શું તમે ક્યારે જોયો છે કાળા રંગનો વાધ? આ દુર્લભ પ્રજાતિના માંડ સાતથી આઠ વાઘ બચ્યા છે હવે
વાઘ સામાન્ય રીતે ઘેરા કેસરી રંગના હોય છે અને તેના શરીર પર કાળા રંગના પટ્ટા હોય છે પરંતુ શું તમે ક્યારેય કાળા રંગના વાઘ વિશે સાંભળ્યું છે ? નહીં ને ? તો ચાલો તાજેતરમાં જ ભારતના એક રાજયમાં જોવામાં આવેલા કાળા રંગના વાઘ વિશે જાણીએ.

ઓડિશાના જંગલોમાં ફરતા અને શોખ ખાતર ફોટોગ્રાફી કરતા એક ફોટોગ્રાફરે તાજેતરમાં જ એક અતિ દુર્લભ એવા કાળા રંગના વાઘની તસવીરો ક્લિક કરી હતી. આ વાઘ અન્ય વાઘની સરખામણીએ બિલકુલ અલગ છે અને તેની સૌથી મોટી વિશેષતા તેનો રંગ છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ પ્રકારના વાઘની પ્રજાતિ ” મેલાનીસ્ટિક ટાઇગર ” ના નામે ઓળખાય છે અને આ પ્રજાતિ હાલ વિલુપ્ત થવાના આરે છે. આખા રાજ્યમાં આ પ્રજાતિના વાઘની સંખ્યા માંડ 7 થી 8 જેટલી રહી જવા પામી છે. એ પણ નોંધનીય છે કે વિશ્વભરમાં રહેતા ” મેલાનીસ્ટિક ટાઇગર ” પ્રજાતીની 70 ટકા વસ્તી ઓડિશામાં રહે છે.
જેનેટિક ડિફેક્ટને કારણે વાઘના શરીર પર બને છે કાળા રંગના પટ્ટાઓ

ઉલ્લેખનીય છે કે ” મેલાનીસ્ટિક ટાઇગર ” પ્રજાતિના વાઘના શરીર પર કાળા રંગના પટ્ટા જેનેટિક ડિફેક્ટના કારણે હોય છે. આ દુર્લભ પ્રજાતિના વાઘ ભારતમાં ફક્ત ઓડિશા રાજ્યમાં જ જોવા મળે છે. જો કે આ પ્રજાતિના વાઘની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. વર્ષ 2018 ની ટાઇગર સેન્સસ રિપોર્ટ અનુસાર કાળા પટ્ટા ધરાવતા વાઘની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઓડિશાના નંદનકાનનમાં પશ્ચિમ બંગાળ નિવાસી સૌમેન બાજપેયી બર્ડ કોચિંગ કરી રહ્યા હતા. જંગલમાં વૃક્ષો પર સૌમેન તેઓ અનેક પ્રકારના પક્ષીઓ અને વાંદરાઓને જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે એક વાઘને જોયો જે સામાન્ય વાઘ જેવો નહોતો. સૌમેન આ પહેલા ” મેલાનીસ્ટિક ટાઇગર ” વિશે અજાણ હતા.
સૌમેનએ તરત પોતાનો ડિજિટલ કેમેરો કાઢ્યો અને તરત આ દુર્લભ વાઘની તસવીરો ક્લિક કરી. હાલ આ બ્લેક ટાઇગરની તસવીરો સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પબ્લિશ થતા ત્યાંથી આ તસવીરો વાયરલ થઈ રહી છે.

નોંધનીય છે કે વર્ષ 1993 માં પહેલી વખત ઓડિશાના સિમલીપાલ ટાઇગર રિઝર્વમાં ” મેલાનીસ્ટિક ટાઇગર ” પ્રજાતિનો વાઘ જોવામાં આવ્યો હતો. કેમેરા ટ્રેપ દ્વારા એકત્રિત કરાયેલા ડેટા અનુસાર આજની સ્થિતિએ ભારતમાં ” મેલાનીસ્ટિક ટાઇગર ” પ્રજાતિના માત્ર સાતથી આઠ વાઘ જ બચ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શું તમે ક્યારે જોયો છે કાળા રંગનો વાધ? આ દુર્લભ પ્રજાતિના માંડ સાતથી આઠ વાઘ બચ્યા છે હવે"
ટિપ્પણી પોસ્ટ કરો