તમે પણ વોટ્સએપ પર મોકલો છો અનેક વીડિયો, તો જાણી લો આ નવુ ફીચર
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર અનેક નવા ફીચર્સ યૂઝર્સને ળી રહ્યા છે. તેમાંથી કેટલાકના ટેસ્ટિંગ બીટા વર્ઝનમાં ચાલી રહ્યા છે. ફેસબુકની ઓનરશીપના ચેટિંગ એપ પર યૂઝર્સની જરૂરિયાતના આધારે સતત ફેરફાર કરાય છે અને નવા અપડેટ વીડિયોઝ જોડાઈ રહ્યા છે. નવા ઓપ્શનની મદદથી તમે વીડિયોઝ અને કોન્કેટક્ટ્સને મોકલતા સમયે ફરી સ્ટેટસમાં લગાવતા પહેલાં તેમાં ફેરફાર કરી શકો છો.

વોટ્સઅપમાં આવનારા ફેરફાર અને બીટા અપડેટ્સને મોનીટર કરનારા WABetaInfoની તરફથી કહેવાયું છે કે જલ્દી જ યૂઝર્સને ‘Mute Video’ ફીચર આપવામાં આવી શકે છે. તે લેટેસ્ટ બીટા અપડેટમાં જોવા મળે છે અને સાથે WABetaInfoએ તેનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે વીડિયો ટ્રીમિંગ ઓપ્શનની સાથે તેને મ્યૂટ કરવાનું ઓપ્શન પણ દેખાશે.
મોકલતા પહેલાં મ્યૂટ કરી શકશો વીડિયો

ડિસઅપિયરિંગ મેસેજ અને એડવાન્સ વોલપેપર ફીચર્સને ઈનેબલ કર્યા બાદ વોટ્સએપ નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ફ્યૂચર અપડેટ્સમાં મળનારું નવુ ફીચર Muting Videos હોઈ શકે છે. તેની મદદથી કોન્ટેક્ટ્સને મોકલવા કે સ્ટેટસમાં લગાવતા પહેલાં વીડિયોનો ઓડિયો મ્યૂટ કરી શકાશે. હાલમાં આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં ચાલી રહ્યું છે અને બીટા ટેસ્ટિંગ બાદ રોલઆઉટ કરી શકાશે.
નવા ડિસઅપિયરિંગ મેસેજીસ ફીચર

અનેક યૂઝર્સને વોટ્સએપ પર એડવાન્સ વોલપેપરનું ફીચર પણ મળી રહ્યું છે અને તેની મદદથી અલગ અલગ ચેટ્સ માટે અલગ બેકગ્રાઉન્ડ વોલપેપર સેટ કરી શકાશે. આ સિવાય પ્લેટફોર્મ પર ઓફિશિયલી ડિસઅપિયરિંગ મેસેજ ફીચર રોલઆઉટ થશે.

આ ફીચરને ઈનેબલ કરીને કોન્ટેક્ટ્સને મોકલવામાં આવેલા ટેક્સ્ટ મેસેજ, મીડિયા ફાઈલ્સ અને ઓડિયો ફાઈલ્સ 7 દિવસમાં ડિલિટ થશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેમાં મળી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમે પણ વોટ્સએપ પર મોકલો છો અનેક વીડિયો, તો જાણી લો આ નવુ ફીચર"
ટિપ્પણી પોસ્ટ કરો