45 વર્ષની એકતા કપૂરનો આ ફોટો જોઇને તમે પણ ચોંકી ઉઠશો, 4 વાર ધ્યાનથી જોજો ફોટો કારણકે…
ટીવી કવીનના નામથી ખૂબ જ જાણીતી બનેલી પ્રોડ્યુસર એકતા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી જ સક્રિય રહે છે. એકતા કપૂર ઘણી બધી પોસ્ટ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહી છે. હવે હાલમાં જ એકતા કપૂરએ એક નવો ફોટો શેર કર્યો છે. પણ આ ફોટાએ એમના ફેન્સને ઘણા જ અચરજમાં નાખી દીધા છે. આ ફોટાને શેર કરીને એકતા કપૂરએ જાતે જ સસ્પેન્સ ક્રિએટ કર્યું છે. ફોટાને જોઈને બધાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું એકતા કપૂર જલ્દી જ લગ્ન કરવાની છે?

એકતા કપૂરે હાલમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીમાં એકતા કપૂરની સાથે એમના મિત્ર તનવીર બુકવાલા પણ દેખાઈ રહ્યા છે. આ ફોટાને શેર કરતા એકતા કપૂરએ જે કેપ્સન લખ્યું છે એ ઘણા સવાલ ઉભા કરી રહ્યું છે. એકતા કપૂરના કેપ્સનને જોઈને એમના ફેન્સ એમના લગ્નનો અંદાજ કાઢી રહ્યા છે.

એકતા કપૂરે આ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે “અને અમે અહીંયા છે. જલ્દી જ તમને બધાને જણાવીશું” એકતા કપૂરની આ પોસ્ટ પર હવે એમના ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો એકતા કપૂરની આ પોસ્ટ પર ખુદ તનવીર બુકવાલાએ પણ કેમન્ટમાં લખ્યું છે કે “આ દોસ્તીને સંબંધમાં બદલવાનો સમય હવે આવી ગયો છે.”

તનવીર બુકવાલાની આ કેમન્ટ પછી એ વાતનો અંદાજો ઝડપથી લાગવા લાગ્યો છે કે એકતા કપૂર અને તનવીર બુકવાલા બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જો તનવીર બુકવાલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નજર નાખીએ તો એમાં એકતા કપૂરના ઘણા બધા ફોટા છે આ ફોટાને જોઈને લાગે છે કે એકતા અને તનવીર બંને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ સારું છે. હવે ફેન્સને રાહ છે તો ફક્ત એકતા કપૂરના આ અંગેના ખુલાસાની.

તમને જણાવી દઈએ કે તનવીર બુકવાલા વ્યવસાયે ઓથર છે અને ડીંગ એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર પણ છે. એમને એકતા કપૂર સાથે વેબ સિરીઝ ફિતરત માટે કોલબોરેટ કર્યું હતું.

તો એકતા કપૂર વિશે તો બધા જાણે જ છે. એકતા કપૂર એક ખૂબ જ સારી નિર્માતા અને નિર્દેશક હોવાની સાથે સાથે એક દીકરાની માતા પણ છે. એકતા કપૂર થોડા સમય પહેલા જ સરોગસીના સહારે માતા બની છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "45 વર્ષની એકતા કપૂરનો આ ફોટો જોઇને તમે પણ ચોંકી ઉઠશો, 4 વાર ધ્યાનથી જોજો ફોટો કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો