ક્યારેય પણ ના કરશો આ ભૂલ, જેને કહેવાય છે મહાપાપ, જેનાથી નષ્ટ થઇ જાય છે બધા જ પુણ્યો, જાણો તમે પણ
મિત્રો, જો કોઈ તમને પૂછે કે દુનિયામા સૌથી મોટું પાપ કયું છે? તો તમે શું જવાબ આપશો? જો તમારો જવાબ ખોટુ બોલવુ અથવા દગો આપવો એવો છે તો પછી તમારો જવાબ ખોટો હશે કારણકે, તે સાચુ છે કે આ અપરાધોનો સમાવેશ પણ પાપની શ્રેણીમા થાય છે પરંતુ, તેમના માટે પ્રાયશ્ચિત કરી શકાય છે. તેથી તે મહાપાપ ની શ્રેણીમા આવતા નથી. તો સૌથી મોટું પાપ કયું છે?
આપણે જે મહાપાપ અંગે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે જો કોઈ વ્યક્તિએ કર્યો હોય તો તેણે આ પાપની સજા મૃત્યુપર્યંત પણ સહન કરવી પડે છે. આ સમગ્ર વિશ્વમા એવા અનેકવિધ લોકો છે, જે જીવનભર પાપ એટલે કે અનિષ્ટ કાર્ય કરતા રહે છે. તો તેમની સાપેક્ષમા કેટલાક લોકો એવા પણ છે કે જે ખૂબ જ સારા છે, જે હમેંશા સત્કર્મ કરીને સત્યના માર્ગ પર ચાલે છે.
પ્રભુ શ્રી કૃષ્ણએ કહ્યુ હતુ કે, આ વિશ્વમા સૌથી મોટુ પાપ સ્ત્રીના આદર અને માન-સન્માન ને ઠેંસ પહોંચાડવી છે. જે વ્યક્તિ આ કાર્ય કરે છે, તે આ વિશ્વનો સૌથી મોટો પાપ કરે છે. સ્ત્રીશક્તિ એ એક એવી શક્તિ છે કે, જેનુ અનુમાન લગાવવુ ખૂબ જ મુશ્કેલ છે. સ્ત્રીને વિશ્વની સૌથી આદરણીય વ્યક્તિ માનવામા આવે છે. સ્ત્રીનુ અપમાન એ સમગ્ર બ્રહ્માંડને બરબાદ કરી દેવા સમાન હોય છે. વિશ્વમા સ્ત્રી દરેક સ્વરૂપમાં તેના બાળકની સાર-સંભાળ રાખે છે. સ્ત્રીના આ સ્વરૂપને આપણે પ્રેમની ભાષામાં માતા કહીએ છીએ.
આ સ્ત્રીમા માતૃત્વનો ભરપૂર સાગર સમાવિષ્ટ હોય છે. તે કેટલીક વાર માતા, પત્ની અને બહેન બનીને જુદા-જુદા સ્વરૂપમા પોતાની મમતા અને સ્નેહ વહેંચે છે. આપણા શાસ્ત્રોમા પણ એવું કહેવામાં આવ્યું છે કે, સ્ત્રીનુ હમેંશા સન્માન કરવું જોઈએ નહિતર તમે કરોડો પાપોના ભાગીદાર બની શકો છો.
મનુસ્મૃતિમા પણ આ વિશે ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, જે જગ્યાએ કોઈ સ્ત્રીનુ આદર કે માન-સન્માન જળવાતુ નથી, તે જગ્યાએ દેવી-દેવતાઓ ક્યારેય પણ વાસ નથી કરતા. તેનો અર્થ એ પણ છે કે જે સમાજમા મહિલાઓનું સન્માન કરવામા આવતુ એટલે કેમહિલાઓને અપમાનિત કરવામા આવે છે, મહિલાઓ પર બળાત્કાર ગુજારવામા આવે છે, દહન કરવામાં આવે છે, દહેજ માટે ત્રાસ આપવામાં આવે છે, આ જગ્યાએ ક્યારેય પણ ઈશ્વરનો વાસ થતો નથી.
આ જગ્યાએ વસવાટ કરતા લોકો આસુરી અને રાક્ષસી વૃતિ ધરાવતા હોય છે. જે કોઈપણ વ્યક્તિ સ્ત્રીઓ સાથે ઉપરોક્ત દર્શાવેલા દુષ્કર્મો કરે છે તે મહાપાપ નો ભાગીદાર બને છે. આ દુષ્કર્મ કરવા બદલ તેને જન્મો-જન્માંતર સુધી સજા ભોગવવી પડી શકે છે એટલે કે આ કર્મ બદલ તમને મળનાર ફળ ખુબ જ દુઃખદાયી અને પીડાદાયક હશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ક્યારેય પણ ના કરશો આ ભૂલ, જેને કહેવાય છે મહાપાપ, જેનાથી નષ્ટ થઇ જાય છે બધા જ પુણ્યો, જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો