મોબાઇલ પર બહુ પડી ગયા છે સ્ક્રેચીસ? તો જાણી લો આ જોરદાર ટ્રિક, અને ચપટીમાં બધું કરી દો દૂર
મિત્રો, પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિની પાસે ટચ સ્ક્રીનવાળા મોબાઈલ હોય છે. વર્તમાન સમયનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નિરંતર આગળ વધી રહ્યો છે. આ બધા જ લોકો ટેકનોલોજીનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. જો આપણે વાત કરીએ તો મોબાઈલની તો હાલ વર્તમાન સમયમા લોકોનુ બધુ જ કામ મોબાઈલ દ્વારા જ થઈ શકે છે. લોકો કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરતા નજરે પડે છે. જેના લીધે મોબાઇલ ફોનની ટચસ્ક્રીન ઘણીવાર ખરાબ થઈ જતી હોય છે અને ઘણીવાર તેમા સ્ક્રેચ પણ પડી જતા હોય છે. જેના કારણે મોબાઈલનો દેખાવ સાવ ખરાબ થઈ જાય છે.

ઘણીવાર મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવાથી તેમા સ્ક્રેચ પડી જતા હોય છે અને ટચ સ્ક્રીન બગડી જતી હોય છે અને આપણે મોબાઈલ માટે નવી ટચસ્ક્રીનનો ખર્ચ કરવો પડે છે. જો તમે તમારા મોબાઈલની ટચ સ્ક્રીનને સુરક્ષિત રાખવા ઈચ્છતા હોવ તો તેમા સ્ક્રેચ ના પડે તેની સાવચેતી રાખવી જોઈએ અને જો કદાચ ભૂલથી પણ મોબાઈલની ટચ સ્ક્રીન પર સ્ક્રેચ પડી જાય તો આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક નુસ્ખાઓ વિશે જણાવીશ કે, જે અજમાવીને તમે સરળતાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ આપણા રોજીંદા જીવનમા કરતા હોઈએ છીએ, તે આપણા જીવનનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જેવી રીતે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને આપણા દાંતને ક્લીન કરી શકીએ છીએ તેવી જ રીતે આપણે તેનો ઉપયોગ કરીને આપણે આપણા મોબાઈલની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ પણ દૂર કરી શકીએ. મોબાઈલના સ્ક્રેચને દૂર કરવા માટે આ ટૂથપેસ્ટનો ઉપાય ખુબ જ અસરકારક માનવામા આવે છે, તે આપણને બજારમા સરળતાથી મળી રહે છે.

જો તમે મોબાઈલના સ્ક્રેચને દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો એ વાતની અવશ્ય ખાતરી કરી લેવી કે, આ ટૂથપેસ્ટ જેલવાળી ના હોય કારણકે, જેલવાળી ટૂથપેસ્ટ એ મોબાઈલના સ્ક્રેચ પર અસરકારક રીતે કામ કરતી નથી. જો તમે ઈચ્છો તો ટૂથપેસ્ટની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

જો તમારી પાસે જેલ વગરની ટૂથપેસ્ટ છે તો તેને નરમ કપડા, ટીસ્યુ પેપર અથવા સુતરાઉ કાપડ પર લઈ અને તેને ફક્ત એક વટાણા જેટલી જ માત્રામા લઈને મોબાઈલ સાફ કરવો કારણકે, જો તેને વધારે માત્રામા લેવામા આવે તો મોબાઈલ બગડી પણ શકે છે. ત્યારબાદ હાથમા ટૂથપેસ્ટને લઈને તેને સ્ક્રીન પર ફેરવવુ કે જ્યા સુધી સ્ક્રેચ દેખાતા બંધ ના થાય.

જો તમારી સ્ક્રીન પર ખુબ જ વધારે પડતી સ્ક્રેચ છે તો ટુથપેસ્ટ કામ કરશે નહી પરંતુ, જો હળવી-હળવી સ્ક્રેચ છે તો એ જરૂર દુર થઈ જશે. ત્યારબાદ તમારા ફોનને સહેજ ભીના કપડા વડે વ્યવસ્થિત રીતે સાફ કરી લો. ત્યારબાદ પોલિશિંગ કાપડ લઈને સ્ક્રીન પર જામેલી અન્ય ગંદકીને સારી રીતે સાફ કરી લો. આમ, કરવાથી તમારો મોબાઇલ એકદમ નવા જેવો લાગશે. અને તેનો દેખાવ પણ ખુબજ સારો લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મોબાઇલ પર બહુ પડી ગયા છે સ્ક્રેચીસ? તો જાણી લો આ જોરદાર ટ્રિક, અને ચપટીમાં બધું કરી દો દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો