જો તમારા પગનો આકાર છે આવો તો તમને થઈ શકે છે આર્થિક મુશ્કેલી
આજકાલ આપણે સૌ મહેનત તો કરીએ જ છીએ પણ સાથે જ જ્યોતિષ અને ભગવાનની કૃપામાં પણ માનીએ છીએ. કહેવાય છે કે જો તમારી મહેનતની સાથે આ અન્ય કૃપા પણ તમારા પર રહે છે તો તમે ઝડપથી ધન પ્રાપ્તિ કરી શકો છો.
સામાન્ય રીતે આપણે સૌ પોતાની હસ્તરેખાની મદદથી ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની જાણકારી મેળવીએ છીએ. પણ જ્યોતિષમાં ખાસ કરીને શરીરના વિવિધ અંગોની મદદથી પણ ભવિષ્યવાણી કરવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્રમામં પણ વ્યક્તિના ન ફક્ત હથેળી પર બનેલી રેખાઓ અને નિશાનોના જાતકના સ્વભાવ અને ભવિષ્યની વાત જાણી શકાય છે. આવું જ પગના તળિયાની સાથે પણ થાય છે. પગના તળિયાના આકાર અને રેખાઓ પણ તમારી આર્થિક સ્થિતિની જાણકારી આપે છે.

સમુદ્ર શાસ્ત્રમાં પગના તળિયાને લઈને અનેક વાતો કહેવામાં આવી છે જેને લઈને તમે ભવિષ્યને જાણી શકો છો. તેમાં કહેવાયું છે કે જે લોકોના પગના તળિયા કાળા હોય છે તેમના જીવનમાં હંમેશા ધનની ખામી રહે છે. આ પ્રકારના લોકો ખાસ કરીને બીમારી અને સંતાન સંબંધી મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે.

જો તમારા તળિયામાં એક એવી રેખા જે એડીથી નીકળીને અંગૂઠાની વચ્ચે પહોંચે છે તો તે ધનના સંબંધમાં શુભ માનવામાં આવે છે. જો તમારા પગના તળિયા સપાટ છે અને તેમાં કોઈ ખાડો નથી પડતો તો તેનો અર્થ છે કે તમે ખુલ્લા વિચારો વાળા વ્યક્તિ છો અને સાથે જ મહાત્વાકાંક્ષી પણ છો. આ પ્રકારના પગવાળા વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ ખાસ કરીને આવા વ્યક્તિ લાલચમાં આવીને અપરાધ કરી લે છે.

જો તમારા પગની આંગળીઓની વચ્ચે ખાલી જગ્યા રહે છે તો તમારે સંભાળી જવાની અને ચેતવાની જરૂર છે. તમારે ધન સંબંધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માટે તમે જે પણ ખર્ચ કરો તે સંભાળીને કરો તે જરૂરી છે.

જો તમારા પગના તળિયા શ્યામ અને થડા બ્રાઉન છે તો તમારે ખુશ થવાની જરૂર છે. આ પ્રકારના લોકો ખૂબ જ ફરતા રહેવાનું પસંદ કરે છે. તેઓ પર લક્ષ્મીજીની કૃપા કાયમ રહે છે. તેમના જીવનમાં સમૃદ્ધિ કાયમ રહે છે.

જો તમારા પગના તળિયા એકદમ સફેદ છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી શકે છે. તમે એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતા રહી શકો છો. સંઘર્ષ ક્યારેય તમારો પીછો છોડશે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો તમારા પગનો આકાર છે આવો તો તમને થઈ શકે છે આર્થિક મુશ્કેલી"
ટિપ્પણી પોસ્ટ કરો