ગુજરાતીઓ ચેતી જજો, ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટનો કાયદો બદલાશે, નહીંતર ભરવો પડશે મસમોટો દંડ

ગુજરાતમાં હેલ્મેટને લઈને રાજ્ય સરકારે ખુબ દાવ રમ્યા છે. થોડા થોડા અંતરે કાયદામાં પરિવર્તન લાવ્યું છે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. તો હવે જો વાત કરીએ તો વાહન ચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે. એમાં પણ વિગતે વાત કરીએ તો રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે.

image source

મળતી માહિતી પ્રમાણે આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .0. એસઓ 4252 તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે, જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય. તો હવે દરેક વાહન ચાલકોએ આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી પડશે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં વધતા રોડ અકસ્માતને જોતા તેને ઘટાડવા માટે ગાડીઓની બનાવટ અને તેમા મળનારી સુવિધાઓમાં સરકારે કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં રાખી અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. ત્યારે કેટલાક નવા નિયમો પણ લાગૂ કર્યા છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈકની સવારી કરનારા લોકો માટે જારી કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે બાઈક ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠનારા લોકોને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. નવા નિયમો આ પ્રમાણે છે.

image source

મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર બાઈકની પાછળની સીટની બન્ને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેસનારાની સેફ્ટી માટે છે. બાઈક ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો તે તેને પકડી શકે. આ સાથે પાછળ બેસનારા લોકો માટે બન્ને તરફ પગ મુકવાનું સ્ટેન્ડ જરુરી છે. આ ઉપરાંત બાઈકના પાછળના ટાયરની ડાબી બાજૂના ભાગે ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવામાં આવવો જોઈએ. જેથી પાછળ બેસનારના કપડા વ્હીલમાં ન આવી જાય.

image source

મંત્રાલયે બાઈકમાં હળવા કન્ટેનર લગાવવા માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આ કંન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોંડાઈ 510 મિમી અને ઉંચાઈ 500 મિમીથી વધારે ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સવારીના સ્થાને લગાવાય છે તો ફક્ત ડ્રાઈવરને જ મંજૂરી રહેશે. મતલબન બીજું કોઈ બાઈક પર નહીં બેસે. જો પાછલી સવારીના સ્થાનની પાછળ લગાવવામાં આવે તો બીજી વ્યક્તિ બાઈક પર બેસી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર ટાયરને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. આ અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોર્નિટરિંગ સિસ્ટમની સલાહ આપી છે. આ સિસ્ટમમાં સેંસરના માધ્યમથી ડ્રાઈવરના આ જાણકારી મળી છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. આ સાથે મંત્રાલયે ટાયરની સર્વિસને પણ ધ્યાનમાં લીધી છે. આને લાગૂ કરવાથી ગાડીમાં એક્ટ્રા ટાયરની જરુર નહી રહે. સરકાર સમય સમય પર માર્ગ સુરક્ષા નિયમોમાં ફેરફાર કરતી રહી છે. ગત કેટલાક વર્ષોમાં માર્ગ સુરક્ષાના નિયમોને કડક કરવા પર ભાર મુકવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ગુજરાતીઓ ચેતી જજો, ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટનો કાયદો બદલાશે, નહીંતર ભરવો પડશે મસમોટો દંડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel