કોરોનાના આ નવા લક્ષણે ડોક્ટરોને પણ ચોકાવ્યાં, નિષ્ણાતોએ શરૂ કર્યું સંશોધન
સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય સમયે સમયે ગાઈડલાઈન બહાર પાડતું રહે છે. ત્યાંરે દિવસેને દિવસે સામે આવી રહેલા લક્ષણોએ તબિબોની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ડેંગ્યૂ તાવના લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે.

સામાન્ય રીતે ડેન્ગયુ તાવમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થતા હતા પરંતુ હવે કોરોના પણ ડેંગ્યૂના રૂપમાં દર્દી પર પ્રહારો કરી રહ્યો છે. તેમાં અચાનક જ દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને 20 હજારથી પણ નીચે આવી જાય છે. જ્યારે તપાસમાં ડેન્ગ્યુ નીકળતો નથી. આવા દર્દી મોટાભાગે કોરોનાની ગંભીર અવસ્થામાં પહોંચ્યા બાદ મળી રહ્યા છે.
કોરોના દર્દીને થોમ્બોસિસ થઈ રહ્યો છે

આ અંગે ડો. અનુપમે જણાવ્યું છે કે, આ ફેરફાર આ દિવસોમાં જોવા મળ્યો છે. કોરોના દર્દીને થોમ્બોસિસ થઈ રહ્યો છે. જેમાં લોહીના જામી જાય છે. તેમાં ટીપીઈ ઈન્જેક્શન દેવામાં આવે છે. જેના ક્લોટ મળી જાય છે. પરંતુ કેટલાક દર્દીઓને ટીપીઈ દેવાથી તેની નસો ફાટી જાય છે. જેના કારણે અંદરના ભાગમાં રક્ત સ્ત્રાવ થઈ જાય છે. તેને સીવિયર થોમ્બોસાઈટોપીનિયા કહે છે. તેમાં જોવા મળ્યું છે કે, કોરોના વાયરસના દર્દીના બોનમૈરોને ઈફેક્ટ કરી રહ્યાં છે. જેના કારણે સમસ્યા સામે આવી છે.
ડૉકટરે તેના પર રિસર્ચ શરૂ કર્યું

તો બીજી તરફ આ વાતની ગંભીરતાને ધ્યાનમાં સઈને PGIમાં ડૉકટરે તેના પર રિસર્ચ પણ શરૂ કરી દીધું છે PGIના પ્રોફેસર અનુપમ વર્માએ જણાવ્યું કે, અચાનક દર્દીઓના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાથી મેનેજ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. PGIમાં એડમિટ લોકબંધુ હોસ્પિટલના ડોક્ટરની પ્લેટલેટ્સ દાખલ થયાના બીજા જ દીવસે 10 હજારે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ સામે આવ્યું છે કે, કોરોના દર્દીના ઈમ્યુન કોમ્પલેક્સને પ્રભાવિત કરે છે. જેમાં મોનોસાઈટ અને મૈકરોફેજ સેલ ઉપર હૂમલો થાય છે. તેનાથી બોડીમાં પ્લેટલેટ્સની ઉણપ આવે છે.
પ્લેટલેટ્સ કાઉન્ટ અચાનક ઘટવા લાગે છે

જે દર્દીઓના પ્લેટલેટ કાઉન્ટ અચાનક ઘટવા લાગે આવા દર્દી મોટાભાગે ગંભીર અવસ્થામાં હોય છે. તેના પ્લેટલેટ્સ ચડાવવામાં આવે છે અને જરૂરત પડ્યે પ્લાઝમાં થેરેપી પણ દેવામાં આવે છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, આજની પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને ડેન્ગ્યુની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને એવા દર્દી જેના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યાં હોય. તેનાથી જાણી શકાશે કે તેનું કારણ કોરોના છે કે ડેન્ગ્યુ. તેના પર હાલમાં સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાના આ નવા લક્ષણે ડોક્ટરોને પણ ચોકાવ્યાં, નિષ્ણાતોએ શરૂ કર્યું સંશોધન"
ટિપ્પણી પોસ્ટ કરો