કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવામાં કંટાળો ના આવે એ માટે ગુજરાતની આ સ્કૂલ વિદ્યાર્થીઓને ઇનામરૂપે આપશે આ જોરદાર વસ્તુ અને સાથે…
હાલ કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ લગભગ 8 મહિનાઓથી પોતાની સ્કૂલે જઈ શકયા નથી ત્યારે અનેક શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તેવા પ્રયાસો કરી રહી છે. પરંતુ બીજી બાજુ ઘણાખરા વિદ્યાર્થીઓને હવે ઓનલાઈન શિક્ષણ માફક નથી આવતું. વિદ્યાર્થીઓને શિક્ષણ તો મળી રહ્યું છે પણ તેઓ વાસ્તવિક રીતે શિક્ષકો દ્વારા સમજણપૂર્વક આપવામાં આવતા શિક્ષણ, મિત્રો અને સ્કૂલની મસ્તીનો ખલીપો અનુભવી રહ્યા છે અને આ ખાલીપાને કારણે ઓનલાઈન શિક્ષણ હવે કંટાળાજનક લાગી રહ્યું છે.
જો કે માત્ર કંટાળો આવે અને પસંદ ન હોય તે માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ રઝળે એ પણ યોગ્ય નથી. આવી પરિસ્તીથી વચ્ચે જો કોઈ એવો રસ્તો હોય કે જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ શિખવામાં રસ પડે તો તેનું સમાધાન થઈ શકે.
ત્યારે વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ દ્વારા તાજેતરમાં જ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ રસપૂર્વક શીખે અને તેના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તેવા ઉમદા હેતુથી એક આવકારદાયક પહેલ કરવામાં આવી છે.
કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ – વાંકાનેરના સંચાલક અને પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહે જણાવ્યું હતું કે કિડ્ઝલેન્ડ સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સ્ટાફ નિયમિત રીતે ઓનલાઈન કલાસ ચલાવવામાં આવી રહ્યા છે અને આ શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે કંટાળાજનક ન બને અને તેમના અભ્યાસમાં પણ વિક્ષેપ ન પડે તેવા હેતુથી અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ. અને આ માટે અમે નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણમાં હાજરી આપી નિર્દેશિત હોમવર્ક કરનાર વિદ્યાર્થીઓ પૈકી ટોચનાં 11 વિદ્યાર્થીઓને નવી સ્પોર્ટ્સ બાઇસીકલ ઇનામ રૂપે આપીશું. એટલું જ નહીં પણ ઓનલાઈન શિક્ષણમાં નિયમિતતા જાળવનાર 11 વિદ્યાર્થીઓ સિવાયના અન્ય વિદ્યાર્થીઓને પણ તેમની મહેનતની કદર રૂપે સ્કૂલ દ્વારા તેઓની ફી માં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
શાળા બંધ છે શિક્ષણ નહીં
લોકડાઉન સમયથી ” શાળા બંધ છે, શિક્ષણ નહીં ” ના અભિગમ સાથે વિદ્યાર્થીઓના હિતમાં અગ્રેસર રહેતી વાંકાનેરની આ કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના સંચાલક મેહુલભાઈ શાહ વધુમાં જણાવે છે કે ” ઓનલાઈન શિક્ષણમાં નિયમિત રહેનાર વિદ્યાર્થીઓને બાઇસીકલ ઇનામ આપવા માટેનો વિચાર તેમનો પોતાનો જ છે અને આ માટેનો સંપૂર્ણ ખર્ચ પણ સ્કૂલ ઉઠાવશે. ”
સ્કૂલમાં એડમિશન લેનાર નવા વિદ્યાર્થીઓને પણ રાહત
મેહુલભાઈ શાહની કિડ્ઝલેન્ડ સ્કૂલમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હીત માટે જ નહીં પણ સ્કૂલમાં હાલ એડમિશન લેનાર નવા વિદ્યાર્થીઓ માટે પણ રાહત અપાઈ છે. મેહુલભાઈ શાહે જણાવ્યું હતું કે આગામી વર્ષ 2021 માટે અમારી સ્કૂલમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને પણ તેમની ફી માં રાહત આપવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવામાં કંટાળો ના આવે એ માટે ગુજરાતની આ સ્કૂલ વિદ્યાર્થીઓને ઇનામરૂપે આપશે આ જોરદાર વસ્તુ અને સાથે…"
ટિપ્પણી પોસ્ટ કરો