ગુજરાત પેટાચૂંટણી પરિણામ : જાણો શરૂઆતી પરિણામમાં કોણે મારી બાજી અને કોણ રહ્યું પાછળ
10 રાજ્યમાં 3 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે આજે મતગણતરી થવા શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ 8 બેઠકો પર 80 ઉમેદવારો મેદાને હતા. જેના ભાવીનો ફેસલો આજે થવાનો છે. શરૂઆતી પરિણાની વાત કરીએ તો કરજણ બેઠક સિવાય અન્ય બેઠક પર ભાજપ આગળ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. મોરબી, અબડાસા, ગઢડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું મોડુ આવશે તેવી શક્યતા ઓ છે.
મત ગણતરીનાં સ્થળો
આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું હતું કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇન્સને કારણે એ રેશિયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે, જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે, જેને કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે. ચૂંટણીપંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. 8 કેન્દ્ર પર 25 ખંડમાં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવી રહી છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે કુલ 320 કર્મચારી દ્વારા મતગણતરી કરવામાં આવી રહી છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જે લગભગ અડધો કલાક ચાલશે. ત્યાર બાદ ઇવીએમની ગણતરી કરાશે અને એ પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થશે. મતગણતરી કેન્દ્ર પર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજાયુ હતું અને આજે પરિણામ જાહેર થશે.
લિમડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો જ્યારે કપરાડા અનુસુચિત જનજાતિ (એસટી) બેઠક પરથી સૌથી ઓછા 4 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી મુજબ મોરબી તેમજ ગઢડા વિધાનસભા બેઠક પરથી 12-12 ઉમેદવારોએ તેમજ ધારીમાંથી 11, અબડાસામાંથી 10, કરજણ અને ડાંગમાંથી 9-9 ઉમેદવારો છે. જેનો ફેસલો આજે થઈ જશે.
ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામ
બેઠક (8) કોની જીત
અબડાસા ભાજપ ( આગળ )
મોરબી ભાજપ ( આગળ )
ધારી ભાજપ ( આગળ )
ગઢડા ભાજપ ( આગળ )
કપરાડા ભાજપ ( આગળ )</p.
ડાંગ ભાજપ (આગળ)
લીંબડી ભાજપ (આગળ)
કરજણ કોંગ્રેસ ( આગળ )
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ગુજરાત પેટાચૂંટણી પરિણામ : જાણો શરૂઆતી પરિણામમાં કોણે મારી બાજી અને કોણ રહ્યું પાછળ"
ટિપ્પણી પોસ્ટ કરો