975 કેસ નોંધાયાં હતા, જ્યારે કોવિડ-19ના કારણે સારવાર દરમ્યાન વધુ 6 દર્દીનાં મોત નીપજ્યાં હતા. બીજી તરફ વધુ 1022 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 64 દર્દીની સ્થિતિ નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યાં 1,76,608એ પહોંચી છે.
કોરોનાના કારણે અત્યાર સુધીમાં 3740 નાગરિકોએ દમ તોડયો છે. આજે રાજયના વિવિધ જિલ્લાઓમાં કુલ 975 કેસ નોંધાયા છે. સાથે આજે 1022 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયના કુલ 1,60,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 90.86 છે. આજે રાજ્યમાં કુલ 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતાં પ્રતિ દિન 793.42 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "એક જ ઝાટકે થશે કોરોનાનો ખાત્મો, અમદાવાદના આ યુવાનોએ કરી કમાલ અને બનાવ્યું જોરદાર લિક્વિડ"
ટિપ્પણી પોસ્ટ કરો