અંડરઆર્મ્સની કાળાશથી આવે છે શરમ? તો આજે જ બેકિંગ સોડાનો આ રીતે કરો ઉપયોગ, અને કાળાશને કરી દો દૂર

મિત્રો, મોટાભાગની મહિલાઓ આ ફરિયાદ કરતી હોય છે કે, તેમના અન્ડરઆર્મ કાળા પડી જાય છે અને તેના કારણે તેમનો દેખાવ પણ ખરાબ લાગે છે. આ સમસ્યાના કારણે તે પોતાના મનપસંદ પોશાક પહેરી શકતા નથી. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તે અનેકવિધ ઉપાયો અજમાવે છે પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી.

image source

અન્ડરઆર્મ કાળા પાડવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે, જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ અને તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આજે આ લેખમા અમે તમને અમુક અસરકારક નુસખા વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ આ નુસખા અને આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવીએ.

બેકિંગ સોડા અને પાણી :

image source

જો તમે એક ચમચી બેકિંગ સોડામા બે ચમચી પાણી મિક્સ કરીને આ પેસ્ટ અન્ડરઆર્મના ભાગ પર લગાવો અને થોડુ મસાજ કરો. ત્યારબાદ તેને ૧૫ મિનિટ માટે રહેવા દો અને ૧૫ મિનીટ પછી તેને હળવા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામા એકવાર ૩-૪ મિનીટ માટે અજમાવો જેથી તમને આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મળશે.

બેકિંગ સોડા અને કોકોનટ ઓઈલ :

image source

જો તમે એક ચમચી બેકિંગ સોડામા એક ચમચી કોકોનટ ઓઈલ મિક્સ કરો અને ત્યારબાદ આ પેસ્ટને અન્ડર આર્મ પર લગાવી અને તેને થોડીવાર માટે ઘસો અને ત્યારબાદ તેને હળવા નવશેકા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામા બે વખત અજમાવો જેથી, તમને આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મળશે.

બેકિંગ સોડા અને ગ્લિસરિન :

image source

જો તમે બે ચમચી બેકિંગ સોડામા એક ચમચી ગ્લિસરિન અને બે ચમચી ગુલાબ જળ ઉમેરો અને ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તાર પર આ સામગ્રી લાગુ કરો તો તેને ૧૫ મિનિટ સુધી સૂકવવા દો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. દર અઠવાડિયે આ સામગ્રી લાગુ કરો તો જ તમને પરિણામ મળશે.

બેકિંગ સોડા અને વિટામિન-ઇ ઓઈલ :

એક ચમચી કોર્નસ્ટાર્ચ અને ઓઈલને એક ચમચી બેકિંગ સોડા સાથે મિક્સ કરો અને આ મિશ્રણને અંડરઆર્મ પર લગાવો અને ધીરે-ધીરે માલિશ કરો. ત્યારબાદ તેને હળવા પાણીથી ધોઈ લો. આ ઉપાય બે અઠવાડિયા સુધી અજમાવો જેથી, તમને તુરંત રાહત મળે.

બેકિંગ સોડા અને મિલ્ક :

image source

બે ચમચી બેકિંગ સોડામા બે-ત્રણ ચમચી કાચા દૂધમા ઉમેરો ત્યારબાદ તેને તમારા અંડરઆર્મ પર ૧૫ મિનિટ માટે લગાવી રાખો. આ પેસ્ટને અઠવાડિયામા બે વાર લગાવો જેથી, તમને આ સમસ્યામા રાહત મળે.

બેકિંગ સોડા અને કાકડી :

image soucre

જો તમે કાકડીના પલ્પ અને બેકિંગ સોડાને એકસમાન માત્રામા લઇ તેને તમારા અન્ડરઆર્મ પર કમ સે કમ ૧૫-૨૦ મિનિટ માટે લગાવી રાખો અને ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામા એકવાર આ ઉપાય અજમાવવાથી તમને આ સમસ્યામાથી તુરંત રાહત મળશે.

0 Response to "અંડરઆર્મ્સની કાળાશથી આવે છે શરમ? તો આજે જ બેકિંગ સોડાનો આ રીતે કરો ઉપયોગ, અને કાળાશને કરી દો દૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel