રામાયણનો આ કલાકાર જીવી રહ્યો છે આવી ખાસ જિંદગી, નહીં આવે વિશ્વાસ
એક સમયે દૂરદર્શન પર આવતી રામાયણ સિરિયલે અનેક દર્શકોના દિલ પર રાજ કર્યું. હાલમાં લોકડાઉનના સમયમાં પણ ફરીથી પ્રસારિત થતાં તે દર્શકોમાં ફેવરિટ બની છે. આ સિરિયલમાં અનેક કલાકારોએ કામ પણ કર્યું અને તેઓ પોતાના કિરદારથી ફેમસ પણ થયા.
આ સમયે તેમના કિરદારની પણ સતત ચર્ચા થતી રહેતી. રામાયણમાં રાવણનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદી પણ લોકોમાં ખૂબ જ પસંદગી પામ્યા હતા. તેઓએ જે રોલ નિભાવ્યો તે એટલો અસરકારક રહ્યો કે લોકો તેમનામાં રાવણને જ જોતાં.
રાવણના આ રોલના કારણે તેઓ ઘર ઘરમાં લોકપ્રિય બની ગયા હતા. આ રોલના કારણે તેઓ ફિલ્મ પ્રમાણન બોર્ડના અધ્યક્ષ બન્યા અને લાંબા સમય સુધી આ સ્થાન પર તેઓએ કામ પણ કર્યું. તેઓએ ફક્ત રામાયણ જ નહીં પણ જેસલ તોરલ અને વીર રામવલો જેવી ફિલ્મો અને સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદી તે સમયે એક જાણીતા કલાકારની ખ્યાતિ મેળવી ચૂક્યા હતા.
વર્ષો સુધી કામ કર્યા બાદ અને નામના મેળવી ચૂક્યા બાદ આજે અરવિંદ ત્રિવેદી પોતાના ઘરે જ રહેવાનું પસંદ કરે છે. પરિવાર સાથે તેઓ વધારે સમય વીતાવે છે. રામાયણનો તેમના જીવન પર એટલો મોટો પ્રભાવ રહ્યો છે કે હવે તેઓ રામનામ જપવાનું જ પસંદ કરે છે. મોટાભાગે તેમનો સમય ભગવાનની ભક્તિમાં અને પરિવાર સાથે પસાર થાય છે. રોજ તેઓ મંદિરે પણ જાય છે.
રામાયણની ખાસ અજાણી વાતો
રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ મૂળ 7 કાંડોમાં વહેંચાયેલું છે: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ – લંકાકાંડ અને ઉત્તર કાંડ.
ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રામાયણનો આ કલાકાર જીવી રહ્યો છે આવી ખાસ જિંદગી, નહીં આવે વિશ્વાસ"
ટિપ્પણી પોસ્ટ કરો