બિહાર ચૂંટણી પરિણામ: બિહારમાં બાજી પટલાશે કે નીતિશ જાળવી રાખશે સત્તા, NDA સ્પષ્ટ બહુમતી તરફ

આજે બિહાર ચૂંટણીનું પરિણામ છે એટલે હવે બિહારની સત્તા પર કોનું રાજ હશે, તે આજે સ્પષ્ટ થઇ જશે. બિહાર વિધાનસભા ચૂંટણીની 243 વિધાનસભા બેઠકો માટેની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતની મતગણતરીમાં બાજી પલટાતી જોવા મળી છે, જેમાં NDA આગળ જ્યારે મહાગઠબંધન પાછળ રહ્યું છે.

image source

બિહાર ચૂંટણી પરિણામ

જેડીયું+ 124 બેઠક

આરજેડી+ 107 બેઠક

લોજપા 6 બેઠક

અન્ય 6 બેઠક

કુલ 240(243)

image source

જો પક્ષવાર જોઇએ તો બિહારમાં જેડીયુને 51, ભાજપને 66, આરજેડી 76, કોંગ્રેસ 24, લોજપા 6 અને અપક્ષ 20 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે.

શરૂઆતમાં NDA આગળ, મહાગઠબંધન પાછળ

image source

શરૂઆતની મતગણતરીમાં સૌ પ્રથમ વખત NDA આગળ જોવા મળ્યું છે, જ્યારે મહાગઠબંધન પાછલ થયું રહ્યું છે. શરૂઆતની મતગણતરીમાં NDAને 125 અને મહાગઠબંધન 109 બેઠક મળશે તેવું લાગી રહ્યું છે.

તેજસ્વી યાદવના ઘરની બહાર જમા થઈ ભારે ભીડ

પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના ઘરની બહાર તેમના સમર્થકોની ભીડ જોવા મળી છે.

NDAની આગળ થયું મહાગઠબંધન

image source

બિહાર વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી શરુ થઇ ગઇ છે. પ્રારંભિક વલણમાં NDA 52 તો મહાગઠબંધન 84 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

લોજપાને પણ ચાલી રહયુ છે અમુક બેઠક પર આગળ

લોજપાના ઉમેદવાર રાજેંદ્ર પ્રસાદ સિંહ દીનારા બેઠક પરથી આગલ ચાલી રહ્યાં છે. તેઓ ભાજપ છોડી લોજપામાં સામેલ થયા હતા. લાલૂ યાદવના વેવાણ ચંદ્રિકા રાય પણ આગળ ચાલી રહ્યાં છે. ઇમામગંજથી જીતન રામ આગળ ચાલી રહ્યાં છે.

સૌથી પહેલા થઈ બેલેટ મતોની ગણતરી

બિહાર વિધાનસભાનું આજે પરિણામ છે જેને લઇને નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના સમર્થકોમાં ભારે વ્યાકુળતા જોવા મળી રહી છે. સવારે 8:15 વાગે મતગણતરીનો પ્રારંભ થશે ત્યારે 9 વાગ્યાની આસપાસ પ્રારંભિક વલણ સામે આવતા થશે. સૌ પ્રથમ બેલેટ મતોની ગણતરી શરૂ થશે.

image source

શરૂઆતના બે કલાક સુધી બેલેટ મતગણતરી થશે. તેમાં જનતાનો મુડ કયા પક્ષ તરફ વધારે છે તેને લઇને પ્રાથમિક વલણ સામે આવશે. એવામાં ભાજપના નેતા ઝફર ઇસ્લામે પોતે જીતશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમને કહ્યું કે એક્ઝિટ પોલ અને પરિણામમાં તફાવત જોવા મળશે. લોકોએ એનડીએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. વિજય અવશ્ય એનડીએની જ થશે.

બિહારમા પરિણામ જાહેર થાય એ પહેલાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને દાવો કર્યો કે અમે બિહારમાં NDAની સરકાર બનાવીશું. તેમને આગળ કહ્યું છે કે કોંગ્રેસના લોકો ભલે ખુશ થતાં, સરકાર તો નીતિશ કુમારની જ બનશે.

ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જેડીયુ નેતા સંજય સિંહે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય માટે આજે મહત્વનો દિવસ છે. જનતા પર અમને પૂરો વિશ્વાસ છે. બિહારમાં જેડીયુ અને ભાજપની સરકાર બનશે.

image source

હવે જોવાનું એ રહ્યું કે બિહારમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલા નીતિશ કુમાર શું ફરી એકવાર સત્તામાં આવી ઇતિહાસ રચી શકશે?

કે પછી આરજેડીના યુવા નેતા તેજસ્વી યાદવે મતદારોને પોતાના તરફ ખેંચી લીધા હશે.

બિહારમાં 243 વિધાનસભા બેઠક પર આ વખતે ત્રણ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન દેશમાં પહેલી વાર વિધાનસભા ચૂંટણી યોજાઇ, એવામાં આ ચૂંટણીમાં કોણ જીતશે એ જોવાનું રહ્યું.

0 Response to "બિહાર ચૂંટણી પરિણામ: બિહારમાં બાજી પટલાશે કે નીતિશ જાળવી રાખશે સત્તા, NDA સ્પષ્ટ બહુમતી તરફ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel