તહેવારોમાં રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, આખું વર્ષ તિજોરી રહેશે પૈસાથી ભરેલી

પંચ પર્વમાં આવતો દિપોત્સવી પર્વ હિંદૂ ધર્મનો સૌથી ખાસ તહેવાર છે. આ તહેવાર અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પર્વ પછી નવા વર્ષનો પ્રારંભ થાય છે એટલે કે એક નવી શરુઆત થાય છે. વળી આ પર્વમાં માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરી તેમને રીઝવવામાં આવે છે જેથી વર્ષ દરમિયાન ઘરમાં ખુશહાલી અને ધનની ખામી ન રહે. દિપોત્સવી વર્ષનો એવો તહેવાર છે જ્યારે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા સરળ હોય છે. આ ખાસ તકનો લાભ લઈ અને કેટલાક ઉપાય કરવામાં આવે તો ખરેખર ધનની વર્ષા ઘરમાં થાય તેવી સ્થિતિ સર્જી શકાય છે.

image source

ધનતેરસ, દિવાળી, લાભપાંચમ એવા દિવસો છે જ્યારે ધનની દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાનું વિધાન છે. અનુશ્રુતિ અનુસાર ધનતેરસ અને દીવાળીના દિવસે કરેલું દીપ દાન, હવન, પૂજા અનેકગણું ફળ આપે છે.

image source

તંત્ર શાસ્ત્ર અનુસાર આ દિવસો દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી અથવા તો વસ્તુઓને ઘરમાં સ્થાન આપવાથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી કે દરિદ્રતા આવતી નથી. આ ઉપાયો પણ એટલા સરળ હોય છે કે તે તેને કરવા માટે ન તો તમારે મંત્ર જાપ કરવા પડે છે ન તો વધારે ખર્ચ કરવો પડે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા ટોટકા વિશે જેને કરવાથી તમને વર્ષ દરમિયાન દે ધનાધન આર્થિક લાભ પ્રાપ્ત થશે.

image source

– ધનતેરસ કે દિવાળીના દિવસે સૂર્યાસ્ત પછી કોડી સાથે લક્ષ્મીજી અને કુબેરની પૂજા કરવી. અડધી રાત્રે આ કોડીને ઘરના કોઈ ખુણામાં દાટી દેવી. તેનાથી વર્ષ દરમિયાન ઘરમાં ધનની ખામી સર્જાશે નહીં.

– દુકાનના ગલ્લા કે ઘરની તિજોરીમાં આ દિવસો દરમિયાન કુબેર યંત્ર રાખવું અને 108 વખત આ કુબેર મંત્રનો જાપ કરવો. ‘ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિમે દેહિત દાપય સ્વાહા..’

– મહાલક્ષ્મી યંત્રને ઘર અથવા કાર્યસ્થળ પર સ્થાપિત કરવું.

image source

– ઘરમાં રાખેલી ચાંદી, સિક્કા અને રુપિયાને કેસર અને હળદર લગાવી પૂજા કરો. બરકત રહેશે.

– લક્ષ્મી મંદિરમાં કમળનું ફૂલ ચઢાવો. સાથે જ સફેદ મીઠાઈનો ભોગ ધરાવો. ધન સંબંધિત સમસ્યાનો નાશ થશે.

image source

– દરિદ્રતા દૂર કરવા માટે સંધ્યા સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો. આ દીવામાં વાટ નાળાછડીની રાખવી. દીવો કરો ત્યારે તેમાં કેસરના તાંતણા પણ રાખો.

0 Response to "તહેવારોમાં રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, આખું વર્ષ તિજોરી રહેશે પૈસાથી ભરેલી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel