Royal Enfield Meteor 350 કે Honda H’Ness CB 350 કયુ બાઇક તમારા માટે રહેશે બેસ્ટ, આ રહી સરખામણી

જો આ દિવાળીમાં તમે એક પાવરફૂલ એન્જીન ધરાવતું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અમારો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આજના આ બાઇક્સ સંબંધી લેખમાં અમે આપને 350 સીસી સેગમેન્ટમાં તાજેતરમાં જ લોન્ચ થયેલી બે નવી બાઇક્સ વિશે જણાવવાના છીએ. જેમાં Royal Enfield Meteor 350 અને Honda H’Ness CB 350 શામેલ છે. આ લેખમાં અમે આપને એન્જીન, પરફોર્મન્સ, ટ્રાન્સમિશન, બ્રેક, સસ્પેન્શન અને ડાયમેંશન જેવા વિવિધ મુદ્દાથી આ બન્ને બાઇકની સરખામણી કરી દેખાડશું કે કઈ બાઇકમાં તમારા માટે સારી રહેશે. તો ચાલો.જાણીએ તેના વિશેની વધુ માહિતી..

image source

એન્જીન

Royal Enfield Meteor 350 માં G- સિરિઝનું 349 સીસી, 4- સ્ટ્રોક, એયર ઓઇલ કોલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે.

Honda H’Ness CB 350 માં પાવર માટે 348 સીસી, સિંગલ સિલિન્ડર, ઍર કુલ, 4-સ્ટ્રોક, OHC એન્જીન આપવામાં આવ્યું છે.

પરફોર્મન્સ

Royal Enfield Meteor 350 નું એન્જીન 20.4 PS નો મેક્સિમમ પાવર અને 27 Nm નો પિકટોર્ક જનરેટ કરે છે. તેમાં ઇલેક્ટ્રિક ફ્યુલ ઇન્જેક્શન (EFI) ટેકનિકનો ઉપયોગ કારાયો છે.

Honda H’Ness CB 350 નું એન્જીન 5,500 આરપીએમ પર 20.8bhp નો મેક્સિમમ પાવર અને 3,000 આરપીએમ પર 30Nm નો પિકટોર્ક જનરેટ કરે છે.

image source

ટ્રાન્સમિશન

Royal Enfield Meteor 350 નું એન્જીન 5- સ્પીડ ગેયરબોક્સથી સજ્જ છે.

Honda H’Ness CB 350 નું એન્જીન 5-સ્પીડ ગેયરબોકસથી સજ્જ છે.

સસ્પેન્શન

Royal Enfield Meteor 350 ના ફ્રન્ટમાં 41 મિલીમીટરનું ફોકર્સ ટેલિસ્કોપીક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. જ્યારે તેના રિયરમાં ટ્વીન ટ્યુબ ઈમલ્શન શોક અબ્જોર્બર સાથે 6 સ્ટેપ એડજસ્ટેબલ પ્રિલોડ સસ્પેન્શન આપવામાં આવ્યા છે.

Honda H’Ness CB 350 ના ફ્રન્ટમાં ટેલિસ્કોપીક ફોકર્સ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. જ્યારે તેના રિયરમાં ટ્વીન રિયર શોકસ આપવામાં આવ્યા છે.

image source

બ્રેક

Royal Enfield Meteor 350 ના ફ્રન્ટમાં 300 મિલીમીટર અને રિયરમાં 270 મિલીમીટરની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સુરક્ષા માટે તેમાં ડ્યુઅલ ચેનલ ABS ફીચર આપવામાં આવ્યું છે.

Honda H’Ness CB 350 ના ફ્રન્ટમાં 310 મિલીમીટરની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જ્યારે તેના રિયરમાં 240 મિલીમીટરની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સુરક્ષા માટે આમાં ઓન ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ એટલે કે ABS છે.

ફ્યુલ કેપેસિટી

Royal Enfield Meteor 350 માં 15 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

Honda H’Ness CB 350 માં પણ 15 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

image source

કિંમત

Royal Enfield Meteor 350 ની શરૂઆતી એક્સ શો રૂમની કિંમત 1.75 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 1.90 લાખ સુધી જાય છે.

Honda H’Ness CB 350 ની શુરુઆતી એક્સ શો રૂમની કિંમત 1.90 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "Royal Enfield Meteor 350 કે Honda H’Ness CB 350 કયુ બાઇક તમારા માટે રહેશે બેસ્ટ, આ રહી સરખામણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel