દિશા પટ્ટનીના રેડ આઉટફિટમાં વાયરલ ફોટોશૂટે ઉડાડી ફેન્સની ઊંઘ, તમે પણ મૂકાશો અચરજમાં

એક્ટ્રેસ દિશા પટ્ટનીના સોશ્યલ મીડિયા પર અનેક ફેન્સ છે. અને તે પોતે પણ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાના ફોટો અહીં શેર કરતી રહે છે. હાલમાં દિશાએ રેડ આઉટફિટમાં એક ફોટો શૂટ કરાવ્યું હતુ અ્ને તેના કેટલાક ફોટોઝ તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. આ ફોટોઝ જોઈને ફેન્સ પણ કમાલ કરી ગયા હતા.

image source

આ ફોટોઝની ખાસ વાત એ છે કે આ ફોટોમાં એક્સ્ટ્રેસ દિશા પટ્ટની સૂર્યના પ્રકાશની નીચે રેડ કલરના આઉટફિટ પહેરીને ઊભી છે. તડકામાં તેના ચહેરાની અને કપડાની ચમક પણ વધી છે. એકટ્રેસનો ફોટો જોઈને તેમના ફેન્સ કમેન્ટ્સ અને રિએક્શનનો વરસાદ વરસાવી રહ્યા છે.

એક ફેને લખ્યું કે બ્યૂટી ઈન રેડ તો અન્ય એકે લખ્યું કે દિશા મેડમ તમે કમાલના છો. તે કોઈએ લખ્યું બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ. દિશાની એક ફીમેલ ફેને લખ્યું છે કે દિશા મેડમ, તમે તમારી સુંદરતાના રહસ્યોને શેર કરો.

ઉલ્લેખનીય છે કે દિશાના ઈન્સ્ટાગ્રામ પર 41 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. એક્ટ્રેસ હંમેશા પોતાના વર્કઆઉટના ઈન્સ્પાયરિંગ વીડિયો પણ શેર કરતી આવી છે. તેને જોઈને તેના ફેન્સ પણ પ્રેરણા લઈ રહ્યા છે. દિશાના એક વીડિયોમાં તે સુંદર દ્વિપ દેશના બ્લૂ પાણી પર જેટ સ્કીની સવારીની મજા લઈ રહી છે.

ફેમિના મિસ ઈન્ડિયામાં પણ લઈ ચૂકી છે ભાગ

image source

દિશા પટ્ટની અભિનેત્રી હોવાની સાથે સાથે એક મોડલ પણ છે. તેઓએ વર્ષ 2013માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્દોર ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તે સમયે તેણે અભ્યાસને પણ વચ્ચે છોડી દીધો અને ખૂબ મહેનત કરી. આ ઈવેન્ટમાં તે ફર્સ્ટ રનરઅપ રહી હતી.

થોડા દિવસો પહેલાં પણ દિશા પટ્ટનીએ પોતાના ફેન્સ માટે એક ફોટો શેર કર્યો હતો. તેમાં દિશા બ્લૂ સ્વીમસૂટમાં જોવા મળી હતી. આ ફોટો પર પણ દિશાના ફેન્સે અનેક કમેન્ટ્સ કરી હતી. એક ફેને તો લખ્યું કે તેરે હુસ્ન કે જલવે હજાર હૈ, એક યૂઝરે રીએક્શનમાં ફાયર ઔર હર્ટનું ઈમોજી પણ મૂક્યું હતું.

આ ફિલ્મોમાં જોવા મળશે દિશા પટ્ટની

image source

દિશા પટ્ટનીના વર્કફ્રંટની વાત કરીએ તો દિશા જલ્દી પ્રભુદેવાની ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ‘ભારત’માં પણ સલમાન ખાન સાથે જોવા મળશે. આ સિવાય દિશાએ કિટીમાં મોહિત સૂરીની ‘એક વિલેન-2’માં જોવા મળશે. આ સિવાય તેણે હાલમાં અહમદ ખાનની ‘ઓમ’ ફિલ્મ પણ સાઈન કરી છે. તેમાં દિશા પટ્ટની આદિત્ય રોય કપૂરની સાથે લીડ રોલમાં જોવા મળી શકે છે. આ સિવાય એકતા કપૂરની નિર્મિત ‘કેટીના’ માં પણ ફરી જોવા મળી શકે છે. તેમાં અક્ષય ઓબરોય અને સની સિંહ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "દિશા પટ્ટનીના રેડ આઉટફિટમાં વાયરલ ફોટોશૂટે ઉડાડી ફેન્સની ઊંઘ, તમે પણ મૂકાશો અચરજમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel