આ દેશમાં કોરોન્ટાઇનમાંથી માત્ર 8 સેકન્ડ માટે યુવક નિકળ્યો બહાર, અને લાગી ગયો લાખોનો દંડ
સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર વર્તી રહ્યો છે. જેના કારણે દરેક દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેનુ ઉલ્લંઘન કરવા બદલ તેમની આકરી સજા કરવામા આવે છે. આવી એક ઘટના સામે આવી છે તાઈવાનમાં. તાઈવાન એક એવો દેશ છે જેની ગણતરી કોરોનાને લગભગ કાબૂમાં કરવા સંદર્ભે થાય છે. ચીનનો આ પાડોશી દેશ હોવા છતાં તાઈવાનમાં કોરોનાના કેસ નહીંવત છે. પરંતુ તાઈવાન કોરોનાના નિયમોને લઈને ખુબ જ કડક છે.
માત્ર 8 સેકન્ડની ભૂલ બદલ અઢી લાખનો દંડ
હાલમાં જ એક ઘટના પરથી સમજી શકાય કે ત્યાં કેટલી કડકાઈથી કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે છે. માત્ર 8 સેકન્ડની ભૂલ બદલ એક વ્યક્તિ પર USD 3,500 (Rs 2,58,329) એટલે કે અઢી લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો. મૂળ રીતે ફિલિપાઈન્સનો વતની એક વ્યક્તિ તાઈવાનના ગાઉશુંગ શહેરની હોટલમાં ક્વોરન્ટાઈન કરાયો હતો.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ
તાઈવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ક્વોરન્ટાઈનના સમયગાળા દરમિયાન યુવક માત્ર ગણતરીની સેકન્ડ માટે તે પોતાના રૂમમાંથી બહાર નીકળીને હોલમાં ગયો હતો. રૂમમાંથી બહાર નીકળીને કેટલીક સેકન્ડ માટે હોલમાં આવવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારબાદ હોટલના સ્ટાફે સ્વાસ્થ્ય વિભાગને ઘટનાની જાણકારી આપી. સ્વાસ્થ્ય વિભાગે વ્યક્તિ પર લગભગ અઢી લાખનો દંડ ફટકારી દીધો.
ગાઉશુંગ શહેરમાં 56 ક્વોરન્ટાઈન હોટલ છે
તાઈવાનના ક્વોરન્ટાઈન નિયમો મુજબ લોકોને પોતાના રૂમમાંથી બહાર નીકળવાની મંજૂરી અપાતી નથી. પછી ભલે ગમે તેટલા દિવસ રૂમમાં ભરાઈને રહેવું પડે. અત્રે જણાવવાનું કે ગાઉશુંગ શહેરમાં 56 ક્વોરન્ટાઈન હોટલ છે. જેમાં ત્રણ હજાર રૂમ ક્વોરન્ટાઈન માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. લગભગ 2 કરોડ 30 લાખની વસ્તીવાળા તાઈવાનમાં અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત 716 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તાઈવાને અન્ય દેશોની જેમ લોકડાઉન કર્યું નહોતું કે દેશની અંદર પણ સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધો નહોતાં લગાવ્યા. તેમ છતા આ દેશે કોરોના પર સંપૂર્ણ કાબુ કરી લીધો હતો. તેની પાછળનું એક ખાસ કારણ તેમના દેશમાં લાગુ કરવામાં આવેલા કડક નિયમો પણ છે.
તાઈવાનને મહામારીથી બચાવવામાં ઉપરાષ્ટ્રપતિની છે મોટી ભૂમિકા
તાઈવાને અન્ય દેશો કરતા વહેલી તકે સાવધાની દાખવવાનું શરૂ કરી દીધું હતું. વિદેશમાંથી આવતા લોકોને અનિવાર્ય રૂપથી 14 દિવસ ઘરમાં રહેવાનું હતું. પરંતુ કોરોના વાયરસ સામે તાઈવાન પાસે એક એવું હથિયાર છે જે અન્ય દેશો પાસે ભાગ્યે જ હશે. તાઈવાનમાં ઉપ રાષ્ટ્રપતિ પદ ઉપર જે વ્યક્તિ છે તેઓ મહામારીના નિષ્ણાંત છે. ઉપ રાષ્ટ્રપતિ ચેન ચિએન-જેને અમેરિકાના જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી મહામારી અંગે ટ્રેનિંગ લીધેલી છે. અને વાયરસના નિષ્ણાંત છે. રસપ્રદ વાત તો એ છે કે ઉપ રાષ્ટ્રપતિ પદ હોવા છતાં તેમણે તાઈવાનમાં સત્તા ચલાવી રહેલી રાજનીતિક પાર્ટી જોઈન કરી નથી.
ઉપરાષ્ટ્રપતિ સાયન્સના ફેક્ટના આધાર ઉપર દેશ ચલાવી રહ્યા છે
ઉપ રાષ્ટ્રપતિ ચેન ચિએન-જેન પોતે દેશમાં ફેલાયેલા સંક્રમણ ઉપર નજર રાખી રહ્યા હતા. અને વેક્સિન અને ટેસ્ટિંગ કિટ તૈયાર કરાવવા ઉપર ભાર આપી રહ્યા હતા. બીજી તરફ ચેન પોતાના રાજનીતિક પદથી વાયરસ રેસ્પોન્સ અંગે ચીનની આલોચના પણ કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણએ દુનિયાભરમાં અનેક દેશોના શાસકો કોરોના વાયરસ અંગે અજીબોગરીબ દાવાઓ કરી રહ્યા છે. તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ સાયન્સના ફેક્ટના આધાર ઉપર દેશ ચલાવી રહ્યા છે. મેડિકલ સાયન્ટીસ્ટ પાસેથી તેઓ દર્દીઓની સારવાર ડેવલોપ કરવાની સલાહ માંગી રહ્યા હતા.
વાયરસ રિસર્ચ લેબ બનાવી
2003માં સાર્સ વાયરસ ફેલાવા દરમિયાન ચેન ચિએન-જેન તાઈવાનના ટોપ હેલ્થ ઓફિસર હતા. ત્યારબાદ પણ તેમણે દેશને મહામામરીથી બચાવવા માટે તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું. દેશમાં આઈસોલેશન વોર્ડ અને વાયરસ રિસર્ચ લેબ બનાવી હતી. જ્યારે દુનિયાના તમામ નેતા કોરોના વાયરસ ફેલાવા અંગે અલગ અલગ દાવાઓ કરી રહ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ દેશમાં કોરોન્ટાઇનમાંથી માત્ર 8 સેકન્ડ માટે યુવક નિકળ્યો બહાર, અને લાગી ગયો લાખોનો દંડ"
ટિપ્પણી પોસ્ટ કરો