એશ્વર્યા રાય નહીં પણ કરિશ્મા બનવાની હતી બચ્ચન પરિવારની પુત્રવધુ, સગાઈ પણ થઈ ગઈ હતી, પછી…..
બોલિવૂડમાં ઘણી લવ સ્ટોરીનો સુખદ અંત આવતો હોય છે તો ઘણી લવ સ્ટોરીનો દુખદ અંત પણ આવતો હોય છે. એવી જ એક લવ સ્ટોરી છે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની. એક્ટર અભિષેક બચ્ચન અને એક્ટ્રેસ કરિશ્મા કપૂરની સગાઈ થઈ હોવા છતાં પણ તેમની લવ સ્ટોરીનો દુખદ અંત આવ્યો હતો. બાદમાં અભિષેક બચ્ચને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. તો આવો જાણીએ કે આખરે શું વાંધો આવ્યો. તો વાત એમ છે કે ઘણા વર્ષો પહેલા બોલિવૂડમાં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના રિલેશનશિપની ખૂબ ચર્ચા હતી.
જો વાત કરીએ 1997ની તો ત્યારે કરિશ્મા અને અભિષેકના ઘરવાળાઓને પણ તેની મંજૂરી મળી ગઈ હતી. એટલું જ નહીં અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર જયા બચ્ચને મીડિયા સામે કરિશ્માને પોતાની થનારી પૂત્રવધુ પણ કહી દીધી હતી. આવામાં જ્યાં એક તરફ કપૂર અને બચ્ચન પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું ત્યારે અચાનક જ અભિષેકે કરિશ્મા સાથે સગાડી તોડીને બધાને આંચકો આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે બંનેનો સંબંધ તૂટવાનું કારણ કરિશ્માની માતા બબિતા કપૂર હતી.
પરંતુ એક વાત એ પણ છે કે ઐશ્વર્યા સાથે લગ્નના ઘણા વર્ષો બાદ પણ હજુ અભિષેકે કરિશ્મા સાથે સંબંધ તોડવાના કારણને જાહેર કર્યું નથી. તો આ તરફ જયા બચ્ચનું પણ કહેવું છે કે સગાઈ તોડવાનો નિર્ણય અભિષેકનો હતો. વાત છે થોડા વર્ષો પહેલાની કે ત્યારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જયા બચ્ચને કહ્યું હતું કે, ‘સગાઈ તૂટવા પાછળ કોઈ પરિવાર જવાબદાર નથી. હકીકત એ છે કે, આ અભિષેકનો નિર્ણય હતો, જે તેણે પોતે જ લીધો હતો.’ જો કે, ઈન્ડસ્ટ્રીમાં આ વાત અંગે અલગ મત છે. એ જ રીતે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, કરિશ્માની માતા બબિતા કપૂરને આના માટે જવાબદાર માનવામાં આવે છે.
સાથે જ વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર પતિ રણધીર કપૂરથી અલગ થયા બાદ બબિતા જીવનના કપરાં સમયમાંથી પસાર થઈ રહી હતી. તે પોતાની બંને દીકરીઓનો સારો ઉછેર ઈચ્છતી હતી. બબિતાને પૈસાનું મહત્વ સારી રીતે ખબર હતું અને તે પોતાની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માગતી હતી. 90ના દાયકામાં કરિશ્મા પોપ્યુલર એક્ટ્રેસ હતી, બીજી તરફ અભિષેકને માત્ર અમિતાભના નામથી જ ઓળખવામાં આવતો હતો. તે વખતે બચ્ચન પરિવાર પણ આર્થિક સંકટોમાં ઘેરાયેલો હતો. અમિતાભને કરિયરમાં ખૂબ જ ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો અને તેમનું પ્રોડક્શન હાઉસ પણ ફેલ થઈ ગયું. ત્યારબાદ બબિતાએ કરિશ્માનું ભવિષ્ય સુરક્ષિત કરવા બચ્ચન પરિવાર સામે એક શરત મૂકી.
કહેવામાં આવી રહ્યું છે કે બબિતાની શરત હતી કે, પ્રૉપર્ટીનો કેટલોક ભાગ અભિષેકના નામે કરી દેવામાં આવે. જોકે, બિગ બીને તેમની આ વાત મંજૂર નહોતી. કહેવામાં આવે છે કે. ત્યારબાદ અભિષેકે કરિશ્મા સાથે સગાઈ તોડી નાખી.
હવે આમા તથ્ય ગમે તેટલું હોય પણ વર્તમાનમાં બંને પોતપોતાના જીવનમાં ખૂબ આગળ વધી ગયા છે અને ખુશહાલ જીંદગી પસાર કરી રહ્યાં છે. પરંતુ હા એ વાત પાક્કી છે કે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની લવ સ્ટોરી ખુબ જ ચર્ચામાં રહી હતી, બૉલિવૂડ સાથે આખો દેશ આ પ્રેમ કહાનીને લગ્નમાં બદલાતા જોવા માંગતું હતુ. જો કે આ વાત આગળ વધી નહીં અને બંન્નેની લવ સ્ટોરીનો દુખદ અંત આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "એશ્વર્યા રાય નહીં પણ કરિશ્મા બનવાની હતી બચ્ચન પરિવારની પુત્રવધુ, સગાઈ પણ થઈ ગઈ હતી, પછી….."
ટિપ્પણી પોસ્ટ કરો