ખુશખબર: હવે દીકરીના લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, આજે જ જાણી લો આ સ્કિમ વિશે નહિં તો રહી જશો
સોનાના વધી રહેલા ભાવ વચ્ચે આજના જમાનામાં દીકરીના લગ્ન કરાવવા એ દરેક માતાપિતા માટે પડકાર સમાન બન્યા છે. દેશમાં દીકરીને લગ્ન વખતે સોનાના ઘરેણા આપવાની પરંપરા રહી છે.આપણા દેશમાં દીકરીઓને લગ્નમાં સોનું આપવાની પરંપરા છે. એવામાં આસામ સરકારે પોતાના રાજ્યની દીકરીઓને લગ્નમાં 10 ગ્રામ સોનું અરુંઘતિ ગોલ્ડ સ્કીમના આધારે આપવાની શરૂઆાત કરી છે. તેમાં સરકારની તરફથી દીકરીઓને ભેટ અપાશે. જો તમે પણ તમારી દીકરીના લગ્નમાં સરકાર તરફથી આ 10 ગ્રામ સોનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમે આ રીતે સ્કીમનો લાભ મેળવી શકો છો. સરકારે આ માટે કેટલાક નિયમો અને શરતો રાખી છે તેને તમારે જાણી લેવી જરૂરી છે.

આ સ્કીમનો લાભ લેવા માટે દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.
આ સિવાય દીકરીના લગ્નનું રજિસ્ટ્રેશન થયું હોવું જરૂરી છે.
દીકરીના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
આ યોજનાનો લાભ પહેલીવાર લગ્ન કરતી સમયે જ મળશે.
આ સિવાય યુવકની ઉંમર 21 વર્ષની હોય તે જરૂરી છે.

લગ્ન સ્પેશ્યિલ મેરેજ એક્ટ 1954ના આધારે રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. જે દિવસે રજિસ્ટ્રેશન થશે એ દિવસે યુવતીએ સ્કીમ માટે એપ્લાય કરવાનું રહેશે.
ગરીબ પરિવારને મળશે મદદ

આ સ્કીમના આધારે ગરીબ પરિવારને મદદ મળશે. આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા માતા પિતાને થોડી રાહત મળી રહે તે છે. સરકારની તરફથી આપવામાં આવેલું સોનું દીકરીને આર્થિક રીતે મજબૂત બનાવશે.
આ રીતે સ્કીમ માટે કરો એપ્લાય

અરુંધતિ ગોલ્ડ સ્કીમમાં સૌ પહેલાં રજિસ્ટ્રેશન કરાવો.
આ માટે તમે revenueassam.nic.in. પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો.
આ પછી તેની પ્રિંટઆઉટ કાઢો.

ઓનલાઈનની સાથે સાથે આ પ્રિટઆઉટ જમા કરાવવાની રહે છે.
ફોર્મ સબમિટ થયા બાદ દીકરીને તેની એક રસીદ મળે છે.
તમારી એપ્લીકેશન મંજૂર થઈ કે નહીં તેને વિશે તમને એસએમએસથી માહિતી મળશે.
એપ્લીકેશન મંજૂર થી તો સ્કીમના આધારે જે પણ રકમ હશે તે એપ્લીકન્ટના ખાતામાં જમા કરાશે.
સરકારની 300 કરોડ રૂપિયાની ફાળવણી

આ યોજના માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાં અલગથી 300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જો કે અરુંધતિ ગોલ્ડ યોજના એક પરિવારના પહેલા બે સંતાન પર જ લાગુ થશે. આ ગોલ્ડ યોજના ફક્ત એવા કેસમાં જ લાગુ થશે જ્યાં વર અને વધૂ બંનેની ઉંમર ક્રમશ: 21 વર્ષ અને 18 વર્ષ હોય. એટલે કે કાયદાકીય રીતે વયસ્ક હોય.
માત્ર આ સમુદાયની દુલ્હનોને મળશે સોનું

એક તોલો સોનું એવા સમુદાયોમાં જ દુલ્હનોને મળશે જ્યાં આ પ્રકારની કોઈ પ્રથા છે. આ સાથે જ અરજીકર્તાનો વિવાહ વિશેષ વિવાહ અધિનિયમ 1954 હેઠળ રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ. જન્મ પ્રમાણપત્રની ખરાઈ અને ચિકિત્સા પરીક્ષાના માધ્યમથી આયુ માપદંડ કડકાઈથી લાગુ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ખુશખબર: હવે દીકરીના લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, આજે જ જાણી લો આ સ્કિમ વિશે નહિં તો રહી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો