હાહાકાર: દેશમાં અત્યાર સુધીમાં કોરોના 10,000,000 પોઝિટિવ કેસ, જેમાંથી આટલાં લોકો મોતને ભેટ્યા

ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા હવે 1 કરોડને પાર થઈ ગઈ છે. આ આંકડા સાથે ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ સંક્રમિત દર્દી ધરાવતો દેશ બન્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના 220 દેશોમાં કોરોના ફેલાઈ ચુક્યો છે તેમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં 290 દિવસમાં જ કોરોનાના 1 કરોડથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ભારતમાં 300થી વધુ દિવસ પછી આટલા કેસ નોંધાયા છે.

image source

જો કે ભારતમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રાહતની વાત એ છે કે અહીં રિકવરી રેટ ખૂબ સારો છે. હાલ દેશમાં 3 લાખથી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે. અન્ય 95 લાખથી વધુ દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે. રિકવરીની બાબતમાં ભારત વિશ્વભરના દેશોમાં પ્રથમ ક્રમે છે. અહીં રિકવરીનો રેશિયો 95 ટકાથી વધુ છે. ભારત બાદ 87 ટકા સાથે બ્રાઝિલ આવે છે જ્યારે અમેરિકામાં રિકવરી રેટ 58 ટકા છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ ફ્રાંસની છે કારણ કે અહીં સંક્રમિતોમાંથી માત્ર 7.5 ટકા દર્દી જ સ્વસ્થ થાય છે.

image source

વિશ્વભરના કોરોનાના દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો કુલ કેસ અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ નોંધાઈ ચુક્યા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 16 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જણાવી દઈએ કે સપ્ટેમ્બર સુધીમાં વિશ્વભરમાં દરરોજ 3 લાખ નવા કેસ નોંધાતા હતા જ્યારે બને રોજના આશરે 6 લાખથી વધારે દર્દી નોંધાઈ રહ્યા છે.

image source

તેમાં અમેરિકા, બ્રાઝિલ, ફ્રાંસ અને રશિયા સહિતના 50થી વધુ દેશમાં કોરોનાની બીજી લહેર વધી રહી છે. જો કે આ દ્રષ્ટિએ પણ ભારતની સ્થિતિ અન્ય દેશ કરતાં સારી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યા ઘટી રહી છે. આ ઉપરાંત રોજ નોંધાતા કેસ કરતાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે. મૃત્યુદરની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.45 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાના દર્દીનો ડેથ રેટ 1.45 ટકા છે.

image source

જો કે હવે કોરોનાની રસીકરણની તૈયારીઓ પણ થઈ રહી છે ત્યારે આશા છે કે 2021ની શરુઆતથી દેશમાં પણ રસીકરણની શરુઆત થઈ જશે. તેવામાં કોરોના પણ આવતા વર્ષથી સમાપ્ત થવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "હાહાકાર: દેશમાં અત્યાર સુધીમાં કોરોના 10,000,000 પોઝિટિવ કેસ, જેમાંથી આટલાં લોકો મોતને ભેટ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel