વરસાદે તો ભારે કરી, આજથી 3 દિવસ ગુજરાતમાં ભર-શિયાળે ખાબકશે મેઘો, જાણો શું છે આગાહી
આ પહેલાં પણ 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ પ્રમાણે વરસાદ ખાબક્યો પણ હતો. ત્યારે હવે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોમાં ચિંતા પેઠી છે. કારણ કે આ કમોસમી વરસાદ ખેડૂતોને રાતે પાણીએ રડાવશે. ત્યારે આવો હવેની આગાહી વિશે વાત કરીએ. રાજ્યના અનેક ભાગોમાં આજે રાત્રિથી હવામાનમાં પલટો આવી શકે તેમ છે અને વાદળછાયુ વાતાવરણની શક્યતા છે. તા.12મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા છે.
આ સાથે જ એવા પણ સમાચાર છે કે ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે પરંતુ ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થતા ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય અથવા ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં ઠંડી અંગે હજુ એક સપ્તાહની રાહ જોવી પડે તેમ છે. તા.12 ડિસેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયું, હવામાનમાં પલટો થવાની શકયતા છે. માવઠાની શક્યતાથી જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા ગણાવવામાં આવી રહ્યા છે.
આ સાથે જ જો ખેડૂતોના નુકસાન વિશે વાત કરીએ તો વિપરિત હવામાનની વિષમ અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં જીવાત આવી શકે. ઠંડી અંગે વધુ જોતા તા.15,16,17 ડિસેમ્બરમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. આ સાથે જ વિગતે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 10મીથી 13મી ડિસેમ્બર સુધી છૂટાછવાયા વિસ્તારમાં માવઠું પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 10મી બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યારબાદ 13મીને રવિવાર સુધીમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં માવઠું પડી શકે છે.
આ આગાહીમાં એઁવું કહેવામાં આવ્યું છે કે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે. વધુમાં બુધવારે રાજ્યમાં સૌથી નીચું 12.5 ડિગ્રી તાપમાન વલસાડમાં નોંધાયું છે. મંગળવારે નવસારીનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયા બાદ બુધવારે વલસાડનું લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં બુધવારે વલસાડમાં સૌથી નીચું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતની વાત કરીએ તો સુરતમાં રાત્રીનું તાપમાન 18.6 ડિગ્રી અને દિવસનું તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા અને પવનની મહતમ ઝડપ પ્રતિકલાક 4 કિલોમીટરની નોંધાઈ હતી.
જ્યારે આ પહેલાં આ જ વર્ષે કમોસમી વરસાદ થયો ત્યારે ગુજરાતમાં ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વરસાદ પડતા ખરીફ પાકોને નુકશાની થઇ હતી. કપાસમાં વીણી બાકી હોય તેમાં વરસાદથી ગુણવત્તાને અસર પહોંચશે. કાપણી કરીને ખેતરમાં પડેલા ડાંગરના પાકને પણ ભારે નુકાશની થવા પામી હતી. ખેતરોમાં અને યાર્ડમાં ખૂલ્લામાં પડેલી મગફળીને પણ વરસાદથી નુકશાન થતા ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો હતો. કમોસમી વરસાદને પગલે કપાસ પાકમાં ફૂલ ખરી પડે, ખૂલ્લા યાર્ડમાં પડલે માલ પલળી ગયો, ઘાસચારામાં કોવણ આવી ગઈ હતી, કેળના પાકને પણ નુકશાન ઓછા-વત્તા પ્રમાણમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ત્યારે હવે જો ફરીથી કમોસમી વરસાદ પડે તો નુકસાન થવાની ભીતી છે.
આજે વહેલી સવારે જ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગુરુકૂળ, સેટેલાઈટ, એસજી હાઈવે, ગાંધીનગર, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં સવારે 4 વાગ્યાથી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ ધીમેધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજીબાજુ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વરસાદે તો ભારે કરી, આજથી 3 દિવસ ગુજરાતમાં ભર-શિયાળે ખાબકશે મેઘો, જાણો શું છે આગાહી"
ટિપ્પણી પોસ્ટ કરો