બાપ રે બાપ, આ દેશમાં જીવતા જ દફનાવી દેવામાં આવે લોકોને, કાયદેસર તહેવારની જેમ કરવામાં આવે ઉજવણી
ભારત દેશમાં અને વિદેશમાં આજે પણ ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળતી હોય છે. અમે તમને આવી જ એક બીજી પ્રથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં જીવતા લોકોને દફનાવવામાં આવે છે. કંઈક એવા જ સીન જોવા મળે છે કે જેને જોઈને તમારી આંતરડી કકળી ઉઠે. ઉલ્લેખનીય છે કે આને ક્યુબન ફેસ્ટિવલના નામ તરીકે પણ પ્રખ્યાત છે. તે એક તહેવાર છે જ્યાં જીવતા લોકોને દફનાવવામાં આવે છે.
વિગતે વાત કરીએ તો એક વ્યક્તિને શબપેટીમાં બંધ કરી દેવામાં આવે છે અને પછી રસ્તા પર ફેરવવામાં આવે છે. આ પછી તેમના સંબંધીઓ અને મિત્રોની ભીડ તેમની પાછળ આવે છે. આ બધું એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે જ્યાં લોકો અને સંબંધીઓ દારૂ પીને જતા હોય છે. આમાં સફેદ વાળવાળી સ્ત્રી એ શખ્સની વિધવા બને છે અને આની સાથે તે એવું બધું જ કરે છે કે જે એક વિધવાને કરવાનું હોય. આ તહેવાર આજકાલનો ત્યાં નથી આવ્યો પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે અને હવે તે એક રિવાજ બની ગયો છે. આ પર્વને બ્યુરિયલ ઓફ પચેંચો નામથી પણ ઓળખવામાં આવે છે.
આ સિવાય લોકોને દફનાવવાને લઈ બીજો એક દેશ પણ ભારે ચર્ચામાં છે. સામાન્ય રીતે, અન્ય દેશોમાં લોકોને દફનાવવા માટે બનાવાયેલા શબપેટીઓ ફક્ત એક સરળ બોક્સની જેમ હોય છે, પરંતુ વિશ્વમાં એક દેશ એવો છે, જ્યાં ખૂબ જ અનોખા અથવા તો એક વિચિત્ર શબપેટી ઓ છે. જે બનાવવામાં આવે છે. આવા શબપેટી, જેમ તમે બીજે ભાગ્યે જ જોઈ હશે. ઘાના પશ્ચિમ આફ્રિકામાં સ્થિત એક સુંદર દેશ, તેના આશ્ચર્યજનક શબપેટીઓ માટે જાણીતો છે. તમને જણાવીએ કે અહીં શબપેટીઓ તેમને ખત(દફનાવવા) ની કામગીરી અથવા સ્થિતિ સાથે જોડતા જોવા મળે છે, અને તે મુજબ બાંધવામાં આવેલા શબપેટીઓ દફનાવવામાં આવે છે.
વધારે વાત કરીએ તો આ દેશ પોતાની આગવી ઓળખ તે પોતાની અલગ અલગ ફેન્સી શબ પેટી થી જાણીતો બનીયો છે. એક રિપોર્ટ અનુસાર, આવા શબપેટી બનાવવાની પરંપરા ઘાના ના માછીમારો દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અને તે પછી ખુબ પ્રખીયાત બની, માછીમારને માછલીની જેમ બનાવેલા શબપેટીમાં દફનાવવામાં આવ્યો હતો.
ઘાનાના ઉદ્યોગપતિઓને મોટે ભાગે લક્ઝરી મર્સિડીઝ કારથી બનેલા કાસ્કેટમાં દફનાવવામાં આવે છે. આ તેમની સ્થિતિ દર્શાવે છે. આ અનોખા શબપેટીઓની ઘનામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી માંગ છે. જ્યારે સ્થાનિક બજારોમાં તેમની કિંમત 70 હજારની આસપાસ હોય છે, ત્યારે તેમની કિંમત વિદેશમાં 7-8 ગણી વધે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બાપ રે બાપ, આ દેશમાં જીવતા જ દફનાવી દેવામાં આવે લોકોને, કાયદેસર તહેવારની જેમ કરવામાં આવે ઉજવણી"
ટિપ્પણી પોસ્ટ કરો